મહિલા ક્રિકેટ:ભારતીય મહિલા ટીમ ક્રિકેટમાં પિન્ક બોલ ટેસ્ટ રમનાર ત્રીજી ટીમ બનશે

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ભારતીય મહિલા ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ડે-નાઇટ ટેસ્ટ રમશે
  • પુરૂષ ક્રિકેટમાં ભારત પહેલા 8 ટીમો એ પિન્ક બોલ ટેસ્ટ રમી છે

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સપ્ટેમ્બરમાં 3 વન-ડે, 1 ટેસ્ટ અને 3 ટી20 મેચ ની સીરિઝ માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. 20 સપ્ટેમ્બરથી પર્થમાં રમાનાર ટેસ્ટ ડે-નાઇટ રમાશે અને પિન્ક બોલથી રમાશે. આ પહેલીવાર હશે જ્યારે ભારતીય મહિલા ટીમ ડે-નાઇટ ટેસ્ટ રમશે. આ મહિલા ક્રિકેટમાં માત્ર બીજી પિન્ક બોલ ટેસ્ટ હશે. પહેલી ટેસ્ટ 2017 માં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની વચ્ચે રમાઈ હતી. મહિલા ક્રિકેટમાં ભારત ડે-નાઇટ ટેસ્ટ રમનાર ત્રીજો દેશ બનશે. તો પુરુષ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, વેસ્ટ ઇન્ડિઝ, દ.આફ્રિકા, શ્રીલંકા, ઇંગ્લેન્ડ અને ઝિમ્બાબ્વે બાદ ભારતે ડે-નાઇટ ટેસ્ટ રમી હતી. 2019માં ભારત-બાંગ્લાદેશ મેચ પહેલા 11 ડે-નાઇટ ટેસ્ટ રમાઈ ચુકી હતી. વાકાના મેદાન પર પહેલીવાર ડે-નાઇટ ટેસ્ટ રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ વચ્ચે 15 વર્ષ બાદ ટેસ્ટ રમાશે.

વન-ડે સીરિઝથી પ્રવાસની શરૂઆત થશે
19 સપ્ટેમ્બરથી વન-ડેની સાથે ભારતના ઓસ્ટ્રેલિયાના પ્રવાસની શરૂઆત થશે. 3 મેચની સિરીઝની બાકીની બંને વન-ડે મેલબર્નના જંક્શન ઓવલમાં રમાશે. અત્યાર સુધી બંને ટીમો વચ્ચે 46 વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ 37 અને ભારતે 9 વન-ડે જીતી છે. 7 ઓક્ટોબરથી ટી20 સિરીઝની શરૂઆત થશે. ઓસ્ટ્રેલિયા ટી20 વર્લ્ડ ચેમ્પિયન છે. ગત વર્ષે ફાઇનલમાં ભારતને જ હરાવીને ટાઇટલ જીત્યું હતું. ટીમ વન-ડેમાં સતત 24 મેચ જીતી ચુકી છે.

અન્ય સમાચારો પણ છે...