તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • The British Prankster Will Face A Life Ban In Headingley, Will Also Have To Pay A Fine; Wearing An Indian T shirt, He Often Rushed To The Field

'જાર્વો-69'ની મુશ્કેલીમાં વધારો:બ્રિટિશ પ્રેન્કસ્ટર સામે હેડિંગ્લેમાં આજીવન પ્રતિબંધ મૂકાશે, દંડ પણ ચૂકવવો પડશે; ઈન્ડિયન ટી-શર્ટ પહેરી વારંવાર મેદાનમાં ધસી આવતો

એક મહિનો પહેલા
  • શુક્રવારે રોહિતના આઉટ થયા પછી બેટિંગ કરવા આવ્યો હતો

ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 ટેસ્ટ મેચની સિરીઝ દરમિયાન પોતાને ઈન્ડિયન ક્રિકેટર કહેનાર જાર્વો સામે હેડિંગ્લેમાં આજીવન પ્રતિબંધ લાદવામાં આવશે. તે લોર્ડ્સમાં રમાયેલી મેચ પછી હેડિંગ્લે ક્રિકેટ સ્ટેડિયમમાં પણ બેટ્સમેનની જેમ તૈયાર થઈ ધસી આવ્યો હતો. તેવામાં યોર્કશાયર કાઉન્ટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ યૂટ્યૂબર ડેનિયલ જાર્વિસ (જાર્વો- 69 ટી શર્ટ નંબર) સામે સુરક્ષાના મુદ્દાને ટાંકી પ્રતિબંધ લાદવાની સાથે દંડ પણ ફટકારવામાં આવશે.

જાર્વો 69 સામે કડક પગલાં ભરાશે
ચાલુ મેચમાં બે વાર અવરોધ સર્જનાર યૂટ્યૂબર સામે યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબે કડક પગલાં ભર્યા છે. ક્લબના પ્રવક્તાએ કહ્યું હતું કે ડેનિયલ જાર્વિસ (જાર્વો 69)ને સામે આજીવન પ્રતિબંધ લાદવામાં આવશે, એટલું જ નહીં તેની આવી પ્રતિક્રિયાના પરિણામે ખેલાડીઓની સરુક્ષાનો મુદ્દો પણ ગંભીર બની જવા પામ્યો છે. જેથી જાર્વોએ દંડ પેઠે મોટી રકમ પણ ચૂકવવી પડશે.

શુક્રવારે રોહિતના આઉટ થયા પછી બેટિંગ કરવા આવ્યો
ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન હેડિંગ્લે ક્રિકેટ સ્ટેડિયમમાં પણ જાર્વો મેદાનમાં ધસી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે જ્યારે ઈન્ડિયન બેટ્સમેન રોહિત શર્મા પેવેલિયન ભેગો થયો હતો ત્યારે તકનો લાભ ઉઠાવીને જાર્વો મેદાનમાં આવી પહોંચ્યો હતો અને બેટિંગ કરવા લાગ્યો હતો. આ દરમિયાન તે ગ્લવ્સ, બેટ, પેડ, હેલ્મેટ અને સર્જીકલ માસ્ક પહેરીને પ્રોપર બેટ્સમેન બનીને બેટિંગ કરવા આવી પહોંચ્યો હતો. તેવામાં જ્યારે જાર્વો બેટ્સમેનની જેમ ગાર્ડ લઈ રહ્યો હતો ત્યારે સુરક્ષાકર્મીઓએ તેને મેદાન બહાર કાઢ્યો હતો.

લોર્ડ્સ ટેસ્ટમાં પણ જાર્વો મેદાનમાં ફિલ્ડીંગ કરવા પહોંચ્યો
લોર્ડ્સ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે પણ તે ઈન્ડિયન ટીમનો પ્લેયર હોય તેમ મેદાનમાં આવીને ફિલ્ડીંગ કરવા લાગ્યો હતો. એટલું જ નહીં તેણે તો રવિન્દ્ર જાડેજાને એમ પણ પૂછ્યું હતું કે તું કયા એન્ડથી બોલિંગ કરવાનો છે? તેની આ પ્રમાણેની પ્રતિક્રિયા જોઇને મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજા પણ હસવા લાગ્યા હતા. લોર્ડ્સના મેદાનમાં તે ઈન્ડિયન ટીમની ટી શર્ટ પહેરીને આવ્યો હતો, જેની પાછળ તેનું નામ પણ લખ્યું હતું.

ખેલાડીઓની સુરક્ષાનો મુદ્દો ઉઠ્યો
જાર્વોની આ પ્રમાણેની પ્રતિક્રિયાઓથી ખેલાડીઓની સુરક્ષાઓ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. તેવામાં અત્યારે કોરોના મહામારી દરમિયાન ખેલાડીઓ સતત બાયોબબલમાં રહેતા હોય છે, જેથી જો ફેન્સ આ પ્રમાણે સુરક્ષાને તોડીને ખેલાડીઓને હેરાન કરવા મેદાનમાં ધસી આવે તો સંક્રમણ ફેલાવાનો પ્રશ્ન પણ ઊભો થઈ શકે છે.

જોકે હજુ સુધી કોઇએ ઈન્ડિયન ટીમના આ બ્રિટિશ પ્રશંસક સામે સત્તાવાર ફરિયાદ નોંધાવી નથી, પરંતુ યોર્કશાયર કાઉન્ટીના હેડિંગ્લેમાં તેના પ્રવેશ પર આજીવન પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

આની પહેલા પણ જાર્વો આવા પ્રેન્ક કરી ચૂક્યો છે

કોણ છે આ જાર્વો 69?
તેના સોશિયલ મીડિયાના અકાઉન્ટમાં દર્શાવ્યા પ્રમાણે જાર્વોનું મૂળ નામ ડેનિયલ જાર્વિસ છે, જે એક કોમેડિયન, ફિલ્મ-મેકર અને પ્રેન્કસ્ટર છે. તેને પોતાની એક યૂટ્યૂબ ચેનલ પણ છે, જેમાં અવાર-નવાર જાર્વો પ્રેન્કની સાથે વિવિધ પ્રકારના વીડિયોઝ અપલોડ કરતો રહે છે.

અન્ય સમાચારો પણ છે...