તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • The Indian Team Did Not Even Get Basic Facilities In The Hotel, BCCI Said Room Service Was Not Provided.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્રિસ્બેનમાં ટીમ ઈન્ડિયાને દગો:ભારતીય ટીમને હોટલમાં બેઝિક સુવિધાઓ પણ ન મળી, BCCIએ કહ્યું- રૂમ સર્વિસ પણ ન આપવામાં આવી

સિડની8 દિવસ પહેલા
  • કૉપી લિંક
બ્રિસબેન પહોંચેલી ભારતીય ટીમ પર નજર રાખવામાં આવી રહી છે. ટીમને હોટલથી ગાબાના મેદાન સુધી જવાની મંજૂરી - Divya Bhaskar
બ્રિસબેન પહોંચેલી ભારતીય ટીમ પર નજર રાખવામાં આવી રહી છે. ટીમને હોટલથી ગાબાના મેદાન સુધી જવાની મંજૂરી

સિડની ટેસ્ટમાં રંગભેદની ટિપ્પણીનો સામનો કરનારી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને હવે નવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ચોથી ટેસ્ટ રમવા માટે બ્રિસ્બેન પહોંચેલી ઈન્ડિયન ટીમ જે હોટલમાં રોકાઈ છે ત્યાં બેઝિક સુવિધાઓ પણ ન આપવામાં આવી.

BCCIના એક સૂત્રએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે જ્યારે ભારતીય ટીમ બ્રિસ્બેનની હોટલમાં પહોંચી તો ત્યાં રૂમ સર્વિસ અને હાઉસ કીપિંગ જેવી સુવિધાઓ ન હતી. જિમ પણ ઘણું જ સામાન્ય હતું, જે ઈન્ટરનેશનલ માપદંડને પૂરા કરવામાં અસમર્થ હતું. હોટલમાં ખેલાડીઓને સ્વિમિંગ પૂલના ઉપયોગની પણ મંજૂરી નથી. સૂત્રએ કહ્યું કે ચેકઈન દરમિયાન અમને જેવો વાયદો કરવામાં આવ્યો હતો, તેવી સુવિધાઓ અમને ન મળી.

સૂત્રએ જણાવ્યું કે, 'જ્યારે ટીમે હોટલ મેનેજમેન્ટને ફરિયાદ કરી કે વ્યવસ્થાઓ યોગ્ય નથી તો તેઓને જવાબ મળ્યો કે આ નિયમ ભારતીય અને ઓસ્ટ્રેલિયા ટીમ, એમ બંનેને લાગુ પડે છે. કોઈ એક ટીમ નથી, જેના પર કોરોન્ટિનના કડક નિયમ લાગુ કરવામાં આવ્યા છે.'

ગાંગુલી અને જય શાહની દરમિયાગીરી પછી સુવિધાઓનો વાયદો
આ વાતની ફરિયાદ BCCIના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી, સેક્રેટરી જય શાહ અને CEO હેમંગ અમીનને કરવામાં આવી છે. આ મુદ્દે ભારતીય ક્રિકેટ બોર્ડે ઓસ્ટ્રેલિયાના બોર્ડના અધિકારીઓ સાથે વાત કરી છે. જે બાદ ભારતીય ટીમને ક્વીન્સલેન્ડની રાજધાની બ્રિસ્બેનમાં યોગ્ય સુવિધાઓનો વિશ્વાસ અપાવવામાં આવ્યો છે. ભારતીય ટીમને પણ લાગી રહ્યું છે કે ગાંગુલી અને જય શાહની દરમિયાનગીરી બાદ સુવિધામાં સુધારો થશે.

ક્વોરન્ટીનના કડક નિયમોને લઈને BCCI અને ક્વીન્સલેન્ડ વચ્ચે માથાકૂટ થઈ હતી
BCCIએ ક્વીન્સલેન્ડ સરકારને કહ્યું હતું કે બ્રિસબેનમાં ભારતીય ખેલાડીઓને કડક ક્વોરન્ટીનના નિયમોમાં થોડી છૂટછાટ આપવામાં આવે. ક્વીન્સલેન્ડ સરકારને BCCIએ આ મુદ્દે પત્ર પણ લખ્યો હતો. જે બાદ ક્વીન્સલેન્ડ સરકારે કહ્યું હતું કે ભારતીય ખેલાડીઓને બ્રિસ્બેનમાં ક્વોરન્ટીનના કડક નિયમોનું પાલન કરવું જ પડશે.

ત્યાંના સ્વાસ્થ્ય વિભાગે કહ્યું હતું કે જો બ્રિસ્બેનમાં ટેસ્ટ રમાય છે, તો ટીમ ઈન્ડિયાના પ્લેયર્સે માત્ર ટ્રેનિંગ અને રમવાની જ મંજૂરી આપવામાં આવશે. બાકીનો સમય તેઓએ પોતાની હોટલના રૂમમાં જ પસાર કરવો પડશે. જો કે BCCIએ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો, ત્યારે ઓસ્ટ્રેલિયાએ કહ્યું હતું કે ભારતીય દળને એક ટીમ રૂમ પણ આપવામાં આવશે, જ્યાં ખેલાડીઓ એક બીજા સાથે મુલાકાત કરી શકે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser