ઈન્ડિયન ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે કહ્યું કે વિરાટે રાજીનામું આપ્યું એમા ખોટા શબ્દોનો પ્રયોગ કરતા વિચારવું જોઈએ. વળી હવે અત્યારે જે પ્રમાણે વિરાટે નિવેદન આપ્યું છે એ મુદ્દે સૌરવ ગાંગુલીએ સ્પષ્ટતા કરવાની જરૂર છે.
ગાવસ્કરનું આ નિવેદન કોહલીની પ્રેસ કોન્ફરન્સ પછી આવ્યું હતું. તેમણે ઈન્ડિયા ટૂડેને આપેલા ઈન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે મેં તેની પોસ્ટ વાંચી હતી, આમાં વિરાટે એમ લખ્યું હતું કે હું વનડે અને ટેસ્ટની કેપ્ટનશિપ કરતો રહીશ. જ્યારે આ મુદ્દે વિરાટે લખવું જોઈતું હતું કે હું વનડે અને ટેસ્ટની કેપ્ટનશિપ માટે ઉપલબ્ધ રહીશ.
વિરાટને કેપ્ટનશિપ પદેથી હટાવવા જાણકારી આપી
સુનીલ ગાવસ્કરે કહ્યું કે સિલેક્શન કમિટિએ વનડે કેપ્ટનશિપથી હટાવતા પહેલા કોહલીને જાણકારી આપી હતી. હવે આ મુદ્દે આવો વિવાદ ન થવો જોઈએ. જો વિરાટને મીડિયા દ્વારા આ મુદ્દે જાણકારી મળતી તો તેને આઘાત લાગ્યો હોત. વધુમાં ગાવસ્કરે કહ્યું હતું કે ખેલાડીએ આ તમામ વિવાદોથી દૂર રહેવું જોઈએ અને ટીમના પ્રદર્શન પર ધ્યાન આપવું જોઈએ.
સુનીલ ગાવસ્કરે મીડિયાને સલાહ આપી
ગાવસ્કરે કહ્યું કે મીડિયાને પણ 2 ખેલાડી વચ્ચે વિવાદની માહિતી સોર્સ કરતા વધારે તેમના સાથી ખેલાડી અથવા વિરાટ-રોહિત સાથે કન્ફર્મ કરીને પછી આપવી જોઈએ. મીડિયાએ પણ આ પ્રમાણેના સમાચાર પ્રકાશિત કરતા બચવું જોઈએ. વળી વિરાટનું નિવેદન આવ્યા પછી BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીની જવાબદારી બને છે કે તે આ મુદ્દે સ્પષ્ટપણે વાત કરે.
વિરાટે આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું?
વિરાટે બુધવારે આ પ્રશ્નના જવાબમાં કહ્યું કે મે BCCIને કહ્યું હતું કે હું T-20ની કેપ્ટનશિપ છોડીશ. જ્યારે મેં આ પ્રમાણે કહ્યું તો બોર્ડે મારી આ વાતને કોઈપણ સવાલ કર્યા વિના સ્વીકારી લીધી હતી. તેમનામાં કોઈ જ સંકોચ ન હતો. કોઈએ મને કેપ્ટનશીપને જાળવી રાખવા માટે કહ્યું ન હતું. બોર્ડે મને કહ્યું કે આ એક સારું પગલું છે.
ગાંગુલીએ શું કહ્યું હતું
ગાંગુલીએ વિરાટને વનડેથી કેપ્ટન તરીકે હટાવ્યા પછી કહ્યું હતું કે કોહલીને અમે T20 કેપ્ટનશિપ છોડવાની પણ ના પાડી હતી. જોકે T20 અને વનડે માટે અલગ-અલગ કેપ્ટન ન રાખી શકાય એટલે તેને વનડેની કેપ્ટનશિપમાંથી હટાવવાનો નિર્ણય લેવાયો છે. આ મુદ્દે સિલેક્શન કમિટિ અને BCCIએ ઘણી ચર્ચા કર્યા પછી નિર્ણય આપ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.