ટીમ ઈન્ડિયાના નિશાને વર્લ્ડ રેકોર્ડ:સતત 13 ટી-20 જીતનારી પહેલી ટીમ બનવાની તક, IPLના સ્ટાર્સ પર રહેશે નજર

એક મહિનો પહેલા

બે મહિના સુધી ચાલેલા IPL પછી હવે ફરી એક વખત ઈન્ટરનેશનલ ક્રિકેટની મોસમ આવી રહી છે, જ્યાં એક નવો વર્લ્ડ રેકોર્ડ ટીમ ઈન્ડિયાના દ્વારે ઊભો છે. 9 જૂનથી ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે 5 મેચની ટી-20 સીરીઝ શરૂ થવાની છે.

પહેલી મેચ દિલ્હીમાં રમાશે. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયાની નજર સતત સૌથી વધુ ટી-20 મેચ જીતવના વર્લ્ડ રેકોર્ડ પર રહેશે. ભારત હજુ સુધી સતત 12 ટી-20 મેચ જીતી ચુક્યું છે અને હાલ અફઘાનિસ્તાન અને રોમાનિયાની બરોબર ઊભું છે. જો ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા વિરૂદ્ધ પહેલો ટી-20 મુકાબલો જીતી જશે તો આ સતત 13 ટી-20 ઈન્ટરનેશનલ મેચ જીતનારી વિશ્વની પહેલી ટીમ બની જશે.

આ પહેલાં ટીમ ઈન્ડિયાએ ટી-20 વિશ્વકપની છેલ્લી ત્રણ મેચ જીત્યા બાદ ન્યૂઝીલેન્ડ, વેસ્ટઈન્ડિઝ અને શ્રીલંકા વિરૂદ્ધ ત્રણ-ત્રણ મેચની સીરીઝ કોઈ પણ જાતના મુકાબલા જીત્યા હતા.

સાઉથ આફ્રિકા વિરૂદ્ધ જોવા મળશે નવી ટીમ ઈન્ડિયા
સાઉથ આફ્રિકા વિરૂદ્ધની સીરીઝમા નવી ટીમ ઈન્ડિયાની પસંદગી કરાઈ છે. આ સીરીઝમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ જેવાં સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.

IPLમાં પોતાનો જાદૂ દેખાડનાર ઉમરાન મલિક, અર્શદીપ સિંહ જેવા ખેલાડીઓને પહેલી વખત ટીમમાં તક આપવામાં આવી છે. દિનેશ કાર્તિક અને હાર્દિક પંડયા જેવાં સીનિયર ખેલાડી પણ IPLમાં શાનદાર પ્રદર્શન પછી ટીમમાં પરત ફરશે. દિનેશ કાર્તિક 3 વર્ષ પછી ભારત માટે કોઈ ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમતો જોવા મળી શકે છે.

આ ટીમની કમાન કેએલ રાહુલને સોંપવામાં આવી છે. તો ઋષભ પંત વાઈસ કેપ્ટન હશે.

આવો જાણીએ આ સીરીઝમાં કયા પાંચ ખેલાડીઓ પર નજર રહેશે....

હાર્દિક પંડયાઃ ઈજાને કારણે ટી-20 વર્લ્ડ કપ પછી એકપણ ઈન્ટરનેશનલ મેચ નથી રમ્યો
છેલ્લાં કેટલાંક સમયથી પીઠની ઈજાને કારણે ટીમમાં પોતાની જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહેલો ઓલરાઉન્ડર હાર્દિક પંડયા હવે ટીમમાં પરત ફર્યો છે. IPLની 15મી સીઝનમાં પંડયા બેટિંગ અને બોલિંગ બંનેમાં સારું પ્રદર્શન કર્યું. IPLની 15 મેચમાં જ્યાં તેમના બેટથી 487 રન નીકળ્યા, તો બોલિંગમાં પણ તેમને 8 વિકેટ લીધી. હાર્દિકના શાનદાર પ્રદર્શનને કારણે તેમની કેપ્ટનશીપવાળી ગુજરાત ટાઈટન્સ પહેલી જ સીઝનમાં પોતાનું પહેલું ટાઈટલ જીતવામાં સફળ રહી છે.

IPLમાં તેમની કેપ્ટનશીપ પણ કમાલની જોવા મળી. એવામાં અનુભવી ખેલાડીઓ ન હોવાને કારણે હાર્દિકની ભૂમિકા હવે ટીમમાં વધી જશે. તેમના પ્રદર્શન પર પણ તમામની નજર રહેશે, કેમકે તે ઘણાં સમય પછી બ્લૂ જર્સીમાં જોવા મળશે. જો તે ફોર્મમાં પરત ફરશે તો ટીમ ઈન્ડિયા માટે મિશન વર્લ્ડ કપ આસાન બની જશે.

કેએલ રાહુલઃ બેટિંગ અને કેપ્ટનશીપ બંને પર રહેશે નજર
ટીમ ઈન્ડિયાના ઓપનર બેટ્સમેન કેએલ રાહુલના બેટિંગ ટેલેન્ટના તમામ ફિદા છે, પણ સાઉથ આફ્રિકા વિરૂદ્ધ હોમ ગ્રાઉન્ડની સીરીઝમાં રાહુલને કેપ્ટન તરીકે જોવો ઘણું જ રસપ્રદ હશે. IPL-15માં પોતાની ટીમ લખનઉને પ્લેઓફ સુધી પહોંચાડનાર રાહુલ ઈન્ટરનેશનલ લેવલ પર એક યુવા ટીમની સાથે ગેમમાં કઈ રીતે બાજી મારે છે તે જોવાની ઉત્કંઠા લગભગ તમામને છે.

