• Gujarati News
  • Sports
  • Cricket
  • The Height Of The African Pace Bowling Unit Is 17 Cm From India. Further, Roller And Rahul's Poor Captaincy Spoiled The Game

દ.આફ્રિકા હાઈટના કારણે જીત્યું!:આફ્રિકન પેસ બોલિંગ યૂનિટની હાઈટ ભારતથી 17 સે.મી. વધુ, રોલર અને રાહુલની નબળી કેપ્ટનશિપે બાજી બગાડી

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દ.આફ્રિકાને ઓછામાં ઓછી 2 વાર રોલર બદલવાની તક મળી

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઈન્ડિયન ટીમને 7 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તેવામાં દ.આફ્રિકાના કમબેકનો સૌથી મોટો શ્રેય તેના કેપ્ટન ડીન એલ્ગરને જાય છે. તેણે એક એન્ડથી બેટિંગ સંભાળી રાખી ટીમને મહત્ત્વપૂર્ણ જીત અપાવી હતી. તેવામાં આ ચાર દિવસની એક્શન પેક ટેસ્ટ મેચમાં સૌથી મહત્ત્વની ભૂમિકા વાતાવરણ અને પિચ કંડિશને પણ નિભાવી છે. આમાં ફાસ્ટ બોલરની હાઈટ, હેવી રોલર અને કેપ્ટનશિપ પણ સામેલ છે. તો ચલો આપણે આવા જ કેટલાક રસપ્રદ પાસા પર નજર ફેરવીએ....

વધારે હાઈટ એટલે વધું બાઉન્સ....નિર્ણય વધારે વિકેટ
વોન્ડરર્સમાં દક્ષિણ આફ્રિકન પેસ બોલિંગ યૂનિટમાં કગિસો રબાડા, લુંગી એન્ગિડી, માર્કો યાનસન અને ડેન ઓલિવિયર સામેલ હતા. જેમની એવરેજ હાઈટ 6 ફુટ 4 ઇંચ છે. બીજી બાજુ ભારત તરફથી જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને શાર્દૂલ ઠાકુરની એવરેજ હાઈટ 5 ફુટ 9 ઇંચ છે.

એટલે કે દક્ષિણ આફ્રિકન પેસ બોલિંગ યૂનિટની હાઈટ ઈન્ડિયન પેસ બોલિંગ યૂનિટ કરતા 7 ઈંચ (17.78 સેમી) વધુ છે. જેના કારણે એવું થયું કે તેમને આપણા ફાસ્ટ બોલર્સની તુલનામાં એવરેજ 15-20 સેમી વધુ બાઉન્સ મળ્યો છે. વોન્ડરર્સની પિચ પર આ અંતર નિર્ણાયક સાબિત થયું હતું.

તો પછી આપણે સેન્ચુરિયનમાં કેવી રીતે જીત્યા?
સેન્ચુરિયનમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં પણ બાઉન્સ ફેક્ટર હતું, પરંતુ અહીં પિચ પર ડબલ બાઉન્સ હતો. એટલે કે સામાન્ય રીતે જે બાઉન્સ હોય એના કરતા પણ બોલ ઘણીવાર વધુ ઉછળી જતો હતો તો ક્યારેક ઘણો નીચે રહેતો હતો. આ ફેક્ટરે હાઈટ એડવાન્ટેજને લગભગ ઓછું કરી દીધું હતું.

વોન્ડરર્સમાં એવું નહોતું થયું અને અહીં બાઉન્સ કંસિસટેન્ટ હતો. હાઈટ એડવાન્ટેજના કારણે આફ્રિકન બોલર વધુ બાઉન્સ કરી શકતા હતા. એટલે કે ઈન્ડિયન બેટરે દ.આફ્રિકન બેટરની તુલનામાં વધુ મુશ્કેલીનો સામનો કર્યો હતો.

દ.આફ્રિકાને ઓછામાં ઓછી 2 વાર રોલર બદલવાની તક મળી
ઈન્ડિયન પિચ પર ચોથી ઈનિંગમાં રમનારી બંને ટીમો લાઈટ રોલરનો ઉપયોગ કરે છે. આની પાછળનું લોજિક એ છે કે હેવી રોલરથી પિચની ઉપરની સપાટી વધારે બગડી જવાની સંભાવના રહે છે. દક્ષિણ આફ્રિકામાં કેસ તદ્દન વિપરિત હોય છે. અહીંની પિચો હાર્ડ હોય છે. તેથી આવી પિચની સપાટી પર તિરાડો પડી જાય છે. હેવી રોલરની સહાયથી 2 કલાક સુધી આ તમામ તિરાડો દબાઈ જાય છે.

રોલર લેવાની અનુમતિ બેટિંગ ટીમને ઈનિંગ શરૂ કરતા પહેલા અને દિવસના ગેમની શરૂઆત થાય ત્યારે મળે છે. દક્ષિણ આફ્રિકાએ ત્રીજા દિવસે ઈનિંગની શરૂઆત પહેલા હેવી રોલર અને પછી ચોથા દિવસે પણ એ જ રોલરનો ઉપયોગ કર્યો છે. તેથી મોટાભાગે તિરાડો વધુ ઉપસીને બહાર આવી જ નહોતી.

વાતાવરણે બોલની ગતિ પર અસર કરી
સામાન્યરીતે જોવા જઈએ તો વાદળછાયું વાતાવરણ ફાસ્ટ બોલર્સને સહાય કરે છે. આની પહેલા બોલ સ્વિંગ થાય છે અને બોલર્સને સહાય મળે છે. વળી વેટ આઉટફિલ્ડ હોવાથી બોલ સ્વિંગ થતો બંધ થઈ ગયો હતો. જેથી દ.આફ્રિકન બેટરે આનો ફાયદો ઉઠાવી સારું પ્રદર્શન દાખવ્યું હતું.

રાહુલની નબળી કેપ્ટનશિપ છતી થઈ
ચોથા દિવસની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 122 રનની જરૂર હતી. તેની 8 વિકેટ બાકી હતી. બંને એન્ડથી ફાસ્ટ બોલરનો ઉપયોગ કરવાને બદલે કેપ્ટન કેએલ રાહુલે અશ્વિનને એક એન્ડથી આગળ બોલિંગ કરાવવાનો નિર્ણય લીધો હતો. આનાથી આફ્રિકાના બેટરને ફરીથી સેટ થવાની તક મળી ગઈ હતી. પ્રથમ દાવમાં સાત વિકેટ લેનાર શાર્દુલ ઠાકુરને પણ રાહુલે લગભગ 10 ઓવરની ગેમ પૂરી થયા પછી બોલાવ્યો હતો.

આ તમામ પરિબળોએ બીજી ટેસ્ટમાં ભારતની હારની કહાની લખી દીધી હતી. હવે સિરીઝનો નિર્ણય કેપટાઉનમાં રમાનાર ત્રીજી ટેસ્ટથી થશે. ત્યાં ભારતીય ટીમ અત્યાર સુધી એક પણ ટેસ્ટ જીતી શકી નથી.

જોકે, આ સિરીઝ એવી ક્ષણોની સાક્ષી છે જે અગાઉ ક્યારેય બની નથી. સેન્ચુરિયનમાં ભારતની પહેલી જીતની જેમ, જોહાનિસબર્ગમાં ટીમ ઈન્ડિયા સામે દક્ષિણ આફ્રિકાની પ્રથમ જીત રહી હતી. તેથી જો કેપટાઉનમાં પણ ભારતની પહેલી જીત નોંધાય તો આપણને આશ્ચર્ય ન થવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...