• Gujarati News
  • Sports
  • Cricket
  • The Coach Praised The Seriousness Of The Cricket Issue, Now Yastika Will Play For India In The World Cup

વડોદરા:કોચે પ્રશંસા કરતા ક્રિકેટ મુદ્દે ગંભીર બની, હવે યાસ્તિકા વર્લ્ડ કપમાં ભારત માટે રમશે

નવી દિલ્હી9 દિવસ પહેલા
  • કૉપી લિંક

વન-ડેમાં માત્ર 3 મેચનો અનુભવ ધરાવતી ગુજરાતની યાસ્તિકા ભાટિયાને મહિલા વન-ડે વર્લ્ડ કપ માટેની ભારતીય મહિલા ટીમમાં સ્થાન મળ્યું છે. તેને ટીમમાં પસંદગી થયાની વાત પિતાએ જણાવી હતી. 21 વર્ષીય યાસ્તિકાએ જણાવ્યું કે, ‘હું જ્યારે માત્ર 13 વર્ષની હતી ત્યારે નેટસમાં મારી રમત જોઈને આંધ્રના કોચ પૂર્ણીમા રાવે મને કહ્યું હતું કે- ‘મહેનત કરેગી તો તું ઇન્ડિયન ટીમ સે ખેલ શકતી હૈ’ ત્યારથી મેં ક્રિકેટને વધુ ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું.’

યાસ્તિકાને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની વન-ડે સીરિઝ તથા ટી-20 માટેની ટીમમાં પણ સ્થાન મળ્યું છે. ગત વર્ષે યાસ્તિકાએ ઓસ્ટ્રેલિયામાં ડેબ્યૂ કર્યું હતું. વર્લ્ડ કપ ન્યૂઝીલેન્ડમાં યોજાવાનો છે. અહીંની બાઉન્સી પિચો માટેની તૈયારી અંગે યાસ્તિકાએ કહ્યું કે,‘બેંગલુરુ કેમ્પમાં મને શોર્ટ પિચ બોલ અને બાઉન્સી વિકેટ પર કેવી રીતે રમવું તેની પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી.’ યાસ્તિકા ભાટિયાએ 12 સાયન્સમાં 89 ટકા મેળવવા છતાં ક્રિકેટ માટે મોટી બહેનની જેમ તબીબ બનવાને બદલે ક્રિકેટર બનવા માટે કોલેજમાં આર્ટ્સમાં આગળ વધવાનો નિર્ણય લીધો હતો.

દરેક બોલે રન કરતી ખેલાડીની ટીમને જરૂર, યાસ્તિકા તેમાં સફળઃ મોરે
પૂર્વ ભારતીય ક્રિકેટર કિરણ મોરે યાસ્તિકાના મેન્ટર છે. મોરેએ જણાવ્યું કે,‘યાસ્તિકા ભારતીય મહિલા ટીમના પૂર્વ કોચ ડબ્લ્યૂવી રમનના કહેવાથી મને મળી હતી. ભારતીય મહિલા ટીમને દરેક બોલે રન કરી શકે તેવી ખેલાડીની જરૂર હતી, યાસ્તિકા તેમાં દરેક મોર્ચે સફળ છે.’ ટ્રેનિંગ વિશે મોરેએ જણાવ્યું કે, તેમણે યાસ્તિકાને લાંબી ઈનિંગ્સ રમવા અને બોલ પર વધુ ફોક્સ કરતા શીખવાડ્યું. તે શીખવા સતત સવાલો કરતી રહે છે. તેની બેટિંગમાં સ્ટાઈલ, ટાઈમિંગ અને સ્ટ્રોકમાં તાકાત અને હિંમત છે. તે સાહસી પ્લેયર છે.’

અન્ય સમાચારો પણ છે...