• Gujarati News
  • Sports
  • Cricket
  • The Governments Of The UAE And Oman Will Admit 70% Of The Spectators To The Stadium; The First Match Will Be Played From October 17

T-20 વર્લ્ડ કપમાં ફેન્સની એન્ટ્રી:UAE અને ઓમાનની સરકારની જાહેરાત; સ્ટેડિયમમાં 70% દર્શકોને પ્રવેશ મળશે

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

UAE અને ઓમાનમાં 17 ઓક્ટોબરથી શરૂ થનારી T-20 વર્લ્ડ કપમાં 70% દર્શકોને પ્રવેશ મળી શકે છે. ICC અને BCCIને UAE સરકારે દર્શકોને પ્રવેશ આપવાની અનુમતિ આપી દીધી છે. T-20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી દુબઈમાં રમાશે.

ICCના એક્ટિંગ CEO જેફ અલાર્ડિસે જાહેર કરેલા નિવેદનમાં કહ્યું હતું કે UAE સરકાર દ્વારા T-20 વર્લ્ડ કપ દરમિયાન દર્શકોને પ્રવેશ અને સુરક્ષા આપવા માટે અમે આભારી છીએ. અમે ઇચ્છિએ છીએ કે આ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારા તમામ 16 દેશના ફેન્સ આ ગેમને એન્જોય કરી શકે.

'ફેન્સ હેલ્થ પ્રોટોકોલ'ને તમામ લોકો પાલન કરે
વળી BCCI સચિવ જય શાહે કહ્યું હતું કે મને ખુશી છે કે T-20 વર્લ્ડ કપ UAE અને ઓમાનમાં દર્શકોની હાજરી વચ્ચે રમાશે. ફેન્સને અનુમતિ આપવા બદલ અમે UAE અને ઓમાન સરકારના આભારી છીએ. અત્યારે તેની ટિકિટોનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે. મારી દરેકને અપીલ છે કે સ્ટેડિયમમાં પ્રવેશ માટે તમામ પ્રોટોકોલનું પાલન કરે.

વર્લ્ડ કપની પહેલી મેચ 17 ઓક્ટોબરથી શરૂ
T-20 વર્લ્ડ કપની પહેલી મેચ 17 ઓક્ટોબરે ઓમાન અને પાપુઆ ન્યૂ ગિની વચ્ચે મસ્કટમાં રમાશે. આ જ દિવસે બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડ વચ્ચે પણ ટક્કર થશે. વળી સુપર-12ની પહેલી મેચ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 23 ઓક્ટોબરે અબુધાબીમાં રમાશે. ભારત પોતાની પહેલી મેચ પાકિસ્તાન સામે 24 ઓક્ટોબરથી રમશે.

અન્ય સમાચારો પણ છે...