થોડી મિનિટોમાં જ ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ વહેંચાઈ ગઈ:T20 વર્લ્ડ કપની પહેલી મેચ 23 ઓક્ટોબરે, મેલબોર્નમાં પાકિસ્તાન સામે ટકરાશે

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ICC T20 વર્લ્ડ કપ 2022 માટે ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસકરીને ભારતીય ટીમના ચાહકો અને પાકિસ્તાનની ટીમના ચાહકોમાં ભારત અને પાકિસ્તાન મેચને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આનો અંદાજો એ વાત ઉપરથી લગાવવામાં આવે છે કે 23 ઓક્ટોબરે થનારી ભારત અને પાકિસ્તાન સામેની મેચની બધી જ ટિકિટ થોડી મિનિટોમાં જ વહેંચાઈ ગઈ હતી.

આમ તો વર્લ્ડ કપનો આંરભ 16 ઓક્ટોબરથી શરૂ થશે. પરંતુ આ ટુર્નામેન્ટમાં ભારત તેની પહેલી મેચ 23 ઓક્ટોબરે રમશે. આ મેચમાં ભારતીય ટીમ પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે. આ મેચ મેલબોર્નમાં રમાશે.

ICCએ ટુર્નામેન્ટમાં થનારી બધી જ મેચની ટિકિટની વહેંચણી વેબસાઈટ ઉપર શરૂ કરી દીધી છે. ક્રિકેટ ફેન્સમાં એટલો બધો ઉત્સાહ જોવા મળે છે કે થોડી મિનિટોમાં જ ભારત અને પાકિસ્તાન મેચની બધી જ ટિકિટ વહેંચાઈ ગઈ હતી. આટલું જ નહિ, એડિશનલ સ્ટેન્ડિંગ રૂમની ટિકિટ્સ પણ વહેંચાતા વધુ સમય લાગ્યો નહોતો. ICCએ જણાવ્યુ હતુ કે ભારત અને પાકિસ્તાન મેચની 5 લાખથી પણ વધુ ટિકિટ્સ વહેંચાઈ ગઈ હતી. સુપર-12માં ભારત પોતાતી પહેલી મેચ પાકિસ્તાન વિરૂદ્ધ રમશે. મેચના થોડા દિવસ અગાઉ એક ઓફિશિયલ રી-સેલ પ્લેટફોર્મ ચાલુ થશે, જ્યાં ફેન્સ વાસ્તવિક કિંમતમાં ટિકિટ એક્સચેન્જ કરી શક્શે.

તો બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકા સામેની મેચ અને ગ્રુપ-એના રનરઅપ સામેની બધી જ મેચની ટિકિટ પણ વહેંચાઈ ગઈ છે. હજુ એડિશનલ ટિકિટ્સ બહાર પડી શકે છે.

ટીમ ઈન્ડિયાની તૈયારી

આ ટુર્નામેન્ટને લઈને ફેન્સમાં જ નહિ, પરંતુ ઈન્ડિયન ક્રિકેટ ટીમ પણ એટલી જ ઉત્સાહિત છે. હાલમાં જ ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ કરવાની વાત સામે આવી હતી. ઓફિશિયલ કિટ પાર્ટનર MPL સ્પોર્ટ્સે એક ટીઝર લોન્ચ કર્યુ હતુ. આ ટીઝરમાં રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને શ્રેયસ અય્યર નજર આવે છે. ટીમ ઈન્ડિયાની નવી ઓફિશિયલ જર્સી પણ હવે લેન્ચ થશે, તેવું લાગી રહ્યુ છે. તો 12 સપ્ટેમ્બરે BCCIએ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાના સ્ક્વોડની ઘોષણા કરી દીધી હતી.