તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • The Indian Captain Said This Is Not Just A Team, It Is A Family; There Was A Report Of A Change In The Team Before The England Series

WTC ફાઇનલ હાર્યા બાદ વિરાટનો મેસેજ:ભારતીય કેપ્ટને કહ્યું- આ માત્ર એક ટીમ જ નહીં, પરિવાર છે; ઇંગ્લેન્ડ સિરીઝની પહેલાં ટીમમાં બદલાવનો આવ્યો હતો રિપોર્ટ

સાઉથેમ્પ્ટન3 મહિનો પહેલા
  • વિરાટ કોહલીએ ટીમ માટે એક પોઝિટિવ મેસેજ આપ્યો

ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડના હાથે 8 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. આ હાર બાદ પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન સેરેમનીમાં ભારતીય ખેલાડીઓના ચહેરા ઊતરી ગયેલા હતા, પણ વિરાટ કોહલીએ ટીમ માટે એક પોઝિટિવ મેસેજ આપ્યો છે. તેણે કહ્યું હતું કે આ માત્ર ટીમ જ નથી, પણ પરિવાર છે. તેની સાથે ઘણી લાગણીઓ જોડાયેલી છે. અમે સાથે આગળ વધીએ છીએ.

ખરેખર, આ પોસ્ટથી વિરાટે એ મીડિયા રિપોર્ટ્સને નકારી દીધો છે, જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે ઈંગ્લેન્ડ સિરીઝ માટે ટીમમાં બદલાવ કરવામાં આવી શકે છે. ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સિરીઝની શરૂઆત 4 ઓગસ્ટથી થઈ રહી છે.

પરાજય બાદ ઘણા નિરાશ હતા ટીમના દરેક ખેલાડી
ફાઇનલ હાર્યા બાદ રોહિત શર્મા, રિષભ પાંત, શુભમન ગિલ અને રવિચંદ્રન અશ્વિન સહિત આખી ટીમ નિરાશ જોવા મળી હતી. ઈંગ્લેન્ડ સામે મહત્ત્વની સિરીઝ પહેલાં ટીમનું મનોબળ ભાંગી પડવું ટીમ માટે યોગ્ય નથી. એવામાં ટીમને ઈંગ્લેન્ડ જેવી ભારે ટીમ સામે સિરીઝ માટે તૈયાર કરવામાં વિરાટની મહત્ત્વની ભૂમિકા છે અને એ આ ભૂમિકા ખૂબ જ સારી રીતે નિભાવી રહ્યો છે.

2023માં રમાશે આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ
આગામી WTC ફાઇનલ 2023માં યોજવાની છે. એ પહેલાં ટીમ ઈન્ડિયા માટે દરેક સિરીઝમાં સારું પર્ફોર્મન્સ મહત્ત્વનું છે. ટીમે ઈંગ્લેન્ડ સામે સિરીઝથી નવી જ શરૂઆત કરવી પડશે. વિરાટે પોતાની પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે ટીમ હવે ફાઇનલની હારની ઉદાસીમાંથી બહાર આવી રહી છે અને તે હંમેશાં પોતાના ખેલાડીઓની સાથે જ છે.

પરાજય બાદ નિરાશ પાંત, રોહિત, શુભમન, રહાણે, વિહારી અને જાડેજા.
પરાજય બાદ નિરાશ પાંત, રોહિત, શુભમન, રહાણે, વિહારી અને જાડેજા.

સિનિયર ખેલાડીના પ્રદર્શનથી નારાજ હતો વિરાટ
આ પહેલાં રિપોર્ટ આવ્યો હતો કે વિરાટ ટીમના સિનિયર ખેલાડીઓના પ્રદર્શનથી નારાજ છે. તેણે મેચ બાદ કહ્યું હતું કે કેટલાક ખેલાડીઓમાં રન બનાવવાની ક્ષમતા નથી દેખાઈ. જોકે વિરાટે કોઈનું નામ આપ્યું ન હતું, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે તે ચેતેશ્વર પૂજારાના પ્રદર્શનથી ઉદાસ છે.

ટેસ્ટ ટીમમાં પોઝિટિવ લોકોને લાવવાની જરૂર
કોહલીએ કહ્યું હતું- ટીમમાં યોગ્ય લોકોને લાવવાની જરૂર છે, જેઓ પોઝિટિવ થઈને ચાલે. આપણે એક વર્ષ સુધી રાહ જોઈ શકીએ નહીં. આપણે આ બાબતે ચર્ચા કરવાની જરૂર છે. આપણે નવા પ્રકારથી જ આ બાબતે પ્લાન બનાવવો પડશે. તમે જો અમારી વન-ડે અને ટી-20 ટીમને જોશો તો ખબર પડશે કે અમારી પાસે ખેલાડીઓ આત્મવિશ્વાસથી ભરેલા છે. ટેસ્ટ ક્રિકેટમાં પણ આવી જ જરૂર છે.

બેસ્ટ ઓફ 3માંથી બેસ્ટ ટીમની પસંદગી કરાઇ
WTC ફાઇનલ બાદ કોહલીએ કહ્યું હતું કે ન્યૂઝીલેન્ડ ટીમ વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે યોગ્ય છે, પરંતુ તેઓ ઈચ્છે છે કે ભવિષ્યમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં વિજેતાનો નિર્ણય બેસ્ટ ઓફ 3માંથી થવો જોઈએ. માત્ર બે દિવસના દબાણના આધાર પર બેસ્ટ ટીમ કોણ છે એનો નિર્ણય થઈ શકે નહીં.

ભારતીય ખેલાડીઓને જો કે 20 દિવસનો બ્રેક આપવામાં આવ્યો છે. ત્યાર બાદ 14-15 જુલાઈએ તમામ ખેલાડી લંડનમાં ભેગા થશે અને બાદમાં ક્વોરન્ટીન રહેશે.

અન્ય સમાચારો પણ છે...