રોડ માર્શનું નિધન:ઓસ્ટ્રેલિયન ભૂતપૂર્વ ક્રિકેટરે 74 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા, ગત સપ્તાહે તેમને હાર્ટ એટેક આવ્યો હતો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર રોડ માર્શનું 74 વર્ષની વયે નિધન થયું છે. ગત સપ્તાહે તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ કોમામાં જતા રહ્યા હતા. તેવામાં એક સપ્તાહ સુધી કોમામાં રહ્યા પછી તેમનું અવસાન થયું હતું. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અધ્યક્ષ ડૉ. લચલન હેન્ડરસને વિકેટ કીપર બેટરના મૃત્યુની પુષ્ટિ કરતા કહ્યું છે કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ અને રોડ માર્શના ફેન્સ માટે આ ખૂબ જ દુઃખદ ઘટના છે. રોડ જે રીતે ક્રિકેટ રમ્યા છે તેને હંમેશા યાદ કરવામાં આવશે.

રોડ માર્શે 1968માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને 1984માં નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. આ દરમિયાન તેણે 257 ફર્સ્ટ ક્લાસ મેચમાં 11067 રન કર્યા હતા. ત્યારે તેની એવરેજ 31.17 હતી.

કોચ અને સિલેક્ટર તરીકે પણ કાર્ય કર્યું હતું
રોડ માર્શે પણ મેન્ટર તરીકે સેવા આપી હતી. તે પ્રતિભાશાળી ખેલાડીઓને ઓળખીને કોચિંગ આપતા હતા. એટલું જ નહીં તેમણે ઓસ્ટ્રેલિયા સિવાય ઘણા દેશોમાં કોચ અને ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે. ડેનિસ લિલી અને રોડ માર્શની જોડી વિશ્વ ક્રિકેટમાં એક અલગ જ ઓળખ ધરાવે છે. માર્શે 95 વખત ડેનિસ લિલીની બોલિંગ પર કેચ પકડીને ઘણા બેટરને પેવેલિયન ભેગા કર્યા હતા.

  • પર્થમાં જન્મેલા માર્શે પોતાના ભાઈ ગ્રેહામ સાથે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું.
  • બંને શરૂઆતમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા માટે ક્રિકેટ રમ્યા હતા.
  • ત્યારપછી ગ્રેહામ એક પ્રોફેશનલ ગોલ્ફર બન્યા અને રોડ માર્શ ક્રિકેટર બની ગયા હતા.

50 વર્ષ સુધી ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં કાર્યરત રહ્યા
1970માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની આગવી ઓળખ બનાવનારા રોડ માર્શે પહેલા વિકેટકીપર તરીકે અને પછી નેશનલ સિલેક્ટર તરીકે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ સિવાય તેણે કોચ તરીકે પણ સારું પ્રદર્શન કર્યું હતું.

  • રોડ માર્શે ઓસ્ટ્રેલિયા માટે 96 ટેસ્ટમાં 26.51ની એવરેજથી 3633 રન કર્યા છે.
  • તે જ સમયે, 92 ODIમાં રોડ માર્શે 1225 રન કર્યા હતા અને તેની એવરેજ 20.08 હતી.
  • વનડેમાં માર્શે 124 વિકેટ પણ લીધી છે.
અન્ય સમાચારો પણ છે...