• Gujarati News
  • Sports
  • Cricket
  • The Indian Youth Proposed During The Match Against India And Netherlands, ICC Has Also Posted The Video Of This

ચાલુ મેચમાં પ્રપોઝ..!:ભારત-નેધરલેન્ડ્સની મેચમાં ભારતીય યુવકે પ્રપોઝ કર્યું, ICCએ Fન્સ્ટા પર 'Decision pending...' લખીને રમૂજ કરી

એક મહિનો પહેલા

ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ પૂરજોશમાં ચાલી રહ્યો છે અને ક્રિકેટ ચાહકો આ ટૂર્નામેન્ટનો મહત્તમ લાભ લઈ રહ્યા છે. ત્યારે આ જ તકનો લાભ એક વ્યક્તિએ લીધો હતો. સિડનીમાં રમાયેલી ભારત અને નેધરલેન્ડ્સ સામેની મેચમાં એક ચાહકે પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું. ત્યારે આ ઘટનાને કેમેરામેને કેમેરામાં કેદ કરી લીધી હતી. તેની ગર્લફ્રેન્ડે તે પ્રપોઝલને હા પાડી દીધી હતી. આનો વીડિયો પણ ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. ICCએ પણ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ ઘટનાનો વીડિયો શેર કર્યો હતો.

આ ઘટના નેધરલેન્ડ્સની ઇનિંગની 7મી ઓવરમાં બની હતી. જેમાં એક વ્યક્તિએ તેના સાથે મેચ જોવા આવેલી ગર્લફ્રેન્ડને રિંગ પહેરાવીને પ્રપોઝ કર્યું હતું. ત્યારે કેમેરામેને આ આખી TVમાં પણ ટેલિકાસ્ટ થઈ હતી.

અગાઉ પણ ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રપોઝ કરવાની ઘટના કેમેરામાં કેદ થઈ છે

1. 2018માં લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારતીય યુવકે પ્રપોઝ કર્યું

વર્ષ 2018માં પણ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ODI વખતે પણ એક ભારતીય યુવકે તેની સાથે આવેલી એક છોકરીને પ્રપોઝ કરીને ત્યાં હાજર સૌ કોઈનું ધ્યાન ખેંચ્યુ હતુ. આ બધા વચ્ચે કેમેરામેને પણ તે કપલને કેદ કર્યા હતા. ત્યારે તે યુવતીએ પ્રપોઝલને હા પાડતા, ત્યાં હાજર બધાએ જ તાડીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.

2. 2020માં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં જ પ્રપોઝ કર્યું હતું

2020માં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં જ ભારત અને ઓસ્ટ્રેલિયાની બીજી વન-ડે મેચ વખતે પણ એક વ્યક્તિ તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માટે ઘૂંટણિયે પડી ગયો હતો. SCG ખાતે હાજર 25,000 લોકોએ આ ક્ષણને જોઈ અને યુગલને બિરદાવ્યા હતા.

3. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર અને CSKના દીપક ચહરે પણ દુબઈમાં પ્રપોઝ કર્યું હતું

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર અને CSKના મુખ્ય ખેલાડી એવા દીપક ચહરે પણ 2021માં IPLના બીજા ફેઝમાં તેની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજને દુબઈના સ્ટેડિયમમાં પ્રપોઝ કર્યું હતું. તેણે પંજાબ કિંગ્સ સામેની મેચ પૂરી થયા પછી સ્ટેન્ડ્સમાં જઈને પ્રપોઝ કર્યું હતું.

4. ગુજરાતી મૂળના ખેલાડી એવા કિંચિત શાહે એશિયા કપમાં પ્રપોઝ કર્યું

ગુજરાતી મૂળના ખેલાડી અને હોંગકોંગની ટીમ તરફથી રમતા કિંચિત શાહે પણ દુબઈના સ્ટેડિયમમાં તેની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. એશિયા કપ-2022માં ભારત સામેની મેચ પૂરી થયા પછી તેણે પોતાની ગર્લફ્રેન્ડને સ્ટેન્ડ્સમાં જઈને પ્રપોઝ કર્યું હતું.