તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • "The Farmers' Movement Was Discussed In The Team Meeting. If There Is Any Issue In The Country, We Will Discuss It," Virat Said.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂત આંદોલનનો મુદ્દો ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગરૂમ સુધી પહોંચ્યો:વિરાટે કહ્યું- ટીમ મીટિંગમાં ખેડૂતો અંગે વાત થઇ, દેશમાં કોઈપણ મુદ્દો ચાલતો હોય તો અમે એના પર ચર્ચા કરીએ છીએ

ચેન્નાઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિરાટે કહ્યું, ડોક્ટરે જ્યારે અનુષ્કાને અંદર બોલાવી ત્યારે હું શાર્દૂલ ઠાકુર અને વી. સુંદરની બેટિંગ જોઈ રહ્યો હતો.
  • કપ્તાને કહ્યું, પ્રથમ ટેસ્ટમાં ઋષભ પંત વિકેટકીપિંગ કરશે; બુમરાહ ભારતમાં પોતાની પ્રથમ ટેસ્ટ રમવા ઉત્સાહિત

કિસાન આંદોલનની ચર્ચા હવે ભારતીય ક્રિકેટ ટીમની મીટિંગમાં પણ થવા લાગી છે. ઇંગ્લેન્ડ સામે 5 ફેબ્રુઆરીથી શરૂ થતી ટેસ્ટ શ્રેણીના એક દિવસ પહેલાં કેપ્ટન વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સ કરી. તેમાં વિરાટે કહ્યું કે, "દેશમાં જ્યારે પણ કોઈ મુદ્દો ચાલી રહ્યો હોય તો અમે તેના પર ચર્ચા કરીએ છીએ. કિસાન આંદોલન અંગે પણ ચર્ચા કરી. બધા ખેલાડીઓએ આ વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો અને પછી ગેમ પ્લાનની વાત કરવા લાગ્યા." તે સિવાય કોહલીએ કહ્યું કે, ડોક્ટરે જ્યારે અનુષ્કાને અંદર બોલાવી ત્યારે હું શાર્દુલ ઠાકુર અને વી. સુંદરની બેટિંગ જોઈ રહ્યો હતો.

સોશિયલ મીડિયા પર પણ આપી હતી પ્રક્રિયા
એક દિવસ પહેલાં જ વિદેશી સેલિબ્રિટીએ કિસાન આંદોલનને સપોર્ટ કર્યા બાદ વિરાટે પણ ભારતીય સરકારને સપોર્ટ કર્યો હતો. તેણે લખ્યું કે, મતભેદોના આ સમયમાં એક થવાની જરૂર છે. ખેડુતો દેશનો મહત્વપૂર્ણ ભાગ છે અને અપેક્ષા છે કે તમામ પક્ષો મળીને આ મુદ્દાને હલ કરવામાં સમર્થ થશે.

જ્યારે ડોક્ટરે અનુષ્કાને ફોન કર્યો ત્યારે વિરાટ શાર્દૂલ અને સુંદરની બેટિંગ જોઈ રહ્યો હતો
વિરાટે પ્રેસ-કોન્ફરન્સમાં કહ્યું, 'જ્યારે ડોકટરોએ અમને બોલાવ્યા અને જ્યારે અમારે જવાનું હતું, ત્યારે હું છેલ્લી ટેસ્ટમાં શાર્દુલ ઠાકુર અને વોશિંગ્ટન સુંદરની બેટિંગ જોઈ રહ્યો હતો. અમે આ રીતે ટીમ સાથે જોડાયેલા રહીએ છીએ. હું ખુશ છું કે-ટીમે શ્રેણીમાં કમબેક કર્યું. હું ટીમમાં હતો કે નહીં તેનાથી કોઈ ફરક પડતો નથી. હું બધી મેચ જોતો હતો. મને ટીમ પર ગર્વ છે. '

વિરાટ કોહલીએ ચાર ટેસ્ટ સિરીઝની પહેલી મેચ પહેલાં કન્ફર્મ કર્યું છે, ચેન્નાઈ ખાતે ઋષભ પંત વિકેટકીપિંગ કરશે. શ્રેણીની પહેલી બંને મેચ ચેન્નાઇમાં, જ્યારે ત્રીજી અને ચોથી ટેસ્ટ અમદાવાદના નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ ખાતે રમાશે. ભારતની સ્ક્વોડમાં પંત અને રિદ્ધિમાન સાહા બંને છે.

પંત સારા માઈન્ડસેટમાં છે
કોહલી પંતની પસંદગી પાછળનું કારણ જણાવતા કહ્યું કે, તેણે ઓસ્ટ્રેલિયામાં બહુ સારો દેખાવ કર્યો. તેનો શ્રેણીમાં ઘણો ઈમ્પૅક્ટ રહ્યો. તે સારા માઈન્ડસેટમાં છે અને અમે ઇચ્છીએ છે કે તે ગેમના દરેક ડિપાર્ટમેન્ટમાં સમય સાથે ગ્રો કરતો રહે. તેણે IPL પછી પોતાની ફિટનેસ પર સારું કામ કર્યું. તે વ્હાઈટબોલ ટીમનો ભાગ નહોતો. તેમ છતાં તેણે પોતાની રમત પર બહુ કામ કર્યું. તેની સફળતાથી બધા બહુ ખુશ છીએ કારણકે અમે તેને લાંબા સમયથી બેક કરતા આવ્યા છીએ. તેણે સાબિત કર્યું કે, તે ભારત માટે મેચ-વિનર સાબિત થઈ શકે છે.

મારો અને રહાણેનો એકબીજા પર ભરોસો ટીમની તાકાત છે

  • કોહલીએ કહ્યું કે, રોહિત શર્મા અને શુભમન ગિલે ઓસ્ટ્રેલિયામાં સારું પ્રદર્શન કર્યું. અમે તેમને વધુ તક આપવા માગીએ છીએ. તેમની પાસેથી સારી શરૂઆતની અપેક્ષા છે .
  • કોહલીએ કહ્યું હતું કે મને અને અજિંક્ય રહાણેને એકબીજા પર ભરોસો છે અને આ ઇન્ડિયન ટીમની તાકાત છે. ટીમની કપ્તાની ભરોસા પર થાય છે. ઓસ્ટ્રેલિયામાં તેણે પોતાની ભૂમિકા બહુ સારી રીતે નિભાવી. અમને એકબીજા સાથે બેટિંગ કરવાની મજા આવે છે. મેદાનની બહાર પણ અમે એકબીજાના સંપર્કમાં રહીએ છીએ.

બુમરાહનું હોમ ડેબ્યુ
જસપ્રીત બુમરાહ આવતીકાલે પહેલીવાર ભારતમાં ટેસ્ટ મેચ રમશે. કોહલીએ કહ્યું કે, "બુમરાહ હોમ ડેબ્યુ માટે બહુ ઉત્સુક છે. ગઈ વખતે ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે અમારા ફાસ્ટ બોલર્સે ઇંગ્લિશ પેસ બેટરી કરતાં સારો દેખાવ કર્યો હતો. આ વખતે બુમરાહની સાથે મોહમ્મદ સિરાજ અને ઇશાંત શર્મા જેવા વિકલ્પ પણ છે." ઉલ્લેખનીય છે કે, બુમરાહે 17 ટેસ્ટમાં 21.59ની એવરેજથી 79 વિકેટ લીધી છે. તે હજી સુધી ભારતમાં એકપણ ટેસ્ટ રમ્યો નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો