જયંત-નવદીપ વનડે ટીમમાં સામેલ:વોશિંગ્ટન સુંદર કોરોના પોઝિટિવ થતા સિરીઝથી બહાર, 19 જાન્યુઆરીએ પહેલી મેચ રમાશે

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

વોશિંગ્ટન સુંદર કોરોના પોઝિટિવ હોવાના કારણે દક્ષિણ આફ્રિકા સામેની વનડે સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. નેશનલ સિલેક્શન કમિટિએ સુંદરના સ્થાને ઓફ સ્પિનર ​​જયંત યાદવને પસંદ કર્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.

બેંગલુરુમાં આયોજિત ટ્રેનિંગ કેમ્પ દરમિયાન સુંદર કોવિડ-19 પોઝિટિવ આવ્યો હતો. સુંદર બુધવારે અન્ય ODI ટીમ સાથે કેપટાઉન જવાનો હતો. જોકે આની પહેલા માહિતી મળી હતી કે સુંદર પહેલી મેચમાંથી બહાર થઈ શકે છે, પરંતુ હવે તે આખી સિરીઝમાંથી બહાર થઈ ગયો છે.

સૈની ODI ટીમનો પણ ભાગ
આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં હેમસ્ટ્રિંગ ઈન્જરીના કારણે ઈજાગ્રસ્ત થયેલા મોહમ્મદ સિરાજના બેકઅપ તરીકે યુવા ફાસ્ટ બોલર નવદીપ સૈનીને પણ વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સૈનીએ અત્યારસુધી રમાયેલી 8 વનડેમાં 6 વિકેટ લીધી છે. તે જ સમયે, જયંતે 2016માં ભારત માટે એકમાત્ર વનડે મેચ રમી હતી અને તે 1 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.

રાહુલ ટીમનો કેપ્ટન રહેશે
દક્ષિણ આફ્રિકા સામેની વનડે સિરીઝ માટે રોહિત શર્મા ઈન્જરીના કારણે બહાર થયો હોવાથી KL રાહુલને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે જસપ્રીત બુમરાહ વાઇસ કેપ્ટન રહેશે.

વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયા

  • બેટરઃ કે.એલ.રાહુલ (કેપ્ટન), ધવન, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર, શ્રેયસ, રિષભ, ઈશાન
  • ઓલરાઉન્ડરઃ વેંકટેશ અય્યર, વોશિંગ્ટન સુંદર
  • સ્પિનરઃ રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ
  • ફાસ્ટ બોલરઃ જસપ્રીત બુમરાહ (વાઈસ કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, પ્રસિદ્ધ કૃષ્ણા, શાર્દૂલ ઠાકુર અને મોહમ્મદ સિરાજ

વનડે સિરીઝનું શિડ્યૂલ

  • 1st ODI: 19 જાન્યુઆરી, પાર્લ
  • 2nd ODI: 21 જાન્યુઆરી, પાર્લ
  • 3rd ODI: 23 જાન્યુઆરી, કેપટાઉન
અન્ય સમાચારો પણ છે...