તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારતે બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવીને 4 ટેસ્ટ સિરીઝને 1-1થી બરાબર કરી લીધી. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ જીત બાદ સ્પિનર અક્ષર પટેલના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે ડાબોડી બોલર માટે આ મહત્વની ક્ષણ છે. જો તેને ઇજા ન પહોંચી હોત, તો તે પહેલી ટેસ્ટમાં પણ રમત.
કોહલીએ કહ્યું હતું કે અક્ષરને જો આ પ્રકારની પિચ મળે, તો તે કહેર વરસાવી શકે છે. તેમની પાસે હજી પણ 2 મહત્વપૂર્ણ મેચ છે. કોહલીની સાથે ક ઋષભ પંતને પણ હાલની ટીમનો મહત્વનો ખેલાડી જણાવ્યો. તેમણે કહ્યું હતું કે પંતે પિચ પર ટર્ન ઉપરાંત શાનદાર વિકેટકીપિંગ કરી.
પંતે વિકેટકીપર તરીકે પોતાને ઇમ્પ્રૂવ કર્યો
કોહલીએ કહ્યું, 'પંતે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન સખત મહેનત કરી હતી. જ્યારે તેઓ ગ્લોવ્સ સાથે મેદાનમાં ઉતરે છે, ત્યારે તેમનો અભિગમ જુદો જ હોય છે. તેમણે પોતાના પર સખત મહેનત કરી. અમે ઇચ્છીએ છીએ કે તે વિકેટકીપર તરીકે પોતાને પોતાને ઇમ્પ્રૂવ કરતો રહે.
દર્શકોના આવવાથી ભારતીય ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધ્યો
કોહલીએ કહ્યું કે, 'પ્રથમ ટેસ્ટમાં દર્શકોની સાથે રામણવું ખુબ જ ખરાબ હતું. પ્રથમ ટેસ્ટના પ્રથમ બે દિવસ અમારામાં બિલકુલ પણ ઉર્જા બચી જ ન હતી. આ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં અમે મોમેંટમ ગેમ કરવાનું શરૂ કર્યું. અમારા બોડી લેન્ગ્વેજમાં બદલાવ આવ્યો. દર્શકોના આવવાથી અમને આત્મ વિશ્વાસ વધ્યો.
ચેન્નઈના દર્શકો સમજદાર, પોતાની ભૂમિકાને સમજે છે
કોહલીએ દર્શકોના વખાણ કરતાં કહ્યું કે ચેન્નઈના દર્શકો ઘણાં જ સમજદાર છે. તેઓ પોતાની ભૂમિકા સનાજે છે. ટેસ્ટ દરમિયાન એક એવી ક્ષણ પણ આવે છે,જ્યારે બોલરને સપોર્ટની જરૂર પડે છે. મારો રોલ તે છે કે હું ફેન્સને મેચથી જોડીને રાખું. ખરેખર, કોહલી પ્રથમ ઈનિંગ્સ દરમિયાન મેદાન પર દર્શકોને મોતીવેટ કરતાં જોવા મળ્યા હતા. જેનો વીડિયો ખૂબ જ વાઇરલ થયો છે.
Kohli asks Crowd "Whistle Podu" @ChennaiIPL buy him in the mega auction you dumb fuck pic.twitter.com/vkoKxmhTYH
— Adithya (@rayhtida) February 14, 2021
બેટ્સમેનોને ભૂલ કરવા માટે મજબૂર કર્યા
મેચ બાદ અક્ષર પટેલે કહ્યું કે દેબ્યું ટેસ્ટમાં 5 વિકેટ લેવી સ્પેશિયલ છે. પિચ પર ખૂબ જ ટર્ન હતો. હું બોલિંગ સ્પીડમાં વેરીએશન લાવી રહ્યો હતો અને બેટ્સમેનોને ભૂલ કરવા પર મજબૂર કરી રહ્યો હતો. જ્યારે, રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવે કહ્યું હતું કે મારો રોલ રનને રોકવાનો હતો. અમે આ સિરીઝ માટે ઓસ્ટ્રેલીયા ટુરથી જ પ્લાનિંગ કરી રહ્યા હતા. છેલ્લા 2 વર્ષમાં કૈકેટ નહીં રમવું ચેલેંજિંગ હતું.
24 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે ડે-નાઈટ ટેસ્ટ
કુલદીપે કહ્યું કે પહેલી ટેસ્ટ હાર્યા બાદ અમારા પર દબાણ ન હતું. ઓસ્ટ્રેલિયા સામે 2017માં અમારી ડેબ્યું સિરીઝમાં અમે આ જ પરિસ્થિતિમાં હતા, પણ અમે વાપસી કરી ન હતી. મને ખબર હતી કે અમે વાપસી કરીશું. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગામી 2 ટેસ્ટ મેચ અમદાવાદના મોટેરામાં રમાશે. 24 ફેબ્રુઆરીથી ત્રીજી ટેસ્ટ રમવામાં આવશે આ એક ડે-નાઇટ ટેસ્ટ હશે. જ્યારે, ચોથી ટેસ્ટ 4 માર્ચથી શરૂ થશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.