તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • The First Player To Score 14,000 Runs In A T 20 With A Banging Fifty Against AUS; West Indies Beat AUS By 6 Wickets To Take An Unbeaten 3 0 Lead In The Five match Series

યુનિવર્સલ બોસનો નવો રેકોર્ડ:ઓસ્ટ્રેલિયા સામેની ધમાકેદાર ફિફ્ટી ફટકારવાની સાથે જ ક્રિસ ગેલે T-20માં 14 હજાર રન પૂરા કર્યા

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રીજી મેચમાં ગેલે આક્રમક 38 બોલમાં 7 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 67 રન કર્યા
  • ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવી વેસ્ટ ઇન્ડીઝની 5 મેચની સિરીઝમાં અજેય 3-0ની સરસાઈ
  • બીજા નંબરનો ખેલાડી કાયરન પોલાર્ડ તેનાથી બે હજારથી વધારે રન દૂર

વેસ્ટ ઇન્ડીઝના વિસ્ફોટક બેસ્ટમેન ક્રિસ ગેલની ઘાતક બેટિંગની મદદથી વેસ્ટ ઇન્ડીઝે 5 મેચની શ્રેણીમાં 3-0ની અજેય લીડ મેળવી ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. આ મેચ દરમિયાન ક્રિસ ગેલે એક નવો વર્લ્ડ રેકોર્ડ રચ્યો છે. તેણે T-20માં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે અને T-20માં 14,000 રન બનાવવાની ઉપલબ્ધિ હાંસલ કરી છે.

ઓસ્ટ્રેલિયાની ટીમ હાલ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે 5 મેચની T-20 સિરઝ રમી રહી છે, જેમાં ત્રીજી મેચ ક્રિસ ગેલ માટે ખાસ રહી હતી, જેમાં તેણે 38 બોલમાં 7 છક્કા અને 4 ચોગ્ગાની મદદથી 67 રન માર્યા હતા અને T-20માં સૌપ્રથમ 14,000 રન બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. આ જ કારણોને લીધે તેને યુનિવર્સલ બોસ કહેવામાં આવે છે.

T-20માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓ

1. ક્રિસ ગેલ
T-20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. તેણે આ ફોર્મેટમાં અત્યારસુધીમાં 14,038 રન બનાવ્યા છે. ગેલે વર્ષ 2005માં T-20 ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. તેણે T-20 ક્રિકેટમાં 431 મેચ રમી છે, જેમાં તેણે 22 સદી અને 86 અડધી સદી ફટકારી છે. તે વિશ્વભરની ડઝન ટી -20 લીગમાં ભાગ લઈ રહ્યો છે. T-20 ક્રિકેટમાં તેણે સૌથી વધુ રન, સૌથી સદી, સૌથી વધુ ફિફ્ટી, સૌથી વધુ વ્યક્તિગત સ્કોર અને સૌથી વધુ સિક્સર બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે.

2. કાયરન પોલાર્ડ
વેસ્ટ ઇન્ડીઝની લિમિટેડ ઓવર્સના કેપ્ટન કાયરન પોલાર્ડ T-20માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં બીજા નંબરે આવે છે. તેણે T-20માં અત્યારસુધી 10836 રન બનાવ્યા છે. પોતાના T-20 કરિયરમાં પોલાર્ડે એક સદી અને 54 અર્ધ સદી લગાવી છે.

3. શોએબ મલિક
પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શોએબ મલિક T-20 ક્રિકેટના ત્રીજા નંબરનો સફળ બેટ્સમેન છે. તેણે T-20માં અત્યારસુધી 10741 રન નોંધાવ્યા છે. T-20માં તેનો સર્વાધિક સ્કોર 95 રને નોટઆઉટ છે. આ સિવાય તેણે 66 ફિફ્ટી પણ મારી છે.

4. ડેવિડ વોર્નર
ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે T-20 ફોર્મેટમાં ઘણા રન બનાવ્યા છે. T-20 ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનારાઓની યાદીમાં તે ચોથા ક્રમે છે. આ ફોર્મેટમાં વોર્નરના નામે 10,017 રન છે, જેમાં તેણે 8 સદી અને 82 અડધી સદી ફટકારી છે.

5. વિરાટ કોહલી
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ દેશ માટે T-20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવ્યા છે. વિરાટ કોહલી વિશ્વના ચોથા સૌથી સફળ ટી -20 બેટ્સમેન છે. T-20 ક્રિકેટમાં તેણે 9922 રન બનાવ્યા છે. વિરાટે આ ફોર્મેટમાં 5 સદી સહિત 72 અડધી સદી ફટકારી છે.

અન્ય સમાચારો પણ છે...