ઈન્ડિયા અને દ.આફ્રિકા વચ્ચે 19 જાન્યુઆરીથી ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થવા જઈ રહી છે. આ સિરીઝની પહેલી 2 મેચ પર્લમાં તો છેલ્લી મેચ કેપટાઉનમાં રમાશે. તેવામાં વિરાટની ટેસ્ટ કેપ્ટનશિન છોડ્યાના ચોંકવનારા વાતાવરણ વચ્ચે ઈન્ડિયન ટીમે વનડે માટે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. પર્લના બોલેન્ડ પાર્કમાં ટીમ ઈન્ડિયાના દરેક ખેલાડીઓ ભેગા થયા હતા અને આ દરમિયાન આ સિરીઝનો કેપ્ટન રાહુલ અને હેડ કોચ રાહુલ દ્રવિડ બધાને સૂચન આપી રહ્યા હતા. આ તમામ સેશન દરમિયાન કોહલીની તસવીર વાઈરલ થતા ફેન્સ ભાવુક થઈ ગયા હતા.
ટેસ્ટ કેપ્ટનશિપ છોડ્યા પછી કોહલીની તસવીર વાઈરલ
BCCIએ શેર કરેલી તસવીરમાં વિરાટ કોહલી, શાર્દૂલ ઠાકુર અને શ્રેયસ અય્યર સાથે ઉભો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તેનું ધ્યાન પ્રેક્ટિસ સેશન દરમિયાન કેપ્ટન રાહુલના ગેમ પ્લાન પર રહેલું જોવા મળે છે. તેવામાં BCCIએ આ પોસ્ટ શેર કરી કેપ્શનમાં લખ્યું છે કે'વનડે મોડ ઓન'. ઉલ્લેખનીય છે કે રોહિત શર્મા ઈજાગ્રસ્ત હોવાથી કે.એલ.રાહુલને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવાયો છે, જ્યારે જસપ્રીત બુમરાહ વાઈસ કેપ્ટન રહેશે.
કેપ્ટન તરીકે રાહુલની પહેલી સિરીઝ
કે.એલ.રાહુલની ઈન્ટરનેશનલ વનડેમાં ઈન્ડિયન કેપ્ટન તરીકે આ પહેલી સિરીઝ છે. જોકે આની પહેલા તેણે દ.આફ્રિકા વિરૂદ્ધ જોહાનિસબર્ગમાં બીજી ટેસ્ટ મેચ દરમિયાન કેપ્ટનશિપનો કાર્યભાર સંભાળ્યો હતો. જોકે આ મેચ ઈન્ડિયન ટીમ બીજી ઈનિંગમાં હારી ગઈ હતી. તેવામાં હવે વનડે ટીમની કેપ્ટનશિપ સંભાળવાની સાથે આ સિરીઝ જીતવી રાહુલ માટે અગ્નિપરીક્ષા સમાન રહેશે. BCCIએ શેર કરેલી પોસ્ટમાં કે.એલ.રાહુલ ટીમને ગેમ પ્લાન સમજાવતો નજરે પડી રહ્યો છે.
કે.એલ.રાહુલને લીડ કરતો જોઈ વિરાટના ફેન્સ અકળાયા
વિરાટ કોહલી હવે ઈન્ડિયન ટીમનો કેપ્ટન રહ્યો નથી. છેલ્લા કેટલાક મહિનામાં તેણે ત્રણેય ફોર્મેટની કેપ્ટનશિપ છોડી દેતા હવે કોહલી માત્ર પ્લેયર તરીકે ઈન્ડિયન ટીમમાં મેચ રમશે. તેવામાં અત્યારે રોહિતના સ્થાને કે.એલ.રાહુલને ટીમને ગેમ પ્લાન સમજાવતો જોઈએ એક યૂઝર અકળાઈ ગયો અને ભાવુક ટ્વીટ શેર કરી હતી. તેણે લખ્યું હતું કે વિરાટને હવે કે.એલ.રાહુલનું સાંભળવું પડશે... તો આનો જવાબ આપતા બીજા યૂઝરે કહ્યું કે કોહલી હવે પ્લેયર છે તેને કેપ્ટનની વાત માનવી જ પડશે. વળી અન્ય એક યૂઝરે તો એમ પણ લખ્યું હતું કે તું કેમ આટલો ભાવુક થાય છે વિરાટની કેપ્ટનશિપમાં ધોની પણ આવી રીતે જ ગેમ પ્લાન સાંભળતો હતો.
કોચ દ્રવિડ ટીમ ઈન્ડિયાને ટિપ્સ આપતા જોવા મળ્યા
આ સિવાય હેડ કોચ રાહુલ દ્રવિડ પણ ટીમને મહત્ત્વની ટિપ્સ આપતા જોવા મળ્યા હતા. દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ હાર્યા પછી કોહલીએ ટેસ્ટ કેપ્ટનશિપ છોડી દીધી હતી. તે જ સમયે, આ પ્રવાસ પહેલા તેને વનડેની કેપ્ટનશિપથી હટાવી દેવામાં આવ્યો હતો અને રોહિત શર્માને આ જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે રોહિત ઈજાના કારણે આ ટીમનો ભાગ નથી. તેવામાં ઉલ્લેખનીય છે કે કોહલી તેની કારકિર્દીમાં બીજીવાર કોઈ બીજા કેપ્ટનની અંડરમાં રમશે. આની પહેલા તે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં રમી ચૂક્યો છે.
ધવન માટે મહત્ત્વપૂર્ણ સિરીઝ
શિખર ધવન માટે આ સિરીઝ ઘણી મહત્ત્વપૂર્ણ છે. ધવને તેની છેલ્લી વનડે સિરીઝ જુલાઈમાં શ્રીલંકા સામે રમી હતી, જેમાં તે કેપ્ટન હતો. જોકે ત્યારપછી T20 વર્લ્ડ કપમાં પણ ધવનને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો નહોતો.
દ.આફ્રિકા સામે ધવનનો રેકોર્ડ શાનદાર રહ્યો છે
વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયા
વનડે સિરીઝનું શિડ્યૂલ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.