જો કે આ સીરીઝમાં ભારતીય ટીમનું પ્રદર્શન ઘણી હદ સુધી કેએલ રાહુલની બેટિંગ પર પણ નિર્ભર રહેશે. IPL 2022માં રાહુલે કેપ્ટનની જવાબદારી ભજવતા 15 મેચમાં 2 સેન્ચુરી સહિત 616 રન બનાવ્યા અને ઓરેન્જ કેપની રેસમાં જોસ બટલર પછી બીજા નંબરે રહ્યો. શું તે ઈન્ટરનેશનલ લેવલ પર અંડર પ્રેશર રહેતા આવું પરફોર્મ કરી શકશે, તે જોવાનું રહ્યું.

દિનેશ કાર્તિકઃ કરિયરનો ટર્નિગ પોઈન્ટ સાબિત થઈ શકે છે આ સીરીઝ
IPL-15માં પોતાની ઝડપી બેટિંગને કારણે સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન તરીકે પસંદ થનાર દિનેશ કાર્તિકને ફેન્સ ભારતની ટી-20 વર્લ્ડ કપમાં ફિનિશરનો વિકલ્પ તરીકે જોઈ રહ્યાં છે. એવામાં તેમના માટે આ સીરીઝ ઘણી જ મહત્વની રહેશે.

લગભગ ત્રણ વર્ષ પછી ટીમમાં પરત ફરી રહેલા દિનેશ કાર્તિકને IPL-15માં પોતાના અસાધારાણ પ્રદર્શનનું ઈનામ મળ્યું છે. કાર્તિકે બેંગલુરુ તરફથી રમતા આ સીઝનમાં 16 મેચમાં 55ની સરેરાશ અને 183થી વધુની સ્ટ્રાઈક રેટથી 330 રન બનાવ્યા. 10 ઈનિંગમાં તો તે નોટઆઉટ રહ્યો. તે ટીમમાં વિકેટકીપરની ભૂમિકા પણ સારી રીતે ભજવી શકે છે.

36 વર્ષના કાર્તિક માટે આ સીરીઝ તેમના કરિયરનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે, એવામાં આ ખેલાડી ઉપર ફેન્સ સહિત તમામ પસંદગીકારની પણ નજર રહેશે.

ઉમરાન મલિકઃ IPLમાં ઈમ્પ્રેસ કર્યો, શું ઈન્ટરનેશનલ ક્રિકેટ પર કરી શકશે?
IPLમાં પોતાની સ્પીડથી સૌકોઈને પ્રભાવિત કરનાર ઉમરાન મલિકને પહેલી વખત ભારતીય ટીમમાં સામેલ કર્યો છે. તે એક એવો બોલર છે જે સતત 150 KMPHની સ્પીડથી બોલિંગ કરી શકે છે. IPL-15માં તો ઉમરાને એક બોલ 157 KMPHની સ્પીડથી પણ ફેંક્યો હતો.

ઉમરાને હજુ સુધી IPLની 17 મેચ રમી છે. આ સીઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદે તેમના પર ઘણો વિશ્વાસ મુક્યો અને સીઝનની તમામ 14 મેચમાં તક આપી. ઉમરાને પોતાના પ્રદર્શનથી તમામને પ્રભાવિત કર્યા અને 14 મેચમાં 22 વિકેટ લીધી. આ દરમિયાન ગુજરાત ટાઈટન્સ વિરૂદ્ધના મુકાબલામાં તેમને 5 વિકેટ પણ મેળવી. ઉમરાનને દિગ્ગજો ભવિષ્યનો સ્ટાર ગણાવે છે. એવામાં આ સીરીઝમાં તેમની પાસે ઘણી જ આશા રહેશે.

અર્શદીપ સિંહઃ અર્શદીપથી રાહુલને ઘણી જ આશા
જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં કોઈ ખેલાડી જો યોર્કર કિંગની ઉણપ પુરી કરી શકે છે તો તે છે અર્શદીપ સિંહ. પંજાબ માટે IPLમાં સતત સારું પ્રદર્શન કરનાર આ ડાબા હાથનો ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે પોતાના યોર્કર બોલ અને ડેથ ઓવરમાં શાનદાર બોલિંગથી બધાંનું ધ્યાન ખેંચ્યું છે.

IPL-15માં અર્શદીપે પંજાબ માટે 14 મેચમાં 10 વિકેટ લીધી. તેનું સૌથી ઉત્કૃષ્ટ પ્રદર્શન મોટા ભાગે ડેથ ઓવર્સમાં જોવા મળ્યું, જ્યાં તેમને વાઈડ યોર્કર્સ બોલ પર બેટ્સમેનને નર્વસ કરી દીધા. જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં સાઉથ આફ્રિકાનો આ ધાકડ બોલરની આગળ અર્શદીપ કેવું પ્રદર્શન કરશે, તે જોવું રોચક રહેશે.

અન્ય સમાચારો પણ છે...