તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટુઅર્ટ બિન્નીની નિવૃત્તિ:આ ભારતીય બોલરે માત્ર ચાર રન આપીને ઝડપી હતી છ વિકેટ, હવે ક્રિકેટને કહ્યું અલવિદા

નવી દિલ્હી18 દિવસ પહેલા
  • સ્ટુઅર્ટ બિન્નીએ તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી
  • ભારત માટે તેણે 6 ટેસ્ટ, 14 વનડે અને 3 T20 મેચ રમી છે

ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી સ્ટુઅર્ટ બિન્નીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. બિન્નીએ પોતાની કારકિર્દીમાં ટીમ ઇન્ડિયા માટે 6 ટેસ્ટ, 14 વનડે અને ત્રણ ટી 20 મેચ રમી હતી. બિન્ની 2015ના વર્લ્ડ કપમાં પણ ભારતીય ટીમનો ભાગ રહ્યો હતો. તેણે ભારત માટે છેલ્લી મેચ 2016માં વેસ્ટ ઇન્ડીઝ સામે રમી હતી અને ત્યાર પછીથી તે ટીમમાંથી બહાર ચાલી રહ્યો હતો.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ
ભારતીય ઓલરાઉન્ડર સ્ટુઅર્ટ બિન્નીએ તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ભારત માટે છ ટેસ્ટ, 14 વનડે અને ત્રણ ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર બિન્ની લાંબા સમયથી ભારતીય ટીમની બહાર ચાલી રહ્યો હતો. તેણે પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ (T20) 27 ઓગસ્ટ 2016ના રોજ વેસ્ટ ઈન્ડીઝ સામે રમી હતી. બિન્નીએ નિવેદનમાં કહ્યું, 'હું તમને જણાવવા માગું છું કે મેં ફર્સ્ટ ક્લાસ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે 'આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરવાથી મને ખૂબ આનંદ થયો અને મને એના પર ગર્વ છે. ' બિન્નીએ ભારતીય ક્રિકેટ બોર્ડ, વિવિધ ટીમો, સાથી ખેલાડીઓ અને કોચનો પણ આભાર વ્યક્ત કર્યો હતો, જેમણે તેને એક ખેલાડી તરીકે આગળ વધવામાં મદદ કરી હતી.

2014માં ન્યૂઝીલેન્ડ સામે વનડે મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરનાર બિન્નીએ ભારત માટે 6 ટેસ્ટ, 14 વનડે અને 3 ટી 20 મેચ મેચ રમી હતી. વનડે ક્રિકેટમાં ભારત માટે સર્વશ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ બિન્ની ધરાવે છે.

બિન્નીએ અનિલ કુંબલેનો રેકોર્ડ તોડ્યો હતો
ભારત માટે વનડેમાં શ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ હજુ પણ બિન્નીના નામે છે. તેણે 2014માં ઢાકામાં રમાયેલી વન-ડે મેચમાં બાંગ્લાદેશ સામે માત્ર 4 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. તેણે 1993માં વેસ્ટ ઇન્ડીઝ સામે 12 રન આપીને 6 વિકેટ લેનાર અનિલ કુંબલેનો રેકોર્ડ તોડ્યો હતો. બિન્નીના નામે ટેસ્ટ ક્રિકેટમાં 194 રન અને ત્રણ વિકેટ નોંધાઈ છે. આ સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેણે 230 રન અને 20 વિકેટ લીધી છે, જ્યારે ત્રણ ટી-20માં બિન્નીના નામે 35 રન અને એક વિકેટ છે. જ્યારે બિન્નીએ 95 ફર્સ્ટ સિરિઝ મેચોમાં 4796 રન બનાવ્યા છે. આ સિવાય 148 વિકેટ પણ ઝડપી છે. 100 લિસ્ટ A મેચમાં 1788 રન બનાવવાની સાથે તેણે 99 વિકેટ પણ લીધી છે.

2014માં બિન્નીએ બાંગ્લાદેશ સામે 4 રનમાં 6 વિકેટ લીધી હતી. આજ સુધી કોઈ ભારતીય બોલર તેનો રેકોર્ડ તોડી શક્યો નથી. ટેસ્ટ ક્રિકેટમાં સ્ટુઅર્ટ બિન્નીનું નામે 194 રન અને 3 વિકેટ, વનડેમાં 230 રન અને 20 વિકેટ, ટી-20માં 35 રન અને 1 વિકેટ છે.

અન્ય સમાચારો પણ છે...