કિવીઝ સામે ટીમ ઈન્ડિયા સતત પાંચમી મેચ હારી:ટીમ ઈન્ડિયા છેલ્લે વર્ષ 2019માં વન-ડે મેચ જીતી હતી, ન્યૂઝીલેન્ડે 7 વિકેટે શાનદાર જીત મેળવી

13 દિવસ પહેલા

ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચેની 3 મેચની વન-ડે સિરીઝની પહેલી મેચ આજે ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાઈ ગઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ આપેલા 307 રનના ટાર્ગેટને ન્યૂઝીલેન્ડે 7 વિકેટે ચેઝ કરી લીધો હતો. કિવી ટીમ તરફથી કેપ્ટન કેન વિલિયમસન અને વિકેટકીપર બેટર ટૉમ લાથમની વચ્ચે શાનદાર અને રેકોર્ડબ્રેક પાર્ટનરશિપ બની હતી. બન્ને વચ્ચે ચોથી વિકેટ માટે 221* રનની શાનદાર પાર્ટનરશિપ થઈ હતી. ટૉમ લાથમે 104 બોલમાં 145 રન ફટકાર્યા હતા. તો કેપ્ટન કેન વિલિયમસને 98 બોલમાં 94 રન ફટકાર્યા હતા. ટીમ ઈન્ડિયાના બોલર્સ આ જોડી સામે લાચાર થઈ ગયા હતા. ઉમરાન મલિકે બે વિકેટ, જ્યારે શાર્દૂલ ઠાકુરને એક વિકેટ મળી હતી. હવે સિરીઝની બીજી મેચ રવિવારે 27મીએ સવારે 7 વાગેથી રમાશે.

અગાઉ ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 307 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ ઈન્ડિયાએ નિર્ધારીત ઓવરમાં 6 વિકેટે 306 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૌથી વધુ શ્રેયસ અય્યરે 80 રન બનાવ્યા હતા. તો કેપ્ટન શિખર ધવને 72 રન અને શુબમન ગિલે 50 રન બનાવ્યા હતા. તો વોશિંગ્ટન સુંદરે ધમાકેદાર બેટિંગ કરતા માત્ર 16 બોલમાં 37 રન ફટકારી દીધા હતા. કિવી ટીમ તરફથી સૌથી વધુ લોકી ફર્ગ્યુસન અને ટિમ સાઉધીએ 3-3 વિકેટ ઝડપી હતી. ​​​

ટીમ ઈન્ડિયા વન-ડે મેચમાં કિવી ટીમ સામે સતત પાંચમી મેચ હારી
ટીમ ઈન્ડિયાની ન્યૂઝીલેન્ડ સામે આ સતત પાંચમી વન-ડે મેચમાં હાર છે. ટીમ ઈન્ડિયા છેલ્લે 2019માં ન્યૂઝીલેન્ડ સામે વન-ડે મેચ જીતી હતી. આ પછી ભારતને ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી પાંચેય વન-ડેમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે.

