તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Cricket
 • The Board Is Considering Playing Only 3 Tests In The Series, Which Could Be The Final Match Of The Sydney Test Tour

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓસ્ટ્રેલિયાથી BCCI નારાજ:સીરિઝમાં 3 ટેસ્ટ જ રમવાનું વિચારી રહ્યું છે બોર્ડ, સિડની ટેસ્ટ પ્રવાસની અંતિમ મેચ બની શકે છે

સિડની2 મહિનો પહેલા
 • કૉપી લિંક

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન્ડિયા (BCCI)એ કવીન્સલેન્ડના શેડો હેલ્થ મિનિસ્ટર રોસ બેટ્સ અને શેડો સ્પોર્ટ્સ મિનિસ્ટર ટિમ મેન્ડરના નિવેદનો પર નારાજગી વ્યક્ત કરી છે. આ મંત્રીઓએ કહ્યું હતું કે જો પ્રોટોકોલના નિયમોનું પાલન ન કરવામાં આવે તો ટીમ ઇન્ડિયાને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જો ટીમ ઈન્ડિયા નિયમોનું પાલન ન કરવા માંગતી હોય તો તે આવે નહિ. ભારતીય ક્રિકેટ બોર્ડે કહ્યું કે આવા નિવેદનો ભારતીય છબીને કલંકિત કરે છે.

ખરેખર, ઓસ્ટ્રેલિયાના રાજ્યોમાં, વિપક્ષના મંત્રીઓ પણ હોય છે જે સરકારના પ્રધાનોની કામગીરી પર નજર રાખે છે. વિપક્ષી નેતા દ્વારા તેમની નિમણૂક કરવામાં આવે છે. એટલે કે, વિપક્ષ દ્વારા નક્કી કરાયેલા પ્રધાનોને શેડો મિનિસ્ટર કહેવામાં આવે છે.

તાજેતરના અહેવાલ મુજબ, ટીમ ઇન્ડિયા કડક કોરોના પ્રોટોકોલને કારણે બ્રિસ્બેન મેચને સિડનીમાં રમવા માંગે છે. આ સમાચાર પછી બંને મંત્રીઓના નિવેદનો આવ્યા હતા. જોકે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓ નિક હોકલેએ સ્પષ્ટ કર્યું છે કે બીસીસીઆઈ તરફથી મેચને બ્રિસ્બેન તરફ સ્થળાંતર કરવાની કોઈ લેખિત માંગ નથી. ચોથી ટેસ્ટ મેચ તેના શેડયૂલ પ્રમાણે બ્રિસ્બેનમાં યોજાશે. ત્રીજી ટેસ્ટ મેચ 7 જાન્યુઆરીથી સિડનીમાં યોજાવાની છે. જ્યારે ચોથી ટેસ્ટ મેચ 15 જાન્યુઆરીથી બ્રિસ્બેનમાં રમાવાની છે.

ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયામાં પ્રોટોકોલનું પાલન કરી રહી છે

 • BCCIના એક અધિકારીએ ન્યૂઝ એજન્સીને કહ્યું હતું કે જો જન પ્રતિનિધિઓ નથી ઇચ્છતા કે ટીમ ઇન્ડિયા ત્યાં જઇને રમે તો આ નિરાશાજનક છે.
 • ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયામાં કોરોના પ્રોટોકોલનું પાલન કરી રહી છે. ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ ભારતીય ખેલાડીઓએ 14 દિવસનો ક્વોરન્ટીન પીરિયડ પૂર્ણ કર્યો હતો.
 • પાછળથી ઓસ્ટ્રેલિયા ગયેલો રોહિત શર્મા પણ 14 દિવસ ક્વોરન્ટીન રહ્યો હતો.
 • આ કિસ્સામાં, ટીમ ઇન્ડિયા નિયમોનું પાલન કરી રહ્યું નથી તેવું નિવેદન છે. તે નિરાશાજનક છે. આવા નિવેદન કોઈપણ રીતે સ્વીકારવામાં આવશે નહીં.

કવીન્સલેન્ડ સરકારના મંત્રીઓનું નિવેદન ભારતીય છબીની વિરુદ્ધનું

 • સીરિઝમાં ત્રણ જ ટેસ્ટ રમાશે કે કેમ તે સવાલનો જવાબ આપતા અધિકારીએ કહ્યું કે, કવીન્સલેન્ડ સરકારના મંત્રીઓનું નિવેદન ભારતીય છબીની વિરુદ્ધનું છે.
 • આ જ કારણ છે કે, જો BCCI ત્રણ ટેસ્ટની સીરિઝ રમવા અંગે જ વિચારી રહ્યું છે તો તે ચોંકાવનારી વાત નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો