• Gujarati News
 • Sports
 • Cricket
 • The Match Will Start At 9 Pm On Sunday, Equipped With A Youth Brigade Led By Captain Hardik Pandya; Learn About Potential 11 Including Pitch Report

INDએ 7 વિકેટથી આયર્લેન્ડને હરાવ્યું:16 બોલ પહેલાં ભારતે સ્કોર ચેઝ કર્યો, હુડાએ 29 બોલમાં 47* રન કર્યા; ક્રેગ યંગે 2 વિકેટ લીધી

2 મહિનો પહેલા
 • વરસાદના કારણે 12-12 ઓવરની મેચ રમાઈ
 • આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાનો હેડ કોચ VVS લક્ષ્મણ છે

રવિવારે ભારત અને આયરલેન્ડ વચ્ચે પહેલી T20 મેચ ડબલિન ખાતે રમાઈ હતી. જેમાં વરસાદના કારણે 12-12 ઓવરની મેચનું આયોજન થયું હતું. કેપ્ટન હાર્દિક પંડ્યા એન્ડ ટીમ સામે 109 રનનો ટાર્ગેટ હતો. જેને INDએ 16 બોલ પહેલા ચેઝ કરી પહેલી મેચ જીતી લીધી છે. આ દરમિયાન દીપક હુડાએ 29 બોલમાં અણનમ 47 રનની ઈનિંગ રમી હતી. જ્યારે આયરલેન્ડના બોલર ક્રેગ યંગે 2 વિકેટ લીધી હતી. તમને જણાવી દઈએ કે અત્યારે ભારત 2 મેચની T20 સિરીઝમાં 1-0થી આગળ છે.

 • પહેલી ઈનિંગમાં ટોસ હાર્યા પછી આયરલેન્ડે 12 ઓવરમાં 4 વિકેટના નુકસાને 108 રન કર્યા હતા.
 • ભારતીય ટીમે 9.2 ઓવરમાં 3 વિકેટના નુકસાને સ્કોર ચેઝ કરી 111 રન નોંધાવ્યા હતા.
ઉમરાન મલિકની પહેલી ઈન્ટરનેશનલ મેચની ઓવર- 14 રન આપ્યા
બોલપહેલોબીજોત્રીજો

ચોથો​​​​​​

પાંચમોછઠ્ઠોછઠ્ઠો
રન114 LB141 (વાઈડ)6

જાણો વરસાદના કારણે બદલાયેલાં સમીકરણો

ટોસ પછી વરસાદ પડવાનું શરૂ થઈ જતા મેચ મોડી રમાઈ હતી. જેના કારણે હવે 12-12 ઓવરની ગેમ બંને ટીમ વચ્ચે રમાશે. તો ચલો આપણે આ મેચના વરસાદના કારણે બદલાયેલા સમીકરણો પર નજર કરીએ....

રિવાઈઝ્ડ પ્લેઇંગ કંડિશન

 1. 12 ઓવરની મેચ રમાશે
 2. પાવરપ્લે 1થી 4 ઓવર સુધી થશે
 3. 2 બોલર 3 ઓવર બોલિંગ કરી શકે છે
 4. 3 બોલર 2 ઓવર કરી શકે છે
 5. બંને ઈનિંગ વચ્ચે 10 મિનિટનો બ્રેક મળશે

કેપ્ટન પંડ્યાએ ટીમને ખાસ સંદેશ આપ્યો

હાર્દિકે કેપ્ટન તરીકે પહેલી મેચમાં જ ટોસ જીતી લીધો અને પછી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હાર્દિકે કહ્યું કે ભારતીય ટીમની કેપ્ટનશિપ કરવી મારા માટે ખૂબ જ ખાસ છે. હું ટીમના તમામ ખેલાડીઓને સંપૂર્ણ સ્વતંત્રતા સાથે રમવાની તક આપવાનો પ્રયાસ કરીશ. આજે ઉમરાન પોતાની પ્રથમ મેચ રમવા જઈ રહ્યો છે. હું તેની ઝડપી ગતિ જોઈને ખૂબ જ ઉત્સાહિત છું.

