ગુસ્તાવે સૌથી નાની ઉંમરે મારી T20 સેન્ચુરી:ફ્રાંસના આ બેટ્સમેને વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં બનાવ્યો રેકોર્ડ, 61 બોલમાં 109 રન ફટકાર્યા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ આ રેકોર્ડ હઝરતુલ્લાહ ઝાઝઈના નામે હતો

ફ્રાંસના બેટ્સમેન ગુસ્તાવ મૈક્યોને T20માં સૌથી નાની ઉંમરે સદી મારવાવાળો બેટ્સમેન બની ગયો છે. તેણે સ્વિટઝરલેન્ડની સામે ICC T20 વર્લ્ડ કપ 2024ના યૂરોપીય ક્વોલિફાયર મેચ દરમિયાન આ સદી ફટકારી હતી.

ગુસ્તાવે 18 વર્ષ 280 દિવસની ઉંમરે સ્વિટઝરલેન્ડની સામે 61 બોલમાં 109 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની આ ઇનિંગમાં 5 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા. આ તેનો બીજો જ અંતરરાષ્ટ્રીય મેચ છે. આ પહેલા તેણે ચેક રિપબ્લિક સામે પોતાના ડેબ્યૂ T20 મેચમાં 54 બોલમાં 76 રનની ઇનિંગ રમી હતી.

ફ્રાંસની ક્રિકેટ ટીમ
ફ્રાંસની ક્રિકેટ ટીમ

અગાઉ આ રેકોર્ડ હઝરતુલ્લાહ ઝાઝઈના નામે હતો
T20માં સૌથી નાની ઉંમરે સદી મારવાનો રેકોર્ડ અફઘાનિસ્તાનના હઝરતુલ્લાહ ઝાઝઈના નામે હતો. અફઘાનિસ્તાનના આ ઓપનરે 2019માં આયરલેન્ડની વિરૂદ્ધ 20 વર્ષ અને 337 દિવસમાં સેન્ચુરી મારી હતી. ત્યારે ઝાઝઈએ નોટઆઉટ રહીને 62 બોલમાં 162 રન બનાવ્યા હતા.

ફ્રાંસને મળી હાર
જોકે ગુસ્તાવે સ્વિટઝરલેન્ડની સામે મારેલી સદી કામમાં આવી નથી. આ મેચમાં સ્વિટઝરલેન્ડે એક વિકેટે જીત મેળવી હતી. ફ્રાંસે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 157 રન બનાવ્યા હતા. જેમાંથી એકલા ગુસ્તાવે જ 61 બોલમાં 109 રન બનાવ્યા હતા. સ્વિટઝરલેન્ડ તરફથી અલી નૈય્યરે 2 વિકેચ લીધી હતી.

સ્વિટઝરલેન્ડે 158 રનના ટાર્ગેટને 9 વિકેટના નુક્સાને પાક પાડ્યો હતો. સ્વિટઝરલેન્ડના કેપ્ટન ફાહિર નાઝિરે 46 બોલમાં 67 રન કર્યા હતા. અને અલી નૈય્યરે 16 બોલમાં 48 રન માર્યા હતા. તેણે પોતાની આ તોફાની ઇનિંગ દરમિયાન 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.