ફ્રીડમ સિરીઝ:ભારતીય ટીમે નિર્ણાયક મેચ અગાઉ પ્રેક્ટિસ શરૂ કરી, કોહલી પણ જોડાયો

કેપટાઉન10 દિવસ પહેલા
  • કૉપી લિંક

દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચેની ટેસ્ટ સિરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ મંગળવારથી કેપટાઉનમાં રમાશે. આ મેચ માટે ભારતીય ટીમ આકરી પ્રેક્ટિસ કરી રહી છે. રવિવારે ટીમનો કેપ્ટન વિરાટ કોહલી પણ પ્રેક્ટિસ સેશનમાં જોડાયો હતો. તે પીઠની સમસ્યાને કારણે બીજી ટેસ્ટમાં રમી શક્યો નહોતો.

આશા છે કે, તે નિર્ણાયક મેચમાં રમશે. ભારતીય ટીમે બીજી મેચમાં 240 રનનો લક્ષ્યાંક આપ્યા બાદ પણ 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. હાલ 3 મેચની સિરીઝ 1-1ની બરાબરીએ છે. ભારતીય ટીમે અત્યાર સુધી દ.આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ જીતી નથી.

અન્ય સમાચારો પણ છે...