તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • The Indian Cricketers Association Is Preparing To Join FICA, But The Big Players Get Money From The Board So Why Would It Come To Us? : Malhotra

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ઈન્ટરવ્યૂ:ઈન્ડિયન ક્રિકેટર્સ એસોસિયેશન ફિકા સાથે જોડાવાની તૈયારી કરી રહ્યું છે, પણ મોટા ખેલાડીઓને બોર્ડ પાસેથી પૈસા મળે છે એટલે તે અમારી પાસે કેમ આવશે? : મલ્હોત્રા

મુંબઈ4 મહિનો પહેલાલેખક: ચંદ્રેશ નારાયણન
  • કૉપી લિંક
  • ટેસ્ટ પ્લેઈંગ દેશોમાં ફક્ત ભારત, પાક. અને ઝિમ્બાબ્વે જ ઈન્ટરનેશનલ ક્રિકેટ એસોસિયેશન(ફિકા)ના સભ્ય નથી
  • આઇસીએના 2000 સભ્ય પણ સચિન અને ગાવસ્કર અત્યાર સુધી નથી જોડાયા

ઈન્ડિયન ક્રિકેટર્સ એસોસિયેશન(આઈસીએ) ઓક્ટોબર 2019માં અસ્તિત્ત્વમાં આવ્યું. આઈસીએએ હવે ક્રિકેટર્સની વર્લ્ડ બોડી ફેડરેશન ઓફ ઈન્ટરનેશનલ ક્રિકેટર્સ એસોસિયેશન(ફિકા)ના સભ્ય બનાવાના પ્રયાસો ઝડપી બનાવ્યા છે. આઈસીએના અધ્યક્ષ અશોક મલ્હોત્રાએ ફિકાના અધ્યક્ષ અને ઈંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન વિક્રમ સોલંકીનો સંપર્ક કર્યો પણ તેમણે પછી આવવા કહ્યું.

મલ્હોત્રાએ કહ્યું કે અમે ફિકામાં સામેલ થવા પ્રયાસ કરી રહ્યા છીએ. મેં સોલંકી સાથે વાત કરી છે પણ તેમણે કહ્યું કે જો તમે વર્તમાન ખેલાડીઓ સાથે વાતચીત નથી કરી રહ્યા તો તમારું સામેલ થવું મુશ્કેલ છે. ટેસ્ટ રમનારા દેશોની વાત કરીએ તો ફક્ત ભારત, પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે જ ફિકાના સભ્ય નથી.

સુપ્રીમકોર્ટ તરફથી રચાયેલી લોઢા સમિતિની ભલામણો બાદ આઈસીએની રચના કરાઈ હતી. પૂર્વ ખેલાડીઓની મદદ માટે તેની રચના કરાઈ છે. જોકે એસોસિયેશનના મેમોરેન્ડમાં સ્પષ્ટરૂપે લખાયું છે કે આઈસીએ વર્તમાન ખેલાડીઓ માટે પણ કામ કરશે. તેના વિશે મલ્હોત્રાએ કહ્યું કે તેના માટે અાપણે કામમાં મોટા ફેરફાર કરવા પડશે. ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે જો કાલ હું કોહલી પાસે જઇશ અને તેને કહીશ કે હું તારી જગ્યાએ વાત કરીશ તો તેના માટે તે તૈયાર નહીં થાય કેમ કે તે બીસીસીઆઈ સાથે સીધી વાત કરે છે.

વર્તમાન સમયમાં આઈસીએના 2000 પૂર્વ મહિલા અને પુરુષ ખેલાડી સભ્ય છે પણ અનેક પૂર્વ મોટા ખેલાડી જેમ કે સુનીલ ગાવસ્કર, દિલીપ વેંગસકર અને સચિન તેન્ડુલકર અત્યાર સુધી આઈસીએ સાથે નથી જોડાયા. આ રસપ્રદ છે કે 1970, 1980 અને 2002માં પ્લેયર્સ એસોસિયેશનને બનાવવા માટે આ ખેલાડીઓ તરફથી પણ પ્રયાસ કરાયા હતા.

મલ્હોત્રાએ કહ્યું કે પહેલાંનાં પ્લેયર્સ એસોસિયેશન મોટા લોકોનાં હતાં. તે મોટા ખેલાડીઓ દ્વારા શરૂ કરાયાં હતાં. કપિલ, ગાવસ્કરે પણ આવું કર્યુ. તે સમયે અમેરિકાના પ્રવાસ, પગારવધારો, કોન્ટ્રાક્ટ વધારવા, મોડલિંગની મંજૂરી જેવી માગો સામેલ હતી. એક માગને ભૂલાવી દેવાઈ હતી તે હતી ઘરેલુ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર તેનો હિસ્સો નહોતા.

મલ્હોત્રાએ કહ્યું કે પહેલાં ખેલાડી નિર્ણય લેનારી સંસ્થાના સભ્ય નહોતા પણ હવે દરેક એસોસિયેશનમાં આઈસીએના બે સભ્ય છે. તમે એક દિવસમાં બધું બદલી ના શકો. બીસીસીઆઈની એપેક્સ કાઉન્સિલમાં પૂર્વ ભારતીય ઓપનર અંશુમન ગાયકવાડ અને પૂર્વ મહિલા ક્રિકેટર શાંતા રંગાસ્વામીને આઈસીએ તરફથી સામેલ કરાયાં છે. જોકે ગત દિવસોમાં ગાયકવાડે બીસીસીઆઈને એક લખેલો પત્ર લીક થયો હતો જેમાં તેમણે બોર્ડ તરફથી આઈસીએની માગને પૂર્ણ ન કરવાની વાત કહી હતી પણ તેના પર મલ્હોત્રા હજુ પણ પોઝિટિવ છે.

બીસીસીઆઈએ આઈસીએના સવાલોનો જવાબ ધીમી ગતિએ આપ્યો છે પણ મલ્હોત્રાએ કહ્યું કે તે સંવેદનશીલ છે. ભવિષ્ય અંગે મલ્હોત્રાએ કહ્યું કે મને આશા છે કે આઈસીએ વર્તમાન ક્રિકેટરો સાથે જોડાઈ જશે. અમે બીસીસીઆઈની મંજૂરી સાથે પોતાના બંધારણને બદલવું પડી શકે તેમ છે. અમને વર્તમાન ક્રિકેટરોનો પગાર, કોન્ટ્રાક્ટ પર કામ કરવાની આશા છે. હું ઈચ્છીશ કે આઈસીએ દુનિયાના કોઈ પણ ક્રિકેટર્સ એસોસિયેશનની સમાન હોય.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો