તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • The First Test Between England And Pakistan Tomorrow, England In 10 Years Has Not Won The Series Against Pak., While The Home Team Has Not Lost Against Anyone In 6 Years

માન્ચેસ્ટર:ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ ટેસ્ટ આવતીકાલે, ઇંગ્લેન્ડ 10 વર્ષથી પાક. સામે સીરિઝ જીત્યું નથી, જ્યારે ઘરઆંગણે 6 વર્ષથી કોઈની સામે હાર્યું નથી

2 મહિનો પહેલા
  • ઇંગ્લેન્ડે છેલ્લે જુલાઈ 2010માં પાકિસ્તાન સામે 3-1થી ઘરઆંગણે સીરિઝ જીત્યું હતું
  • ગયા મહિને કોરોના વચ્ચે ઇંગ્લેન્ડ-વિન્ડિઝની સીરિઝથી ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસી થઈ હતી, યજમાન 2-1થી જીત્યું હતું
  • માન્ચેસ્ટર ટેસ્ટ ભારતીય સમયાનુસાર ગુરુવારે બપોરે 3:30 વાગે શરૂ થશે, લાઇવ બ્રોડકાસ્ટિંગ સોની સિક્સ પર થશે

કોરોનાવાયરસ વચ્ચે ઇંગ્લેન્ડ તેની બીજી અને પાકિસ્તાન પોતાની પ્રથમ ટેસ્ટ સીરિઝ રમવા જઈ રહ્યું છે. બંને ટીમો વચ્ચે 3 ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ આવતીકાલે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાશે. ઇંગ્લેન્ડ 10 વર્ષથી પાકિસ્તાન સામે સીરિઝ જીત્યું નથી, જ્યારે તે ઘરઆંગણે 6 વર્ષથી કોઈ સીરિઝ હાર્યું નથી. તેવામાં ઇંગ્લિશ ટીમ પાસે રેકોર્ડ સુધારવાની તક છે.

છેલ્લે ઇંગ્લેન્ડની ટીમે જુલાઈ 2010માં પાકિસ્તાન સામે 3-1થી હોમ ટેસ્ટ સીરિઝ જીતી હતી. ત્યારબાદ, 10 વર્ષમાં બંને વચ્ચે 4 ટેસ્ટ શ્રેણી રમવામાં આવી છે. તેમાંથી પાકિસ્તાને 2012 અને 2015 માં બે સીરિઝ જીતી હતી, જે યુએઈમાં યોજાઇ હતી. જ્યારે ઇંગ્લેન્ડમાં વર્ષ 2016 અને 2018માં બે ટેસ્ટ શ્રેણી ડ્રો રહી હતી.

વિન્ડિઝને માત આપનાર ટીમ પાકિસ્તાન સામે ઉતરશે

  • કોરોના મહામારી વચ્ચે 117 દિવસ પછી ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસી 8 જુલાઈએ ઇંગ્લેન્ડથી થઈ હતી.
  • ઇંગ્લેન્ડે આ મહિને જ વેસ્ટ ઇન્ડીઝને 2-1થી હરાવ્યું હતું. ઇંગ્લેન્ડ બોર્ડે આ ટીમ જ યથાવત રાખી છે.
  • બ્રોડે વિન્ડિઝ સામે 4 ઇનિંગ્સમાં 16 વિકેટ લઈને ટેસ્ટ કરિયરમાં 500 વિકેટ પૂરી કરી હતી.

ઇંગ્લેન્ડ ઘરઆંગણે 12માંથી 8 સીરિઝ જીત્યું છે

  • ઇંગ્લેન્ડ પોતાના ઘરઆંગણે 6 વર્ષથી કોઈ સીરિઝ હાર્યું નથી. આ દરમિયાન ઇંગ્લેન્ડે 12માંથી 8 બાઇલેટરલ સીરિઝ જીતી છે, જ્યારે બાકીની 4 ડ્રો રહી છે.

હેડ-ટૂ-હેડ

  • ઇંગ્લેન્ડ પાકિસ્તાન સામે 83માંથી 25 ટેસ્ટ જીત્યું છે. 21માં હારનો સામનો કર્યો, જ્યારે 37 ટેસ્ટ ડ્રો રહી છે. ઘરે ઇંગ્લેન્ડે પાક.ને 53માંથી 23 ટેસ્ટ હરાવ્યું, 12 હાર્યું, જ્યારે 18 ટેસ્ટ ડ્રો રહી છે.

