વિકિપીડિયામાં અર્શદીપને ખાલિસ્તાન સાથે જોડવામાં આવ્યો:સરકારે અધિકારીઓને નોટિસ મોકલી, કહ્યુ- ક્રિકેટરના પરિવારને જોખમ

એક મહિનો પહેલા

વિકિપીડિયાએ ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહનું નામ ખાલિસ્તાન સાથે જોડવાના મામલે ભારત સરકારે નોંધ લીધી છે. સરકારે વિકિપીડિયાના ઓફિસર્સને નોટિસ મોકલી હતી. IT મંત્રાલયે જણાવ્યુ હતુ કે ' આ અર્શદીપ સિંહના પરિવાર માટે જોખમી સાબિત થઈ શકે છે. સાથે જ આ દેશનો માહોલ પણ બગાડી શકે છે.

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન મેચમાં કેચ છોડ્યા પછી અર્શદીપને સોશિયલ મીડિયા ઉપર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. એક એક્ટિવિસ્ટે કહ્યુ હતુ કે પાકિસ્તાની એકાઉન્ટ્સથી એર્શદીપને ખાલિસ્તાની ગણાવીને કાવતરુ રચવામાં આવી રહ્યુ છે. તે એક્ટિવિસ્ટે આવા 8 એકાઉન્ટ્સની ડિટેઈલ પણ પોસ્ટ કરી છે.

વિકિપીડિયામાં ઈન્ડિયાની જગ્યાએ ખાલિસ્તાની લખ્યુ
પાકિસ્તાનની જીત પછી પાકિસ્તાની ફેન્સે અર્શદીપ સિંહની વિકિપીડિયા પ્રોફાઈલમાં તેને 2018માં U-19 વર્લ્ડ કપમાં ખાલિસ્તાની ટીમનો સભ્ય ગણાવ્યો હતો. આ પછી ભારતીયના નામ ઉપર એકાઉન્ટ્સ બનાવીને તેને ખાલિસ્તાની કહીને ટ્રોલ કર્યો હતો. અર્શદીપ સિંહ ભારતની U-19 વર્લ્ડ ચેમ્પિયન ટીમનો સભ્ય હતો.

અર્શદીપે આસિફનો કેચ છોડ્યો હતો
રવિવારે એશિયા કપના સુપર-4ના મેચમાં પાકિસ્તાને ભારતને 5 વિકેટે હરાવ્યુ હતુ. અર્શદીપ સિંહે 18મી ઓવરમાં આસિફ અલીનો આસાન કેચ છોડ્યો હતો. આ પછી આસિફે 8 બોલમાં 16 રન બનાવ્યા હતા. રવિ બિશ્નોઈની બોલ ઉપર જ્યારે અર્શદીપે કેચ છોડ્યો હતો, ત્યારે તેણે ખાતુ પણ ખોલાવ્યુ નહતુ.

ભજ્જી સપોર્ટમાં આવ્યો
પૂર્વ દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે યુવા પેસર અર્શદીપ સિંહનો બચાવ કરતા કહ્યુ હતુ કે 'અર્શદીપ સિંહને ટ્રોલ કરવાનું બંધ કરો, કોઈપણ જાણીજોઈને કેચ છોડતુ નથી. પાકિસ્તાન સારુ ક્રિકેટ રમ્યુ. આ શરમની વાત છે કે અમુક લોકો ટીમને અને અર્શદીપ સિંહને લઈને સોશિયલ મીડિયા ઉપર બકવાસ વાતો કરી રહી છે.અર્શદીપ ગોલ્ડ છે.'

અર્શદીપની ભૂલ ઉપર ભડક્યો હતો રોહિત
રવિ બિશ્નોઈ પાકિસ્તાન સામેની મેચમાં સૌથી સફળ બોલર રહ્યો હતો. યુવા લેગ સ્પિનર રવિ બિશ્નોઈ પોતાની બોલિંગથી પાકિસ્તાન માટે મુશ્કેલી ઉભી કરી રહ્યો હતો. તેવામાં કેપ્ટન રોહિત શર્માએ 18મી ઓવર બિશ્નોઈને આપી હતી.

રવિ બિશ્નોઈએ બે બોલમાં માત્ર 2 રન જ દીધા હતા. ઓવરની ત્રીજી બોલ ઉપર આસિફ અલીએ સ્લોગ શોટ મારવાનો પ્રયાસ કર્યો હતો. બોલ એડ્જ લાગી હતી, જેનાં કારણે બોલ હવામાં ઉછળ્યો હતો અને થર્ડ મેન ઉપર ગયો હતો. જ્યાં અર્શદીપ સિંહ ઉભો હતો. જોકે તેણે આ આસાન કેચ છોડી દીધો હતો. કેચ છૂટ્યા પછી કેપ્ટન રોહિત શર્મા ભડકી ગયો હતો અને ખૂબ જ ગુસ્સે થયો હતો. કારણ કે તે વિકેટ ખૂબ જ મહત્વપૂર્ણ હતી.

અર્શદીપે સારી બોલિંગ કરી પણ આસાન કેચ છોડ્યો
23 વર્ષના યુવા પેસર અર્શદીપ સિંહે મેતમાં સારી બોલિંગ કરી હતી. તેણે 3.5 ઓવરમાં 27 રન દઈને 1 વિકેટ લીધી હતી. તો રવિ બિશ્નોઈએ 4 ઓવરમાં 26 રન આપીને 1 વિકેટ લીધી હતી. તો અનુભવી ભુવનેશ્વર કુમાર. હાર્દિક પંડ્યા અને ચહલે 40થી વધુ રન આપ્યા હતા.