પસંદગી અગાઉ સમીક્ષા:પસંદગી કરતાં પહેલાં બોર્ડ ક્રિકેટર્સના સોશિયલ મીડિયા એકાઉન્ટ જોઇ શકે છે

લંડનએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇગ્લેન્ડના બેટિંગ કોચ ગ્રેહામ થોર્પે કહ્યું કે બોર્ડ રાષ્ટ્રીય ટીમની પસંદગી પહેલા ખેલાડીઓના સોશિયલ મીડિયાની હિસ્ટ્રી ચેક કરી શકે છે. ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર ઓલી રૉબિન્સનની જૂની પોસ્ટ ચર્ચામાં આવ્યા બાદ ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ ખેલાડીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટની સમીક્ષા કરી શકે છે.

ન્યૂઝીલેન્ડ સામે પહેલી ટેસ્ટમાં ડેબ્યુ કરનાર રૉબિન્સનના સોશિયલ મીડિયા પર 7-8 વર્ષ જૂની પોસ્ટ વાયરલ થઇ છે. જેમાં તેણે નસ્લવાદી અને લિંગભેદને લઇને વાતો લખી હતી.

આ કેસમાં રૉબિન્સન માફી માંગી ચૂક્યો છે. તેણે કહ્યું કે, ‘આઠ વર્ષ પહેલા કરેલ પોસ્ટ માટે હું દુઃખી છું. હું જણાવી દઉ છું કે ન તો હું નસ્લવાદી છું કે ન તો લિંગભેદને સમર્થન કરુ છું.’

તેણે સાથી ખેલાડીઓ પાસેથી માફી પણ માંગી. તેમ છતાં વિવાદ તેની પાછો નથી છોડતું. રિપોર્ટસનું માનીએ તો તેને સીરિઝની બીજી મેચમાંથી બહાર કરી દેવામાં આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...