12 જૂન રવિવારે ભારત અને દ.આફ્રિકા વચ્ચે બીજી T20 મેચ કટકમાં રમાશે. ઉલ્લેખનીય છે કે પહેલી મેચ હાર્યા પછી હવે ટીમ ફરીથી કમબેક કરી સિરીઝને 1-1ની બરાબરી પર લાવવા મેદાનમાં ઊતરશે. ટીમ ઈન્ડિયા જ્યારે કટક એરપોર્ટ પર પહોંચી ત્યારે આફ્રિકન ખેલાડી સાથે તેઓ મસ્તી કરતા જોવા મળ્યા હતા. તો બીજી બાજુ, પહેલી મેચમાં ઉમરાન માટે રવિ શાસ્ત્રીએ વર્લ્ડ કપ સ્ક્વોડમાં ન લેવા અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું, પહેલા ઉમરાનને ટેસ્ટમાં બેસ્ટ કરો, પછી વન-ડેમાં રમાડો. બંનેમાં પારંગત થઈ જાય પછી જ વર્લ્ડ કપમાં ઉમરાનની પસંદગી થવી જોઈએ.
આ વર્લ્ડ કપમાં ઉમરાનને ન લેવાય- રવિ શાસ્ત્રી
રવિ શાસ્ત્રીએ આ વર્લ્ડ કપમાં ઉમરાન મલિકની પસંદગી અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું- ઓક્ટોબર-નવેમ્બરમાં આયોજિત વર્લ્ડ કપમાં હજુ ઉમરાનને તક નહીં મળે. મારા મત મુજબ, હજુ સુધી ઉમરાનને તૈયાર કરવાની જરૂર છે. તેને પોતાની કારકિર્દીમાં આટલો ઝડપથી બ્રેક આપી દેવો યોગ્ય ગણાતો નથી. ઉમરાનને ટ્રેનિંગ આપવાની જરૂર છે.
ઉમરાનને વન-ડે, ટેસ્ટમાં તૈયાર કરો- શાસ્ત્રી
રવિ શાસ્ત્રીએ ESPN ક્રિકઈન્ફો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ઉમરાન મલિકને અત્યારથી જ T20 ઈન્ટરનેશનલમાં તક ન આપવી જોઈએ. હજુ તેને વન-ડે અને ટેસ્ટમાં તૈયાર કરવો જોઈએ. અહીં અનુભવ મેળવ્યા પછી તેને શોર્ટ ફોર્મેટમાં ગ્રૂમ કરવો જોઈએ. સૌથી પહેલા તેને ટેસ્ટ ફોર્મેટનો ચેમ્પિયન બનાવવો જોઈએ ત્યાર પછી વન-ડે અને છેલ્લે T20માં તક આપવી જોઈએ. આનાથી ખેલાડીની સારી ટ્રેનિંગ થશે.
દિલ્હી એરપોર્ટ પર બંને ટીમે ધૂમ મસ્તી કરી
બીજી T20 પહેલાં દિલ્હી એરપોર્ટ પર ઈન્ડિયા અને દ.આફ્રિકાના પ્લેયર્સ એકબીજા સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમણે એકબીજા સાથે સારો સમય પસાર કર્યો તો બીજી બાજુ હાર્દિકે ડેવિડ મિલરને બર્થ ડે વિશ કરતી સ્ટોરી પર પોસ્ટ કરી હતી, જેના એક વીડિયોમાં બંને ટીમના વિકેટકીપર રિષભ પંત અને ક્વિંટન ડિકોકે એકબીજા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન કોચ દ્રવિડ પણ ખેલાડીઓને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા.
કટકમાં ફૂલોથી સ્વાગત થયું
કટક એરપોર્ટથી હોટલ પહોંચ્યા પછી ખેલાડીઓનું ફૂલોથી સ્વાગત કરાયું હતું. એટલું જ નહીં, કટકમાં પહોંચતાંની સાથે જ ખેલાડીઓને જોવા માટે લોકોની ભીડ ઊમટી પડી હતી. ફેન્સે પણ તેમને ચિયર કરી સ્વાગત કર્યું હતું.
તસવીરોમાં જુઓ ખેલાડીઓની કટકમાં એન્ટ્રી...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.