• Gujarati News
  • Sports
  • Cricket
  • The First Nisham's Bat Was Broken, The Umpire Did Not Respond When The Second Ball Was Out, Bhuvi Pant And The Umpire Came Face To Face.

ભુવીની ઓવરમાં થઈ જોવાજેવી:પહેલા નીશમનું બેટ તૂટ્યું, બીજા બોલ પર આઉટ-નોટઆઉટની મૂંઝવણ થઈ; ભુવી-પંત-અમ્પાયર સામ-સામે આવી ગયા

9 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાંચીમાં રમાયેલી બીજી T20 મેચમાં ભારતે 7 વિકેટથી ન્યૂઝીલેન્ડને હરાવ્યું છે. આ મેચ દરમિયાન ટોસ જીત્યા બાદ પહેલા બોલિંગ દરમિયાન ભુવનેશ્વરની 18મી ઓવરમાં જોવાજેવી થઈ હતી. આ ઓવરમાં કિવી બેટર નીશમના બેટ તૂટવાથી લઈને અમ્પાયર સામે વિકેટની ભીખ માગતા ઈન્ડિયન બોલર્સની ઘટનાએ દર્શકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. તો ચલો, આપણે આ રોમાંચક ઓવર પર નજર ફેરવીએ....

નીશમનું બેટ તૂટ્યું
આ ઓવર કરવા માટે ભુવનેશ્વર કુમાર આવ્યો હતો, જેના પાંચમા બોલ પર નીશમ મિડઓન પર શોટ મારવા ગયો હતો, પરંતુ બેટની સૌથી નીચે વાગતાં એ તૂટી ગયું હતું. એને પરિણામે ભુવનેશ્વર સહિત નોનસ્ટ્રાઈકર એન્ડનો ખેલાડી પણ ચોંકી ગયો હતો. આ બેટનો ટુકડો સીધો નોનસ્ટ્રાઈકર એન્ડ પર ઊભેલા મિચેલ સેન્ટનરને વાગ્યો હતો. આ સમગ્ર ઘટના બાદ અમ્પાયર પણ નીશમ સાથે આવી ગયા હતા. ત્યાર પછી નીશમે બેટ બદલી બેટિંગ ફરીથી કરવાનું શરૂ કર્યું હતું.

નોનસ્ટ્રાઈકર એન્ડ પર ક્રીઝમાં પરત ફરી રહેલા સેન્ટનરને બેટનો ટુકડો વાગ્યો હતો.
નોનસ્ટ્રાઈકર એન્ડ પર ક્રીઝમાં પરત ફરી રહેલા સેન્ટનરને બેટનો ટુકડો વાગ્યો હતો.

સાઉથી-બોલ્ટ મજાક ઉડાવવા લાગ્યા
નીશમનું બેટ તૂટ્યા પછી કિવી ટીમના સાથી ખેલાડી સાઉથી અને બોલ્ટ પણ હસવા લાગ્યા હતા. સાઉથી જાણે બોલ્ટને આ રમૂજી કિસ્સા બાદ તેના મિત્રને જણાવી રહ્યો હોય એમ લાગી રહ્યું હતું.

કિવી ટીમનો સાઉથી તેના સાથી ખેલાડી બોલ્ટને સમગ્ર ઘટના વિશે જણાવી રહ્યો હતો.
કિવી ટીમનો સાઉથી તેના સાથી ખેલાડી બોલ્ટને સમગ્ર ઘટના વિશે જણાવી રહ્યો હતો.

બેટ બદલ્યું અને નીશમ આઉટ
ભુવનેશ્વરે 18મી ઓવરના છેલ્લા બોલ પર શોર્ટ લેન્થ બોલ પર નીશમને આઉટ કર્યો હતો. તેના બેટની એડ્જ સાથે બોલ સીધો પંત પાસે ગયો હતો. આ દરમિયાન પંત અને ભુવીએ વિકેટનું સેલિબ્રેશન કરવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન અમ્પાયરે કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા ન આપતાં ભુવનેશ્વર કુમાર સીધો તેમની પાસે જઈને ઊભો રહી ગયો હતો. તો બીજી બાજુ પંતે પણ અમ્પાયરને આઉટ આપવા આજીજી કરી હતી. આ સમગ્ર ઘટના બાદ અમ્પાયરે બંને ખેલાડીનું માન રાખવા આઉટનો ઈશારો કર્યો હતો.

અમ્પાયરને જાણ હતી કે નીશમ આઉટ છે
આ સમગ્ર ઘટના દરમિયાન નીશમ સામે ચાલીને પેવેલિયન ભેગો થવા ચાલવા લાગ્યો હતો, જેને કારણે અમ્પાયરે કોઈ પ્રતિક્રિયા ન આપી હોય એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. જોકે ભુવી અને પંતની પ્રતિક્રિયા બાદ તેમણે ખેલાડી આઉટ હોવાનો ઈશારો કર્યો હતો.

ભારતે 2-0થી સિરીઝમાં અજેય લીડ મેળવી
154 રનના ટાર્ગેટને રોહિત એન્ડ કંપનીએ 17.2 ઓવરમાં 3 વિકેટના નુકસાને સરળતાથી ચેઝ કરી લીધો હતો. કેએલ રાહુલ (65) અને કેપ્ટન રોહિત શર્મા (55)એ ટીમની જીતમાં શાનદાર ઇનિંગ રમી હતી. ભારત અત્યારે શ્રેણીમાં 2-0થી આગળ છે અને શ્રેણીની છેલ્લી મેચ 21 નવેમ્બરે કોલકાતામાં રમાશે.

અન્ય સમાચારો પણ છે...