• Gujarati News
  • Sports
  • Cricket
  • The Indian Cricket Team Will Now Play Abroad, Not At Home, Find Out About The Schedule For The Next 6 Months

કર હર મેદાન ફતેહ...:ઘરઆંગણે નહીં હવે વિદેશમાં ભારતીય ક્રિકેટ ટીમ રમશે, આગામી 6 મહિનાના શેડ્યૂલ વિશે જાણો

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

દ.આફ્રિકા વિરૂદ્ધ પાંચ મેચની T20 સિરીઝ 2-2 પર ડ્રો થઈ ગઈ છે. હવે ત્યારપછી ટીમ ઈન્ડિયાના મોટાભાગના પ્લેયર્સ પાસે આરામ કરવાનો સમય પણ મળશે નહીં. કારણ કે આગામી 6 મહિનામાં ભારતીય ટીમ વિદેશમાં પોતાનો ડંકો વગાડશે. T20 વર્લ્ડ કપ સુધી ભારતે બેક ટુ બેક મેચ વિદેશમાં રમવાની છે. જેના માટે રાહુલ દ્રવિડે પોતાની આર્મી તૈયાર કરી રાખી છે.

આયરલેન્ડ વિરૂદ્ધ 2 મેચ
સૌથી પહેલાં ભારતે આયરલેન્ડ વિરૂદ્ધ 2 T20 મેચ રમવાની છે. જેની પહેલી મેચ 26 જૂન અને બીજી મેચ 28 જૂને રમાશે. આ સિરીઝ માટે ભારતે હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવ્યો છે કારણ કે સીનિયર ખેલાડી ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ મેચની તૈયારીમાં વ્યસ્ત જોવા મળશે.

ભારતનો આયરલેન્ડ પ્રવાસ

  • 26 જૂન પહેલી T20 ડબલિન
  • 28 જૂન બીજી T20 ડબલિન

ઇંગ્લેન્ડ વિરૂદ્ધ કુલ 7 મેચ
ટીમ ઈન્ડિયા 1-5 જુલાઈ સુધી ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પાંચમી ટેસ્ટ મેચ રમશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કોવિડ-19ના કારણે પાંચ મેચની સિરીઝની છેલ્લી મેચ આયોજિત થઈ શકી નહોતી. ટેસ્ટ મેચ પછી ભારતને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 3 T20 અને ત્રણ મેચની વનડે સિરીઝ પણ રમાશે, ભારતના ઇંગ્લેન્ડ ટૂરની સમાપ્તિ 17 જુલાઈએ થશે.

ઈન્ડિયા ટૂર ઓફ ઇંગ્લેન્ડનું શિડ્યૂલ

  • 24-27 જૂન વોર્મ-અપ મેચ V/S લિસ્સેસ્ટરશાયર
  • 1-5 જુલાઈ પાંચમી ટેસ્ટ મેચ, એજબેસ્ટન
  • 1 જુલાઈ T20 વોર્મ અપ મેચ V/S ડર્બીશાયર
  • 3 જુલાઈ T20 વોર્મ અપ મેચ V/S નોર્થમ્પટનશાયર
  • 7 જુલાઈ પહેલી T20, ધ એજિસ બાઉલ
  • 9 જુલાઈ બીજી T20, એજબેસ્ટન
  • 10 જુલાઈ ત્રીજી T20, ટ્રેન્ટ બ્રિજ
  • 12 જુલાઈ પહેલી વનડે, ધ ઓવલ
  • 14 જુલાઈ બીજી વનડે, લોર્ડ્સ
  • 17 જુલાઈ ત્રીજી વનડે, ઓલ્ડ ટ્રેફર્ડ

વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ
ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટૂર સમાપ્ત થયા પછી ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર જશે, જ્યાં તે ત્રણ વનડે અને 5 T20 મેચ રમશે. ખાસ વાત એ છે કે T20 સિરીઝની છેલ્લી 2 મેચ અમેરિકામાં રમાશે. વેસ્ટ ઈન્ડિઝ આ ટૂર 22 જુલાઈથી શરૂ થશે અને છેલ્લી મેચ 7 ઓગસ્ટે રમાશે.

ઈન્ડિયા ટૂર ઓફ વેસ્ટ ઈન્ડિઝ શિડ્યૂલ

  • 22 જુલાઈ પહેલી વનડે, પોર્ટ ઓફ સ્પેન
  • 24 જુલાઈ બીજી વનડે, પોર્ટ ઓફ સ્પેન
  • 27 જુલાઈ ત્રીજી વનડે, પોર્ટ ઓફ સ્પેન
  • 29 જુલાઈ પહેલી T20, પોર્ટ ઓફ સ્પેન
  • 1 ઓગસ્ટ બીજી T20, સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ
  • 2 ઓગસ્ટ ત્રીજી T20, સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ
  • 6 ઓગસ્ટ ચોથી T20, ફ્લોરિડા
  • 7 ઓગસ્ટ પાંચમી T20, ફ્લોરિડા

એશિયા કપનું આયોજન થશે
વેસ્ટ ઈન્ડિઝ ટૂર પછી ભારતીય ટીમ એશિયા કપમાં ભાગ લેશે, જ્યાં તે પાકિસ્તાનનો સામનો કરશે. આ ટૂર્નામેન્ટ 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર વચ્ચે રમાશે. આ વખતે એશિયા કપને શ્રીલંકા હોસ્ટ કરશે. જોકે અત્યારે એશિયા કપ અંગે સ્થિતિ સ્પષ્ટ થઈ શકી નથી.

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 3 T20 મેચ
એશિયા કપની સમાપ્તિ પછી ભારતીય ટીમ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે મેચ રમશે. આ દરમિયાન 3 T20 મેચનું આયોજન કરાયું છે. અત્યારસુધી આ સિરીઝની તારીખ સામે આવી નથી, પરંતુ આને T20 વર્લ્ડ કપ પહેલાં આયોજિત કરી શકાય એવી સંભાવના છે.

ત્યારપછી શરૂ થશે મિશન વર્લ્ડ કપ
ભારતીય ટીમ આ તમામ પડાવ પાર કર્યા પછી T20 વર્લ્ડ કપની પરીક્ષા આપશે. આ ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં આયોજિત થશે. ટીમ ઈન્ડિયા 23 ઓક્ટોબરથી પાકિસ્તાન સાથે મેચ રમી પોતાની ટૂર્નામેન્ટની શરૂઆત કરશે. જેના પર ઈન્ડિયન ફેન્સની નજર રહેશે. ભારતીય ટીમ પાકિસ્તાન વિરૂદ્ધ છેલ્લી હારનો સ્વાદ ભૂલવા માટે મેદાનમાં ઉતરશે.

અન્ય સમાચારો પણ છે...