અમદાવાદમાં આજે IPL ટીમ લખનઉ સુપરજાયન્ટ્સ ટીમની જર્સી લોન્ચિંગ ઇવેન્ટનું આયોજન થયું હતું. જેમાં BCCIના સેક્રેટરી જય શાહના હાથે આ જર્સી લોન્ચ થઈ હતી. આ ઇવેન્ટમાં ટીમના માલિક સંજીવ ગોએન્કા, મેન્ટર ગૌતમ ગંભીર અને કેપ્ટન કેએલ રાહુલ હાજર રહ્યા હતા. આ ઇવેન્ટના હોસ્ટિંગ જતીન સપ્રુએ કર્યું હતું. સાથે જ આ ઇવેન્ટમાં ટીમના અન્ય ક્રિકેટર્સ હાજર રહ્યા હતા.
લખનઉ સુપરજાયન્ટ્સ (LSG)ની જર્સી લોન્ચિંગ જય શાહે કર્યું
BCCIના સેક્રેટરી જય શાહે IPL ટીમ લખનઉ સુપરજાયન્ટ્સ (LSG)ની આ નવી જર્સીનું લોન્ચિંગ કર્યું હતું. આ ઇવેન્ટમાં ટીમના માલિક સંજીવ ગોએન્કા, મેન્ટર ગૌતમ ગંભીર અને કેપ્ટન કેએલ રાહુલ હાજર રહ્યા હતા. ઉપરાંત ટીમના અન્ય પ્લેયર્સ પણ હાજર રહ્યા હતા. આ વખત માટેની IPL જર્સી તેમની ડાર્ક બ્લૂ કલરની છે.
ઇવેન્ટમાં કિંગ્સ યુનાઇટેડ અને કુનાલ રાવલનો શો યોજાયો
જર્સી લોન્ચિંગ પહેલા હોસ્ટ જતીન સપ્રુએ કિંગ્સ યુનાઇટેડ ડાન્સ ગ્રુપની ઇવેન્ટ યોજાઈ ગઈ હતી. જેમાં કિંગ્સ યુનાઇટેડે શાનદાર ડાન્સ કર્યો હતો. LSGના ઓફિશિયલ એંથમ પર તેમણે પોતાની શાનદાર કલાકારી દેખાડી હતી.
આ ઉપરાંત જેણે આ જર્સી ડિઝાઇન કરી છે, તેવા કુનાલ રાવલ અને તેમની ટીમનો રેમ્પ વોક શો યોજાયો હતો. સાથે જ ટીમના અન્ય પ્લેયર્સે પણ રેમ્પ વોક કર્યો હતો. જેમાં રવિ બિશ્નોઈ, જયદેવ ઉનડકટ, દીપક હુડા, આવેશ ખાન, કૃણાલ પંડ્યા અને કેપ્ટન કેએલ રાહુલે કુનાલ રાવલ સાથે વોક કર્યું હતું. આ શો પૂરો થયા પછી જ જર્સી લોન્ચ થઈ હતી. આ સિવાય તેઓએ મીડિયાના સવાલોના પણ જવાબો આપ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.