લોર્ડ્સમાં ચાલી રહેલી ન્યૂઝીલેન્ડ-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચમાં શનિવારે એક રમુજી ઘટના બની હતી. ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સને જન્મ દિવસે ખાસ ભેટ આપી હતી. કીવી બોલર ડિગ્રેન્ડહોમે બોલિંગ દરમિયાન સ્ટોક્સને ક્લીન બોલ્ડ કરી દીધો હતો. પરંતુ નો બોલ હોવાથી ઇંગ્લિશ કેપ્ટનને જીવનદાન મળ્યું હતું.
ન્યૂઝીલેન્ડની ટીમ થોડી નિરાશ હતી, પરંતુ સ્ટોક્સ ઘણો ખુશ દેખાઈ રહ્યો હતો. તેની સાથે રહેલા જો રૂટે પણ હસતા હસતા સ્ટોક્સનું સ્વાગત કર્યું હતું. અમ્પાયરના નિર્ણયથી ચોંકી ઉઠેલા ઈંગ્લિશ ક્રિકેટ ચાહકો સૌથી વધુ ખુશ થયા હતા. સ્ટોક્સે પણ ટેસ્ટના નિર્ણાયક સમયે જીવનદાનનો ભરપૂર લાભ ઉઠાવ્યો અને 54 રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. એટલું જ નહીં આની સાથે તેણે ટેસ્ટમાં 5000 રન પણ પૂરા કરી લીધા હતા.
ઈંગ્લેન્ડે 4 વિકેટ ગુમાવી દીધી હતી
ઈંગ્લેન્ડની ઈનિંગની 27મી ઓવરના ત્રીજા બોલ પર ડિ ગ્રેન્ડહોમે શાનદાર ઈનસ્વિંગ બોલ ફેંક્યો હતો. જેના પર સ્ટોક્સ ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. આ દરમિયાન કીવી ટીમના ખેલાડીઓ પણ સેલિબ્રેશન કરવા લાગ્યા હતા, કારણ કે 277 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ઈંગ્લિશ ટીમની શરૂઆત સારી રહી નહોતી અને તેની ચાર વિકેટ 69ના સ્કોર પર જ પડી ગઈ હતી.
આવી સ્થિતિમાં પહેલીવાર ટેસ્ટમાં કેપ્ટનશિપ કરી રહેલો સ્ટોક્સ 1 રન કરીને પેવેલિયન પરત ફરતા કીવી ટીમ ખુશ થઈ ગઈ હતી. જોકે ત્યારપછી ફિલ્ડ અમ્પાયર માઈકલ ગોફે નો બોલનો ઈશારો કરતા સ્ટોક્સને જીવનદાન મળ્યું હતું. તેથી અવું કહેવું પણ ખોટું ન કહેવાય કે ગ્રાન્ડહોમે ઓવરસ્ટેપિંગ કરતા સ્ટોક્સને જન્મદિવસની ભેટ તરીકે જીવન આપ્યું અને સ્ટોક્સ હસતાં હસતાં ક્રીઝ પર પાછો ફર્યો હતો.
બેન સ્ટોક્સે ઘણા રેકોર્ડ્સ બનાવ્યા
ઇંગ્લેન્ડને જીતવા માટે 61 રનની જરૂર છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.