શું શાસ્ત્રીની વાત સાંભળશે વિરાટ-રોહિત:પૂર્વ કોચે બન્નેને આપી રણજી રમવાની સલાહ, જેથી સ્પિન સામે બેટિંગ સુધરે

સ્પોર્ટ્સ ડેસ્ક14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ત્રણ વન-ડે મેચની સિરીઝની છેલ્લી મેચ 24 જાન્યુઆરીએ છે. ત્યારે, રણજી ટ્રોફીમાં આગામી રાઉન્ડની મેચ પણ આ દિવસો દરમિયાન શરૂ થઈ રહી છે. પૂર્વ ભારતીય કોચ રવિ શાસ્ત્રી તરફથી સલાહ આપવામાં આવી છે કે, વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજોએ આ વન-ડેની જગ્યાએ તેમની ડોમેસ્ટિક ટીમ માટે રણજી રમવી જોઈએ. આવતા મહિનાથી ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ મેચની સિરીઝ શરૂ થઈ રહી છે. આ સિરીઝની પ્રેક્ટિસ માટે રણજી મેચ રમવાનો ઉપાય સારો બની શકે છે.

વિરાટ અને રોહિત આ સલાહ સાંભળશે કે નહિ, એ આપણને થોડાક કલાકોમાં ખબર પડી જ જશે. હજી સુધી આ મામલે ખેલાડીઓનું કે BCCIનું કોઈ નિવેદન આવ્યું નથી. તેનાથી એ આશા રાખી શકાય છે કે, આપણા સ્ટાર વન-ડેને જ પ્રાધાન્ય આપશે. જોકે, બેટિંગનો એક ભાગ એવો છે કે જેના આધારે લાગે છે કે, બન્ને સિતારાઓએ ડોમેસ્ટિક મેચ જરૂરથી રમવી જોઈએ. વિરાટ અને રોહિત બન્ને હાલના સમયમાં ડોમેસ્ટિક પિચો પર સ્પિન વિરૂદ્ધ ઝઝૂમવા લાગ્યા છે. છેલ્લી બે વન-ડે મેચને યાદ કરો. વિરાટને મિચેલ સેટનરની બોલિંગ સમજાતી નહોતી.

આ સ્ટોરીમાં અમે પહેલા તો સ્પિનર્સ સામે વિરાટ અને રોહિતની ભારતીય પિચો પર છેલ્લા બે વર્ષના રેકોર્ડને બતાવીશું. પછી એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ બન્ને ડોમેસ્ટિક ક્રિકેટમાં કેમ રમવા જતા નથી?

સૌથી પહેલા જોઈએ ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝનો શેડ્યૂલ​​​​​​​

​​​​​હવે એ જાણીએ કે સ્પિન સામે સારૂ રમવાની જરૂર કેમ છે…

સામાન્ય રીતે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની સામે ટેસ્ટ સિરીઝ માટે ભારતમાં સ્પિન ટ્રેક બનાવવામાં આવે છે. ફરતા બોલ વિદેશી બેટ્ટરોને કન્ફ્યૂઝ કરે દે છે. આપણે આશા રાખીએ છે કે, આ પિચો પર આપણા બેટ્ટરો દુનિયાના કોઈ પણ સ્પિનર સામે સારૂ રમી લેશે અને આપણે સિરીઝ જીતી લઈશું. ડોમેસ્ટિક સ્પિન પિચ બનાવવા માટેનો નિર્ણય આપણને પસંદ પણ આવે છે. 2012 બાદ ભારતીય ટીમે ડોમેસ્ટિક પિચો પર કોઈ પણ ટેસ્ટ સિરીઝ હારી નથી.

તમે કહેશો કે જ્યારે સતત જીતી જ રહ્યા છે તો પછી વિરાટ અને રોહિતને લઈ ડિબેટ કેમ છે? ડિબેટ એ કારણે છે કેમ કે સ્પિનર્સની સામે તેઓ સતત ફેલ થઈ રહ્યા છે. જોકે હાલ ઋષભ પંત તેમની શાનદાર બેટિંગથી નિષ્ફળતાઓને ઢાંકી દેતો હતો. પરંતુ આ વખતે પંત નથી. એટલે ભારતીય ટોપ ઓર્ડર પાસે ફેલ થવાના ઓપ્શન નથી.