પાકિસ્તાન ઇંગ્લેન્ડમાં 15માંથી માત્ર 3 સીરિઝ જીત્યું

  • સીરિઝની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે કુલ 25 સીરિઝ રમાઈ છે. આ દરમિયાન ઇંગ્લેન્ડ 9 સીરિઝ જીત્યું અને 8 હાર્યું છે. 8 સીરિઝ ડ્રો રહી છે.
  • જ્યારે ઇંગ્લેન્ડ ઘરે 15માંથી 7 ટેસ્ટ સીરિઝમાં પાક. સામે જીત્યું છે. ત્રણમાં હારનો સામનો કર્યો છે અને પાંચ ડ્રો રહી છે.

પિચ અને વેધર રિપોર્ટ

  • માન્ચેસ્ટરમાં મેચ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. વરસાદની સંભાવના છે. ઓલ્ડ ટ્રેફોર્ડની પિચ પર ફાસ્ટ બોલર્સને મદદ મળશે.
  • ટોસ જીતનાર ટીમ પ્રથમ બેટિંગ પસંદ કરશે. ગ્રાઉન્ડ પર ફર્સ્ટ બેટિંગ કરનારનો સક્સેસ રેટ 39.5% છે.

સ્ટેડિયમમાં કુલ ટેસ્ટ: 81

  • પ્રથમ બેટિંગ કરનાર ટીમ જીતી: 32
  • પ્રથમ બોલિંગ કરનાર ટીમ જીતી: 14
  • ફર્સ્ટ ઇનિંગ્સ એવરેજ સ્કોર: 335
  • બીજી ઇનિંગ્સ એવરેજ સ્કોર: 269
  • ત્રીજી ઇનિંગ્સ એવરેજ સ્કોર: 227
  • ચોથી ઇનિંગ્સ એવરેજ સ્કોર: 166

સીરિઝમાં હાર-જીતની ચેમ્પિયનશિપ પર અસર

  • ઇંગ્લેન્ડ જો ક્લીન સ્વીપ કરે તો તેને એક સ્થાનનો ફાયદો થશે. તે 346 પોઇન્ટ્સ સાથે બીજા નંબરે આવી જશે.
  • જ્યારે પાકિસ્તાન 3-0થી જીત તો 2 સ્થાનના ફાયદા સાથે 260 પોઇન્ટ્સ સાથે ત્રીજા ક્રમે આવી જશે. જ્યારે ઇંગ્લેન્ડ 226 પોઇન્ટ્સ સાથે ચોથા સ્થાને જતું રહેશે.
  • ભારત 360 પોઇન્ટ્સ સાથે પ્રથમ સ્થાને યથાવત રહેશે.

બંને ટીમો

પાકિસ્તાન: અઝહર અલી (કેપ્ટન), બાબર આઝમ (વાઇસ કેપ્ટન), આબીદ અલી, અસદ શફીક, ફહિમ અશરફ, ફવાદ આલમ, ઇમામ ઉલ હક, ઇમરાન ખાન, કાશીફ ભટ્ટી, મોહમ્મદ અબ્બાસ, મોહમ્મદ રિઝવાન, નસીમ શાહ, સરફરાઝ અહેમદ, શાદાબ ખાન , શાહીન શાહ આફ્રિદી, શાન મસુદ, સોહેલ ખાન, ઉસ્માન શિનવારી, વહાબ રિયાઝ અને યાસીર શાહ.

ઇંગ્લેન્ડ: જો રૂટ (કેપ્ટન), જેમ્સ એન્ડરસન, જોફરા આર્ચર, ડોમિનિક બેસ, સ્ટુઅર્ટ બ્રોડ, રોરી બર્ન્સ, જોસ બટલર, જેક ક્રોલે, સેમ કરન, ઓલી પોપ, ડોમ સિબલે, બેન સ્ટોક્સ, ક્રિસ વોક્સ અને માર્ક વુડ.

રિઝર્વ પ્લેયર્સ: જેમ્સ બ્રાસી, બેન ફોક્સ, જેક લીચ અને ડેન લોરેન્સ.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો