રોહિત શર્માને જોઈને રડવા લાગ્યો નાનકડો ફેન:કેપ્ટને બાળકનો ગાલ ખેંચીને કહ્યું, રડતો નહીં, જુઓ VIDEO

18 દિવસ પહેલા

સોશિયલ મીડિયામાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે રોહિત શર્મા તેના નાના ફેનને રમાડી કરી રહ્યો છે. પોતાના સ્ટારને જોઈને આ નાનો ફેન રડવા લાગ્યો. આસપાસના લોકો બાળકને ખીજવી કરી રહ્યા હતા. ત્યારે જ રોહિત બાળક પાસે ગયો, તેના ગાલને સ્પર્શ કર્યો અને કહ્યું- રડતો નહીં. રોહિત શર્મા હાલ ભારતીય ટીમના કેપ્ટન છે. રોહિતને ચાહકો ખૂબ પસંદ કરે છે. તેની બેટિંગસ્ટાઈલ જોઈને લોકો તેને હિટ મેન કહીને બોલાવે છે. રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે રોહિત શર્માને મળ્યા બાદ એક નાનો ફેન રડી રહ્યો છે. રોહિત એ બાળકને બોલાવે છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ વીડિયોને @CricCrazyJohns નામના યુઝરે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોને અમુક કલાકોમાં જ 2 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. એ જ સમયે આ વીડિયો પર ઘણા લોકોની કમેન્ટ્સ જોવા મળી રહી છે. એક યુઝરે કોમેન્ટ લખી છે કે - અદ્ભુત અને સુંદર વિડિયો.

આ વીડિયો પણ વાઇરલ થયો હતો
ડાન્સ, મ્યુઝિક...મસ્તી સાથે કેપ્ટનનું વર્કઆઉટ.. ભારતીય ટીમ હાલ શ્રીલંકા વિરુદ્ધ T20 મેચની સિરીઝ રમી રહી છે. આ પછી બંને ટીમ વચ્ચે વન-ડે સિરીઝ રમાવા જઈ રહી છે. અનફિટ રોહિત શર્માની ગેરહાજરીમાં T20 સિરીઝમાં હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

જ્યારે વન-ડે સિરીઝમાં રોહિત શર્મા કેપ્ટન તરીકે ટીમમાં કમબેક કરશે. એને લઈને હિટમેને તૈયારી શરૂ કરી છે. રોહિત જિમમાં ખૂબ પરસેવો પાડી રહ્યો છે. તેણે જાતે ઈન્સ્ટાગ્રામમાં એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે જિમમાં નાચતો દેખાઈ રહ્યો છે.

રોહિતની પોસ્ટ પર પત્ની રિતિકાની કમેન્ટ
ઠૂમકા લગાવવાની સાથે રોહિત શર્મા ખૂબ મહેનત એટલે કે જિમ કરતો દેખાઈ રહ્યો છે. રોહિત શર્માએ આ વીડિયો શેર કરવાની સાથે જ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, 'જેનાથી તમને ખુશી મળે... એ કામ કરો'. આ પોસ્ટ પર તેની પત્ની રિતિકાએ પણ કમેન્ટ કરી. તેણે બે બ્લેક દિલના ઈમોજી સાથે ફાયર ઈમોજી પણ શેર કર્યું.

રોહિત શર્માએ હાલ બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન વન-ડે સિરીઝ રમી હતી. આ સિરીઝની બીજી મેચમાં ફિલ્ડિંગ દરમિયાન તેના ડાબા હાથના અંગૂઠામાં ઈજા પહોંચી. એને કારણે તેઓ ઓપનિંગ કરવા ઊતર્યા નહીં. જોકે રોહિત સાતમી વિકેટ પડ્યા પછી મેદાને ઊતર્યો હતો. ઈજા હોવા છતાં રોહિતે શાનદાર અર્ધસદી ફટકારી હતી, પરંતુ છેલ્લા બોલ પર છગ્ગો ફટકારી શક્યા નહોતા, જેથી ભારત મેચ હારી ગયું હતું.

વન-ડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયા

રોહિત શર્મા(કેપ્ટન), હાર્દિક પંડ્યા(વાઇસ કેપ્ટન), શુબમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક અને અર્શદીપ સિંહ.

ભારત-શ્રીલંકા વન-ડે સિરીઝનું શિડ્યુલ

  • પહેલી- 10 જાન્યુઆરી, ગુવાહાટી
  • બીજી- 12 જાન્યુઆરી, કોલકાતા
  • ત્રીજી- 15 જાન્યુઆરી, તિરુવનંતપુરમ
અન્ય સમાચારો પણ છે...