તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ICC અને BCCIમાં વધી ટક્કર:વર્લ્ડ કપ જેવી ટૂર્નામેન્ટના આયોજન માટે હરાજી સિસ્ટમની વિરુદ્ધ છે ભારતીય બોર્ડ

નવી દિલ્હી5 મહિનો પહેલા
બે વાર હાર્ટ એટેક આવ્યા બાદ સૌરવ ગાંગુલી ફરી કામ પર પરત ફર્યા.
  • BCCI ઈચ્છે છે કે, ટૂર્નામેન્ટ્સની યજમાની પહેલાની જેમ રોટેશન પોલિસી પ્રમાણે જ થાય

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્ડિયા (BCCI) અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) વચ્ચે ફરી એકવાર ટક્કર થઈ છે. ICC 2023થી 2031 સુધી વર્લ્ડ કપ સહિત પોતાની બધી ટૂર્નામેન્ટ્સની યજમાની હરાજી સિસ્ટમના આધારે વહેંચવા માગે છે. જ્યારે BCCI ઈચ્છે છે કે, ટૂર્નામેન્ટ્સની યજમાની પહેલાની જેમ જ રોટેશન પોલિસી પ્રમાણે જ થાય.

સૌરવ ગાંગુલી સામેલ થયા હતા ICC મેમ્બર્સની બેઠકમાં
2023થી 2031 સુધી થનાર ICC ઈવેન્ટ્સ પર ચર્ચા માટે ગયા બુધવારે બેઠક થઈ હતી. તેમાં અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ BCCIનું પ્રતિનિધિત્વ કર્યું. હાર્ટ એટેકને કારણે બે વાર હોસ્પિટલમાં એડમિટ થયા બાદ પહેલીવાર ગાંગુલી કોઈ બેઠકમાં હાજર રહ્યા. એવું નથી કે, ICCના આ નિર્ણયથી માત્ર BCCI નારાજ છે. ક્રિકેટ જગતના બિગ થ્રિમાં સામેલ અન્ય બે દેશ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા પણ ખુશ નથી. સામાન્યપણે સૌથી વધુ વખત ભારત, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જ ICC ઇવેન્ટની યજમાની કરે છે.

20 ગ્લોબલ ટૂર્નામેન્ટ માટે મેમ્બર્સને મોકલ્યો હતો ઈ-મેલ
ઇએસપીએનના રિપોર્ટ પ્રમાણે ICCએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં 2023થી 2031 સુધી 8 વર્ષની સાઇકલ માટે 20 ગ્લોબલ ટૂર્નામેન્ટ માટે ફૂલ, એસોસિયેટ અને એફિલિએટ સદસ્યોને ઈ-મેલ કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે, જો કોઈ ટૂર્નામેન્ટની યજમાની કરવા માગે તો ટેન્ડર સબમિટ કરવા પડશે. ICCના ઈ-મેલ પર જે દેશોએ રસ દાખવ્યો તેમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પણ સામેલ છે. PCBએ કહ્યું હતું કે, તે UAE બોર્ડ સાથે મળીને બોલીને લગાવવા માગે છે. બીજી તરફ, ભારત, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ આ ઈ-મેલ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

એક્સ્ટ્રા ઇવેન્ટના પક્ષમાં નથી BCCI
ICCની યોજના છે કે, 2023થી 2031 સુધી દર વર્ષે ઓછામાં ઓછી એક ગ્લોબલ ઇવેન્ટ થાય. તેના માટે ઇવેન્ટ સાઇકલમાં એક્સ્ટ્રા ટૂર્નામેન્ટ જોડવી પડશે. BCCI, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ આના પક્ષમાં નથી. ICCએ ઓક્ટોબર 2019માં આ નિર્ણય લીધો હતો કે, 2023થી દર વર્ષે એક ગ્લોબલ ઇવેન્ટ કરાવશે. BCCIને પ્રોબ્લમ છે કે આ નિર્ણય લેવાયો ત્યારે ભારતમાં ક્રિકેટ બોર્ડનું પ્રશાસન ઇલેકટેડ બોડીના હાથમાં નહોતું. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અનુસાર એ સમયે એડહોક કમિટી કામકાજ જોઈ રહી હતી.

પ્રાથમિકતા ઈચ્છે છે બિગ થ્રિ
ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડનું કહેવું છે કે ક્રિકેટ ટૂર્નામેન્ટની સરખામણી ઓલિમ્પિક અથવા ફૂટબોલ વર્લ્ડ કપથી ન થવી જોઈએ. ઘણા દેશો તેમાં ભાગ લે છે. ક્રિકેટના આયોજન માટે સૌથી શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડમાં છે. તે સિવાયના દેશો પાસે આયોજન માટે રીસોર્સીસ નથી.