શું કહે છે વિરાટ અને રોહિતના આંકડા

-રોહિત શર્મા: વર્ષ 2020થી અત્યાર સુધી ભારતમાં રમેલી ટેસ્ટ મેચમાં કુલ 9 વાર આઉટ થયા છે. જેમાં 6 વાર તેમને સ્પિનર્સે આઉટ કર્યા છે. આ 6માં 5 વાર રોહિતને લેફ્ટ આર્મ સ્પિનરે આઉટ કર્યા હતા. સૌથી વધુ જેક લીચે ચારવાર આઉટ કર્યા છે.

-વિરાટ કોહલી: 2022માં અત્યાર સુધી દેશમાં રમેલી ટેસ્ટ મેચમાં 11 વાર આઉટ થયા છે. 9 વાર સ્પિનર્સે આઉટ કર્યા છે. જેમાંથી 5 વાર લેફ્ટ આર્મ સ્પિનર અને 4 વાર રાઈટ આર્મ સ્પિનરે આઉટ કર્યા છે. સ્પિનર્સમાં મોઈન અલીએ સૌથી વધુ 2 વાર આઉટ કર્યા છે.

આટલી પરેશાની તો કેમ નથી રમતા ડોમેસ્ટિક મેચ
આની પાછળનું કારણ વધુ પડતું ક્રિકેટ હોવાનું કહેવામાં આવે છે. કહેવાય છે કે ભારતીય ખેલાડી, ખાસ કરીને વિરાટ અને રોહિત ઓલ ફોર્મેટ પ્લેયર્સ છે. ત્યારે આને બાદ કરતા તેઓ IPL પણ રમે છે. તેવામાં જો તે ડોમેસ્ટિક ક્રિકેટ પણ રમશે તો બર્ન આઉટ થઈ જશે.

તર્ક સાંભળવામાં બરાબર લાગે છે, પરંતુ એ પણ ધ્યાને લેવું જોઈએ કે આ ખેલાડી બ્રેક પણ વધુ લે છે. ડોમેસ્ટિક ક્રિકેડ ન રમવાના કારણે સ્પિન સામે તેમની પ્રક્ટિસ ઘણી ઓછી થઈ જાય છે. વિદેશ પ્રવાસ પર પિચ મોટાભાગે ફાસ્ટ બોલિંગની મદદરૂપ હોય છે. જેથી બાહર સ્પિનનો અભ્યાસ નથી મળતો. બીજી બાજુ ડોમેસ્ટિકમાં વ્હાઈટ બોલ ક્રિકેટ રમીને ટેસ્ટ ક્રિકેટના લાયક સ્પિનનો અભ્યાસ થઈ શકતો નથી.

સચિન પણ જરૂર પ્રમાણે રમતા હતા ડોમેસ્ટિક ક્રિકેટ
વધુ ક્રિકેટની સમસ્યા સચિન તેન્ડુલકર અને રાહુલ દ્રવિડના રમવાના જમાનામાં પણ રહી હતી. ત્યારે ટી-20 નહોતી, પરંતુ વન-ડે મેચ ઘણી હતી. તેમ છતાં સચિન તેન્ડુલકર જેવા સીનિયર અને દિગ્ગજ ખેલાડી જરૂર પ્રમાણે ડોમેસ્ટિક ક્રિકેટ રમતા હતા. 1998માં ઓસ્ટ્રેલિયન ટીમ ભારતના પ્રવાસે હતી. ટેસ્ટ સિરીઝ અગાઉ ઓસ્ટ્રેલિયાની અભ્યાસ મેચ મુંબઈ સાથે હતી. ત્યારે સચિન આ મેચમાં મુંબઈ માટે રમયા હતા, જેથી ઓસ્ટ્રેલિયા સામે સિરીઝની તૈયારી સારી થઈ શકે.

આના સિવાય પણ તે ઘણીવાર મુંબઈ માટે રણજીની સેમીફાઈનલ, ફાઈનલ જેવી નોકઆઉટ મેચમાં ઉતર્યા હતા. દ્રવિડ અને લક્ષ્મણ પણ ભારતીય સ્ટાર બની ગયા પછી પણ ઘણીવાર ડોમેસ્ટિક ક્રિકેટ રમતા હતા. જેનાથી ભારતીય પરિસ્થિતિઓમાં રેડ બોલ સામે તેમની બેટિંગની ધાર બની રહેતી હતી.

અન્ય સમાચારો પણ છે...