તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Cricket
 • The First Batting Since 2018 Has Been 100 Times With A Partnership Of 100+, The Team Has Won Only 8 Times, Punjab Has Lost Despite A Partnership Of 183

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IPLમાં મોટી પાર્ટનરશિપની ઈમ્પેક્ટ ઓછી:2018 બાદ પ્રથમ બેટિંગ કરતા 20 વખત 100+ની ભાગીદારી બની, ટીમ માત્ર 8 વખત જીતી, 183ની ભાગીદારી છતાં પંજાબની ટીમ હારી

મુંબઈ7 મહિનો પહેલા
 • કૉપી લિંક
શરૂઆતની 4 સિઝનમાં મોટી ભાગીદારી પછી ટીમ જીતતી હતી. - Divya Bhaskar
શરૂઆતની 4 સિઝનમાં મોટી ભાગીદારી પછી ટીમ જીતતી હતી.
 • શરૂઆતની 4 સિઝનમાં 100+ની ભાગીદારી પછી જીતવાની ટકાવારી 75.8 હતી, હવે 40 થઈ ગઈ

ક્રિકેટમાં મેચ જીતવા માટે મોટી ભાગીદારી મહત્ત્વની મનાય છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં આઈપીએલમાં આ વાત ખોટી સાબિત થઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા મોટી ભાગીદારીને કારણે અનેક વખત ટીમ હારી છે. રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ કે.એલ. રાહુલ અને મયંક અગ્રવાલે 183 રનની ભાગીદારી કરી હતી, છતાં ટીમ જીતી શકી નહીં. ટૂર્નામેન્ટની પ્રથમ 4 સિઝનમાં પ્રથમ બેટિંગ કરતા 100થી વધુની ભાગીદારી કર્યા પછી ટીમના વિજયની ટકાવારી 75.8 ટકા હતી, જે હવે 40 પર આ‌વી ગઈ છે.

રાહુલની ઈનિંગ્સની નેગેટિવ ઈમ્પેક્ટ.
રાહુલની ઈનિંગ્સની નેગેટિવ ઈમ્પેક્ટ.

બંને બેટ્સમેનનો સ્ટ્રાઈક રેટ 150+ વધુ, જીતની ટકાવારી વધી
2015થી જ્યારે પણ પ્રથમ બેટિંગ કરતા 100 રનથી વધુની ભાગીદારી બની છે અને બંને બેટ્સમેને 150થી વધુના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે, તો ટીમના વિજયની ટકાવારી 69.2 રહી છે. જો એક પણ બેટ્સમેન 150થી ઓછી સ્ટ્રાઈક રેટથી રન બનાવે છે તો જીતની ટકાવારી 28.6 રહી જાય છે.

બંને બેટ્સમેનનો સ્ટ્રાઈક રેટ 150+ વધુ, જીતની ટકાવારી વધી.
બંને બેટ્સમેનનો સ્ટ્રાઈક રેટ 150+ વધુ, જીતની ટકાવારી વધી.
50 મેચ પછી સચિન, વોર્નર, ગંભીર સૌથી સફળ કેપ્ટન.
50 મેચ પછી સચિન, વોર્નર, ગંભીર સૌથી સફળ કેપ્ટન.

3 વખત 200+ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા
આઈપીએલના ઈતિહાસમાં માત્ર 3 વખત એવું થયું છે જ્યારે 100+ની ભાગીદારીમાં બંને બેટ્સમેને 200+ના સ્ટ્રાઈક રેટથી 50થી વધુ રન બનાવ્યા હોય.

બેટ્સમેનઓવૈસ શાહ 60 (26)
સાથીરહાણે 55 (24)
vsબેંગલુરુ
સિઝન2012
બેટ્સમેનડિવિલિયર્સ 129 (52)
સાથીકોહલી 97 (45)
vsગુજરાત
સિઝન2016

​​​​​​​

બેટ્સમેનપંત 87 (38)
સાથીસેમસન 52 (25)
vsગુજરાત
સિઝન2017

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો