ભાસ્કર એનાલિસિસ:રાહુલ દ્રવિડ માટે સૌથી મોટો પડકાર ICC ટ્રોફી જીતાડવી અને કોહલીને હેન્ડલ કરવો

મુંબઈ2 મહિનો પહેલાલેખક: ચંદ્રેશ નારાયણન
  • કૉપી લિંક
  • ભારતીય ટીમ 2013 પછી આઈસીસી ટ્રોફી જીતી શકી નથી

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડની પસંદગી થઇ ગઇ છે. પણ સૌથી મોટી વાત એ છે કે તે આ જવાબદારી લેવા માંગતો ન હતો. હવે તેણે બીસીસીઆઈની વિનંતીનો સ્વીકાર કરી લીધો છે. પહેલા તેના ના પાડ્યા બાદ અનિલ કુંબલે, વીવીએસ લક્ષ્મણની સાથે ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગની સાથે વાત કરવામાં આવી હતી. પણ આ બધાએ ના પાડી દીધી હતી, ત્યારબાદ બીસીસીઆઈ ફરી દ્રવિડ પાસે પહોંચી.

એવું માનવામાં આવી રહ્યું છે કે દુબઈમાં આઈપીએલ ફાઇનલથી પહેલા દ્રવિડે બીસીસીઆઈના ટોચના અધિકારીઓ સાથે બેઠક કરી. દ્રવિડે સંકેત આપ્યો છે કે તે ભારતની કોચિંગની ભૂમિકા નિભાવશે. જો તે કોચ પદ લેવાની ના પાડી દેશે તો એનસીએમાં પણ તેની જગ્યા માટે શંકા ઉભી થઇ શકે છે. કારણ કે બોર્ડ એનસીએ હેડને એટલી સેલેરી નથી આપતા, જેટલી દ્રવિડને મળે છે. દ્રવિડ તૈયાર છે, તેમ છતાં બોર્ડ બધી કાયદેસરની પ્રક્રિયા કરશે.

પદ માટે આવેદન મંગાવવામાં આવશે, ક્રિકેટ એડવાઇઝરી કમીટી (સીએસી) ઇન્ટરવ્યુ લેશે અને ત્યારબાદ દ્રવિડના નામની જાહેરાત કરવામાં આવશે. ટી20 વર્લ્ડ કપ બાદ કોચ બનતાની સાથે દ્રવિડ સામે મોટી જવાબદારી રહેશે. કોહલી ટી20માં સુકાની પદ છોડી રહ્યો છે.

રોહિત આ પદ માટે દાવેદાર માનવામાં આવી રહ્યો છે. દ્રવિડે આ સમયમાં ટીમને સંભાળવાનું રહેશે. પણ તેના માટે તેનાથી પણ મોટો પડકાર વિરાટ કોહલીને હેન્ડલ કરવાનું રહેશે. 2017માં દ્રવિડ અને ઝહીરને ટીમના સલાહકાર બનાવવામાં આવ્યા હતા. પણ કોહલી અને શાસ્ત્રી આ નિર્ણયના વિરોધમાં હતા. કુંબલેના વિવાદ બાદ કોઇ પણ પૂર્વ દિગ્ગજ કોહલીની સાથે કામ કરવા માંગતા ન હતા.

રાહુલ દ્રવિડની પાસે ઇન્ડિયા એ અને અંડર-19ના મુખ્ય કોચની ભૂમિકા નિભાવી ચૂક્યા છે. 2015 બાદ તેના હાથમાં ટ્રેનિંગ લઇ ચૂકેલ ઘણા યુવા ખેલાડીઓ ભારતી ટીમનો ભાગ બની ચૂક્યા છે. એનસીએમાં તેની સાથે પારસ મહામ્બ્રે, અજય શર્મા, સિતાંશુ કોટક અને ઋષિકેશ કાનિટકર જેવા કોચ કામ કરે છે.

હવે આપણે દ્રવિડના આવ્યા બાદ નવી સિસ્ટમ જોઇશું. શાસ્ત્રી કોચથી વધુ ડાયરેક્ટરની ભૂમિકા નિભાવે છે. તેની જેમ દ્રવિડની પાસે મોટો સહયોગી સ્ટાફ હોઇ શકે છે. પણ દ્રવિડે સ્થાનિક ક્રિકેટમાં પણ નજર રાખવાની રહેશે.

તે પસંદગીકર્તાઓની મીટિંગમાં પણ હાજર રહી શકે છે, જ્યા ખરેખર શાસ્ત્રી હોતા નથી. આવતા બે વર્ષમાં ભારતને બે વર્લ્ડ કપની સાથે ટેસ્ટ ચેમ્પિયનશિપ રમવાની છે. દ્રવિડ પર મોટી જવાબદારી રહેશે. ભારતે 2013 બાદ આઈસીસી ટ્રોફી નથી જીતી.

અન્ય સમાચારો પણ છે...