મેચ પહેલાં ડબલિનમાં વરસાદી ઝાપટાં પડ્યાં

ટોસની 30 મિનિટ પહેલાં ડબલિનમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જેના કારણે મેદાનને કવર્સથી ઢાંકી દેવાયું હતું અને ખેલાડીઓ પ્રેક્ટિસ સેશનમાંથી ડ્રેસિંગ રૂમ પરત ફરી રહ્યા હતા. વળી હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વરસાદ પડે એવી સંભાવના પણ છે. જેનો ટોસ દરમિયાન હાર્દિકે પણ ઉલ્લેખ કર્યો હતો. જેથી હવામાનને ધ્યાનમાં રાખી તેણે પહેલા બોલિંગ પસંદ કરી હતી.

મેચની જાણકારી, ધ વિલેજ, મેલાહાઈડ - ડબલિન
ટોસભારતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
સિરીઝઈન્ડિયા ટૂર ઓફ આયરલેન્ડ
સેશન2022
મેચT20 ઈન્ટરનેશનલ
મેચનો દિવસ26 જૂન 2022, (20 ઓવરની મેચ)
અમ્પાયર્સપોલ રેનોલ્ડ્સ, માર્ક હોથોર્ન
ટીવી અમ્પાયરરોલી બ્લેક
રિઝર્વ અમ્પાયરજેરેથ મેક્રેડી
મેચ રેફરીકેવિન ગેલઘર

ઉમરાન મલિકનું ઈન્ટરનેશનલ T20મા ડેબ્યુ

ઉમરાને IPLની છેલ્લી સિઝનમાં જોરદાર બોલિંગ કરી અને દુનિયાભરના ક્રિકેટ ચાહકોને પોતાની સ્પીડથી પ્રભાવિત કર્યા હતા. ઉમરાન T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનો 98મો ખેલાડી બની ગયો છે.

INDએ દ.આફ્રિકા સામે જોરદાર કમબેક કર્યું
SAની ટીમ ભારત પ્રવાસે આવી હતી ત્યારે 5 મેચની T20 સિરીઝ રમાઈ હતી. જેમાં 0-2થી ભારતીય ટીમ પાછળ હોવા છતા બેક ટુ બેક મેચ જીતી યુવા બ્રિગેડે 2-2ની બરાબરી કરી લીધી હતી. તેવામાં જોકે છેલ્લી સિરીઝ ડિસાઈડર મેચ વરસાદમાં ધોવાઈ જતા સિરીઝ ડ્રો રહી હતી અને બંને ટીમે ટ્રોફી શેર કરી લીધી હતી.

દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝમાં હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિક શાનદાર લયમાં જોવા મળ્યા હતા.
દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝમાં હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિક શાનદાર લયમાં જોવા મળ્યા હતા.

પિચ કંડિશન અને ટોસ પ્રિડિક્શન
ડબલિનની વિકેટ બોલર્સને મદદરૂપ રહી શકે છે. અહીં પહેલા બેટિંગ કરતી ટીમને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જ્યારે બીજી ઈનિંગમાં પિચ બેટરને વધુ મદદ કરી શકે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે.

બંને ટીમની પ્લેઇંગ-11

આ સિરીઝના દરમિયાન હેડ કોચ VVS લક્ષ્મણ, કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે ખાસ વાતચીત કરતા જોવા મળ્યા હતા.
આ સિરીઝના દરમિયાન હેડ કોચ VVS લક્ષ્મણ, કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે ખાસ વાતચીત કરતા જોવા મળ્યા હતા.

IND ટીમની પ્લેઇંગ-11:
1. ઈશાન કિશન, 2. ઋતુરાજ ગાયકવાડ, 3. સૂર્યકુમાર યાદવ, 4. દીપક હુડા, 5. હાર્દિક પંડ્યા (કેપ્ટન), 6. દિનેશ કાર્તિક (વિકેટ કીપર), 7. અક્ષર પટેલ, 8. ઉમરાન મલિક, 9. ભુવનેશ્વર કુમાર, 10. યુઝવેન્દ્ર ચહલ, 11. આવેશ ખાન

IRE ટીમની પ્લેઇંગ-11:
1. એન્ડ્ર્યુ બાર્લબિર્ની (કેપ્ટન), 2. પોલ સ્ટિર્લિંગ, 3. હેરી કટર, 4. ગારેથ ડેલાની, 5. ક્રેગ યંગ, 6. લોર્કન ટકર, 7. જ્યોર્જ ડોકરેલ, 8. માર્ક અડેર, 9. એન્ડી મેકબ્રાયન, 10. કોનોર ઓલ્ફર્ટ, 11. જોશ લિટલ

અન્ય સમાચારો પણ છે...