  • વર્ષ 2019ના ODI વર્લ્ડ કપના સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાને 18 રને હારનો સામનો કરવો પડ્યો હતો.
  • આ પછી વર્ષ 2020માં રમાયેલી 3 મેચની વન-ડે સિરીઝમાં ભારતને વાઇટવોશનો સામનો કરવો પડ્યો હતો.
  • જેમાં ટીમ ઈન્ડિયાને પહેલી વન-ડે મેચમાં 4 વિકેટે હાર મળી હતી.
  • આ પછી બીજી વન-ડે મેચમાં 22 રને હાર મળી હતી.
  • અને ત્રીજી વન-ડે મેચમાં 5 વિકેટે પરાજય મળ્યો હતો.
  • અને હવે આજે પહેલી વન-ડેમાં 7 વિકેટે પરાજય મળતા, ભારત કિવી ટીમ સામે સતત પાંચમી વન-ડે મેચ હાર્યું છે.
કેન વિલિયમસન અને ટૉમ લાથમ વચ્ચે મેચ વિનિંગ પાર્ટનરશિપ થઈ હતી.
કેન વિલિયમસન અને ટૉમ લાથમ વચ્ચે મેચ વિનિંગ પાર્ટનરશિપ થઈ હતી.
ટૉમ લાથમે શાનદાર સેન્ચુરી ફટકારી હતી. તેણે માત્ર 104 બોલમાં 145* રન બનાવ્યા હતા.
ટૉમ લાથમે શાનદાર સેન્ચુરી ફટકારી હતી. તેણે માત્ર 104 બોલમાં 145* રન બનાવ્યા હતા.
કેન વિલિયમસને શાનદાર રન બેટિંગ કરી હતી. તેણે 98 બોલમાં 94* રન બનાવ્યા હતા.
કેન વિલિયમસને શાનદાર રન બેટિંગ કરી હતી. તેણે 98 બોલમાં 94* રન બનાવ્યા હતા.
ઉમરાન મલિકે પોતાના વન-ડે ડેબ્યૂ મેચમાં 2 વિકેટ ઝડપી હતી.
ઉમરાન મલિકે પોતાના વન-ડે ડેબ્યૂ મેચમાં 2 વિકેટ ઝડપી હતી.
શાર્દૂલ ઠાકુરે ભારતને પહેલી સફળતા અપાવી હતી.
શાર્દૂલ ઠાકુરે ભારતને પહેલી સફળતા અપાવી હતી.
વોશિંગ્ટન સુંદરે ધમાકેદાર ફિનિશિંગ કર્યું હતું. તેણે માત્ર 16 બોલમાં 37 રન ફટકાર્યા હતા.
વોશિંગ્ટન સુંદરે ધમાકેદાર ફિનિશિંગ કર્યું હતું. તેણે માત્ર 16 બોલમાં 37 રન ફટકાર્યા હતા.
શ્રેયસ અય્યર અને સંજુ સેમસને ટીમ ઈન્ડિયાની ઇનિંગને સંભાળી હતી. બન્ને વચ્ચે મહત્ત્વની પાર્ટનરશિપ થઈ હતી.
શ્રેયસ અય્યર અને સંજુ સેમસને ટીમ ઈન્ડિયાની ઇનિંગને સંભાળી હતી. બન્ને વચ્ચે મહત્ત્વની પાર્ટનરશિપ થઈ હતી.
લોકી ફર્ગ્યુસને વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો છે.
લોકી ફર્ગ્યુસને વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો છે.
શુબમન ગિલ 65 બોલમાં 50 રન બનાવીને આઉટ થયો હતો.
શુબમન ગિલ 65 બોલમાં 50 રન બનાવીને આઉટ થયો હતો.
શિખર ધવન અને શુબમન ગિલ વચ્ચે 21મી ઓવરમાં જ સેન્ચુરી પાર્ટનરશિપ થઈ ગઈ હતી. બન્ને વચ્ચે 124 રનની પાર્ટનરશિપ થઈ હતી.
શિખર ધવન અને શુબમન ગિલ વચ્ચે 21મી ઓવરમાં જ સેન્ચુરી પાર્ટનરશિપ થઈ ગઈ હતી. બન્ને વચ્ચે 124 રનની પાર્ટનરશિપ થઈ હતી.
ટીમ ઈન્ડિયા તરફથી યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને ઉમરાન મલિક વન-ડેમાં ડેબ્યૂ કર્યું હતું.
ટીમ ઈન્ડિયા તરફથી યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને ઉમરાન મલિક વન-ડેમાં ડેબ્યૂ કર્યું હતું.

બન્ને ટીમની પ્લેઇંગ-11

ન્યૂઝીલેન્ડ: ડેવોન કોનવે, ફિન એલન, કેન વિલિયમસન (કેપ્ટન), ટોમ લાથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, ડેરિલ મિચેલ, મિચેલ સેન્ટનર, એડમ મિલ્ને, મૈટ હેનરી, ટિમ સાઉધી, લોકી ફર્ગ્યુસન.

ભારત: શિખર ધવન (કેપ્ટન), શુબમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, શાર્દૂલ ઠાકુર, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ અને ઉમરાન મલિક.

ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...