બાંગ્લાદેશનો સ્ટાર ક્રિકેટર શાકિબ અલ હસનની સાથે દુબઈમાં ફેન્સે ગેરવર્તન કર્યું છે. એક કાર્યક્રમ દરમિયાન ભીડે સેલ્ફી લેવા માટે તેને ઘેરી લીધો હતો. આ દરમિયાન ધક્કા-મુક્કી થઈ હતી. કેટલાક ફેન્સે તેનો શર્ટ અને કોલર પકડ્યો હતો તો કોઈએ ધક્કો માર્યો હતો. શાકિબ પડતાં-પડતાં બચી ગયો હતો. તે આ બધાની વચ્ચે માંડ માંડ બચ્યો હતો અને જેમ તેમ કરીને ત્યાંથી નીકળી ગયો હતો. આ ઘટના બુધવારની છે, પરંતુ તેનો વીડિયો હવે વાઇરલ થઈ રહ્યો છે.
બાંગ્લાદેશના મીડિયા ઢાકા ટ્રિબ્યુન મુજબ, શાકિબ આરવ ખાનના આમંત્રણ પર દુબઈમાં જ્વેલરી શોરૂમનું ઉદ્ધાટનમાં ગયો હતો. આરવનું સાચું નામ રબીઉલ ઈસ્લામ ઉર્ફે શોહાગ ઉર્ફે હૃદયોય છે. તે બાંગ્લાદેશમાં હત્યાનો આરોપી છે અને ભાગેડુ છે.
આરવની ઉપર 2018માં બાંગ્લાદેશની સ્પેશિયલ બ્રાંચના ઈન્સ્પેક્ટર મોહમ્મદ મામુન ઈમરાન ખાનની હત્યાનો આરોપ છે. હત્યા બાદ, રબીઉલ ભારત ભાગી ગયો હતો અને આરવ ખાનના નામથી એક ભારતીય પાસપોર્ટ મેળવીને દુબઈ જતો રહ્યો હતો.
ગયા સપ્તાહે શાકિબે ફેન સાથે મારપીટ કરી હતી
શાકિબે ગયા સપ્તાહે પણ એક આવા જ ફેનની સાથે મારપીટ કરી હતી. શાકિબ બાંગ્લાદેશના ચટગામમાં એક ઈવેન્ટ દરમિયાન સેંકડો લોકો વચ્ચે ઘેરાઈ ગયો હતો. આ દરમિયાન એક ફેને ગેરવર્તન કરતા શાકિબે ટોપીથી તે ફેનની સાથે મારપીટ કરી હતી. શાકિબ જેવો જ કારમાં બેસવા જઈ રહ્યો હતો, તે જ સમયે એક ફેને તેની ટોપી છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. જેથી શાકિબ રોષે ભરાયો હતો અને તેણે ટોપીએ ટોપીએ ફેનની ધોલાઈ કરી હતી.
ઈન્સ્ટાગ્રામ પર શાકિબના 25 લાખ અને ટ્વિટર પર 22 લાખ ફોલોઅર્સ
શાકિબની ગણતરી બાંગ્લાદેશના સૌથી લોકપ્રિય સેલિબ્રિટીમાં થાય છે. ટ્વિટર પર શાકિબને 22 લાખ યુઝર્સ ફોલો કરે છે. જ્યારે ઈન્સ્ટાગ્રામ પર શાકિબના 25 લાખ ફોલોઅર્સ છે. 2006માં ડેબ્યુ કરનાર શાકિબ બાંગ્લાદેશના સૌથી સફળ ક્રિકેટરોમાંથી એક છે. તેણે ત્રણેય ફોર્મેટમાં કુલ 404 મેચ રમી છે, જેમાં તેના નામે 13 હજાર 324 રન અને 662 વિકેટ છે.
ક્રિકેટ બાબતના અન્ય સમાચાર પણ વાંચો...
શોએબે કહ્યું- ભારતે મને ખૂબ જ પ્રેમ આપ્યો છે:અહીં એટલું આવવા- જવાનું થઈ ગયું છે કે આધારકાર્ડ પણ છે, ક્રિકેટમાં માત્ર ભારત-પાક.ની ફાઈનલ થવી જોઈએ
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરને ભારત ખૂબ જ ગમે છે. તે કહે છે કે તેને આ દેશથી ખૂબ જ પ્રેમ મળ્યો છે. અહીં તેનું એટલું આવવા-જવાનું થઈ ગયું છે કે હવે તેનું આધારકાર્ડ પણ છે. જોકે આધારકાર્ડની વાત શોએબે મજાકમાં કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.