ટી20 વર્લ્ડ કપ:મેન્ટલ હેલ્થને ધ્યાને રાખી આઈસીસી મનોવૈજ્ઞાનિકને રાખશે

દુબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટી20 વર્લ્ડ કપમાં બાયો-બબલ સમયે ખેલાડીઓની મેન્ટલ હેલ્થના મામલામાં માટે આઈસીસી મનોવૈજ્ઞાનિકની સેવા લેશે. આઈસીસીની ઇંટીગ્રિટી યુનિટે કહ્યું, ‘બાયો બબલના ઉલ્લંઘનને લઇને ખાસ ધ્યાન રખાશે. કેટલાક લોકોએ સ્વિકાર કરવું પડશે કે નિયંત્રિત માહોલથી તેમના માનસિક સ્વાસ્થ્ય પર અસર પડ્યો છે.

આઈસીસી 24 કલાક મનોવૈજ્ઞાનિકની સેવા આપશે, જેથી ખેલાડી જરુરીયાત પડે ત્યારે તેની સેવા લઇ શકે.’ ટીમો પોતાની મેડિકલ ટીમ લઇને આવશે. પણ આઈસીસી પણ તેનું વિશેષ ધ્યાન રાખશે. તેના માટે 24 કલાક ડોક્ટર ઉપલબ્ધ રહેશે. યુએઈ અને ઓમાનમાં 17 ઓક્ટોબરથી ટી20 વર્લ્ડ કપ શરૂ થઇ રહ્યો છે. જેમાં ભારતની પહેલી મેચ 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે છે.

હાર્દિક-ચહલના નામને લઇને સિલેક્ટર ચર્ચા કરશે
ખરાબ ફોર્મને પગલે હાર્દિક અને ચહલના નામ પર ચર્ચા થઇ શકે છે. ચહલને ટી20 વર્લ્ડ કપમાં લેવામાં નથી આવ્યો. પસંદગી સમિતિ કોહલી અને શાસ્ત્રી બંનેની સાતે અંતિમ ચર્ચા કરશે. બધી ટીમોએ 10 ઓક્ટોબરે ખેલાડીઓની અંતિમ લિસ્ટ આપવાની હોય છે. આ વચ્ચે ટી20 વર્લ્ડ કપ સમયે ખેલાડીઓ પોતાના પરિવારને સાથે લઇ જઇ શકે છે. પરિવારના સભ્યોને પણ આઈસોલેશનમાંથી પસાર થવું પડશે. તેમના પણ ત્રણ કોવિડ ટેસ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...