ટીમ ઈન્ડિયા ચંદીગઢ પહોંચી:20 સપ્ટેમ્બરે પ્રથમ T20 મેચ રમાશે; ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ કોન્ટિનેન્ટલ ફૂડની મજા માણી રહ્યા છે

મોહાલી7 દિવસ પહેલા

મોહાલીના IS બિન્દ્રા ક્રિકેટ સ્ટેડિયમમાં 20 સપ્ટેમ્બરની સાંજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 મેચ રમાશે. આ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ શુક્રવારે ચંદીગઢના આઈટી પાર્ક સ્થિત હોટેલ ધ લલિત પહોંચી ગઈ હતી. ભારતીય ટીમ શનિવારે ચંદીગઢ પહોંચી હતી.

કેપ્ટન રોહિત શર્મા, પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સહિત ઘણા ખેલાડીઓ શનિવારે સાંજે હોટલ પહોંચ્યા હતા. ભારતીય ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને મળ્યા બાદ થોડો સમય સાથે વિતાવ્યો અને ત્યારબાદ ભારતીય ખેલાડીઓ પણ આરામ કરવા માટે તેમના રૂમમાં ગયા હતા. જોકે તમામ ખેલાડીઓ સમયાંતરે હોટલની આસપાસ ફરતા પણ જોવા મળ્યા હતા.

મોહાલી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરતા ઓસ્ટ્રેલિયાના ખોલાડીઓ.
મોહાલી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરતા ઓસ્ટ્રેલિયાના ખોલાડીઓ.

થોડો સમય આરામ કર્યા બાદ તમામ ખેલાડીઓએ સૌપ્રથમ સૂપ લીધું અને હળવો ખોરાક ખાધો, પરંતુ દર વખતની જેમ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ આ વખતે પણ કોન્ટિનેન્ટલ ફૂડની મજા માણી હતી. ઓસ્ટ્રેલિયન ટીમે કોન્ટિનેન્ટલ ગ્રેવી ફૂડને સૌથી વધુ પસંદ કર્યું હતું. હોટેલ મેનેજમેન્ટ પણ ખેલાડીઓને અલગથી કોન્ટિનેન્ટલ ફૂડ કોર્નર સહિત અન્ય સુવિધાઓ પૂરી પાડી છે.

ખેલાડીઓ માટે તેમના રૂમમાં ઑન-ઑર્ડર ડિલિવરી પણ હતી. ઓસ્ટ્રેલિયાની ટીમને હોસ્ટ કરવામાં કોઈ કમી ન રહે એટલે હોટેલ મેનેજમેન્ટે તેના હાઉસકીપિંગ સ્ટાફ, ફૂડ એન્ડ બેવરેજ સ્ટાફ સહિત દરેક કર્મચારીને ટીમની દેખરેખ માટે રોક્યા હતા.

ઓસ્ટ્રેલિયા ટીમ માટે કોન્ટિનેન્ટલ ફૂડ

હોટેલના મેનૂ કાર્ડમાં ઓસ્ટ્રેલિયન ટીમના મનપસંદ કોન્ટિનેન્ટલ ફૂડની ઘણી ચીજો છે.

  • સાદી ઓમેલેટ/મસાલા/પોચ્ડ/સ્ક્રેમ્બલ્ડ/ફ્રાઈડ ગ્રિલ્ડ સોસેજ/ગ્રિલ્ડ બેકન/બટેટા વેજ્સ/સોટ મશરૂમ્સ/સ્ટીમ્ડ વેજિટેબલ્સ/બેકડ બીન્સ
  • પેનકેક/વેફલ્સ સર્વડ વિથ ચોકલેટ સોસ/ મેપલ સિરપ/વ્હીપ્ડ ક્રીમ/હની ઈફ્યુસંડ વિથ જીંજર, ગ્લુટેન ફ્રી અને વેગન પેનકેક/વેફલ્સ
ઓસ્ટ્રેલિયાના ખોલાડીઓ મોહાલી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરવા પહોંચ્યા હતા.
ઓસ્ટ્રેલિયાના ખોલાડીઓ મોહાલી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરવા પહોંચ્યા હતા.

બ્રેકફાસ્ટ મેનૂ (6:30AM -10:30AM)
ઑસ્ટ્રેલિયન ટીમના દરેક ખેલાડીઓના રૂમમાં ઑન-ઑર્ડર ફૂડ ડિલિવરીની વ્યવસ્તા કરવામાં આવી છે, પરંતુ આ સિવાય દરરોજ સવારથી રાત સુધીની તમામ પ્રવૃત્તિ માટેનો સમય પણ નિશ્ચિત છે. નાસ્તામાં સલાડ/તાજો રસ/ વેજ જ્યૂસ/કાપેલા ફળની થાળી-પપૈયા/અનાનસ/કેળા/તરબૂચ/ સફરજન, બેકર્સ બાસ્કેટ/કોર્નફ્લેક્સ/વ્હીટ ફ્લેક્સ/મ્યુસ્લી ગરમાગરમ પીરસવામાં આવશે.

ઓસ્ટ્રેલિયાની ટીમ બપોરે પ્રેક્ટિસ માટે બહાર નીકળી હતી
ઓસ્ટ્રેલિયાના તમામ ખેલાડીઓ પણ શનિવારે મોહાલીના સ્ટેડિયમમાં પ્રેક્ટિસ સેશનમાં પહોંચ્યા હતા. નેટ પ્રેક્ટિસ દરમિયાન ખેલાડીઓએ ખૂબ પરસેવો પાડ્યો હતો. ઓપનર બેટ્સમેન/મિડલ ક્રમના ખેલાડીઓ અને બોલરોએ મોડી સાંજ સુધી પ્રેક્ટિસ કરી હતી. નેટ પ્રેક્ટિસ દરમિયાન તમામ ખેલાડીઓ ડિફેન્સિવ ટેક્નિક અને એટેકિંગ શોટ મારતા પણ જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...