તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • The Battle For The IPL Title May Start On October 15, The World Cup May Start On October 17, The Final May Be Played On November 14.

UAEમાં યોજાઈ શકે છે T20 વર્લ્ડ કપ:BCCI સચિવ જય શાહે કહ્યું- ખેલાડીઓની સુરક્ષા જરૂરી, વર્લ્ડ કપ ભારતમાં યોજાશે કે નહીં ટૂંક સમયમાં નિર્ણય કરીશું

અબુધાબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
T20 વર્લ્ડ કપની સાથે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ. - Divya Bhaskar
T20 વર્લ્ડ કપની સાથે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ.
  • 15 ઓક્ટોબરે IPLના ખિતાબ માટેનો જંગ, 17થી શરૂ થઈ શકે છે વર્લ્ડ કપ, 14 નવેમ્બરે રમાય શકે છે ફાઈનલ
  • કોરોનાને કારણે ભારતમાં શરૂ થયેલી IPLને 4 મેનાં રોજ અધવચ્ચેથી જ સસ્પેન્ડ કરી દેવાઈ હતી
  • કોરોનાને કારણે ગત વર્ષે ઓસ્ટ્રેલિયાના યજમાનપદ હેઠળ રમાનારી ટી-20 વર્લ્ડ કપ ટાળી દેવાઈ હતી

આ વર્ષે ભારતમાં યોજાનાર T20 વર્લ્ડ કપ પર કોરોનાનો ખતરો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સચિવ જય શાહે કહ્યું હતું કે કોરોનાના કારણે ભારતમાં T20 વર્લ્ડ કપનું આયોજન કરવું મુશ્કેલ લાગી રહ્યું છે. આવામાં આ ટૂર્નામેન્ટને UAEમાં શિફ્ટ કરવાનું પણ અમે વિચારી રહ્યા છીએ.

જય શાહે ન્યૂઝ એન્જસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કોરોનાની સ્થિતિ પર અમારી નજર છે. ખેલાડીઓની સુરક્ષા અને સ્વાસ્થ્ય અમારા માટે જરૂરી છે. T20 વર્લ્ડ કપ ભારતમાંથી UAEમાં પણ શિફ્ટ થઈ શકે છે. ટૂર્નામેન્ટને લઈને ટૂંક સમયમાં નિર્ણય લઈશું.

7 ઓક્ટોબરથી ટી-20 વર્લ્ડ કપ રમાય શકે છે​​​​​​​
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની બાકી રહેલી મેચ અને ભારતના યજમાનપદે થનારા ટી-20 વર્લ્ડ કપ UAEમાં રમાશે તે લગભગ નિશ્ચિત છે. IPL આ વર્ષે 19 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર વચ્ચે ખેલાશે. જેના એક દિવસ પછી એટલે કે 17 ઓક્ટોબરથી ટી-20 વર્લ્ડ કપ રમાય શકે છે. 16 ટીમ વચ્ચે રમાનારી આ ટૂર્નામેન્ટનો ખિતાબી મુકાબલો 14 નવેમ્બરે યોજાય શકે છે.

આ ખબર ક્રિકેટ વેબસાઈટ ESPN ક્રિકઈન્ફોએ ચલાવ્યા છે. જે મુજબ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વર્લ્ડ કપને UAEમાં શિફ્ટ કરવા માટે પહેલાં જ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને લખી ચુક્યા છે.

પ્લાન મુજબ ટી-20 વર્લ્ડ કપનો પહેલો રાઉન્ડ 8 ટીમ વચ્ચે બે ગ્રુપમાં રમાય શકે છે. જેમાં 12 મેચ રમાશે. તેમાંથી 4 ટીમ (બંને ગ્રુપની ટોપ-2 ટીમ) સુપર-12 માટે ક્વોલિફાઈ કરશે. આ 8 ટીમમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, આયરલેન્ડ, નેધરલેન્ડ, સ્કોટલેન્ડ, નામીબિયા, ઓમાન અને પપુઆ ન્યૂગિની છે. આ બંને ગ્રુપની મેચ UAE અને ઓમાનમાં રમાય શકે છે.

આ વર્ષે ભારતના યજમાનપદે ટી-20 વર્લ્ડ કપ રમાવવાનો છે. કોરોનાને કારણે આ UAEમાં રમાય શકે છે. ટીમ ઈન્ડિયા 2007માં એક વખત ચેમ્પિયન રહ્યું છે (ફાઈલ ફોટો)
આ વર્ષે ભારતના યજમાનપદે ટી-20 વર્લ્ડ કપ રમાવવાનો છે. કોરોનાને કારણે આ UAEમાં રમાય શકે છે. ટીમ ઈન્ડિયા 2007માં એક વખત ચેમ્પિયન રહ્યું છે (ફાઈલ ફોટો)

સુપર-12માં રમાશે 30 મેચ
સુપર-12 રાઉન્ડ 24 ઓક્ટબોરથી શરૂ થઈ શકે છે. આ રાઉન્ડમાં 2 ગ્રુપમાં 12 ટીમ હશે, જે કુલ 30 મેચ રમશે. આ તમામ મેચ ત્રણ વેન્યૂ દુબઈ, અબુધાબી અને શારજહાંમાં રમાય શકે છે. 12 ટીમમાં 4 પહેલાં રાઉન્ડની ક્વોલિફાયર અને બાકી ICC વર્લ્ડ રેકિંગની ટોપ-8 ટીમ હશે. જે બાદ ત્રણ પ્લેઓફ મેચ રમાશે, જેમાં બે સેમીફાઈનલ અને એક ફાઈનલ હશે.

ગત વર્ષે ઓસ્ટ્રેલિયામાં પણ ટી-20 વર્લ્ડ કપ રમાઈ ન હતી
BCCI ભારતમાં કોરોના મહામારી વચ્ચે ટી-20 વર્લ્ડ કપ રમાડી શકે છે કે નહીં, તે અંગેનો નિર્ણય કરવા માટે ICCએ ભારતીય બોર્ડને જૂન સુધીનો સમય આપ્યો છે. કોરોનાને કારણે ગત વર્ષે ઓસ્ટ્રેલિયાના યજમાનપદ હેઠળ રમાનારી ટી-20 વર્લ્ડ કપ ટાળી દેવાઈ હતી. જે હવે 2022માં રમાશે.

વર્ષના અંતમાં કોરોનાની ત્રીજી લહેરનું અનુમાન, એવામાં IPL અને વર્લ્ડ કપ મુશ્કેલ
કોરોનાને કારણે ભારતમાં શરૂ થયેલી IPLને 4 મેનાં રોજ અધવચ્ચેથી જ સસ્પેન્ડ કરી દેવાઈ હતી. જેમાં હજુ પણ 31 મેચ બાકી છે, જે સપ્ટેમ્બર-ઓક્ટોબરની વિંડોમાં UAEમાં જ રમાય શકે છે. IPL સસ્પેન્ડ થવાથી હવે ભારતમાં વર્લ્ડ કપ રમાશે તે પણ મુશ્કેલ લાગી રહ્યું છે. આ ICC ટૂર્નામેન્ટ માટે ભારતીય બોર્ડે ટી-20 વર્લ્ડ કપ કરાવવા માટે ભારતમાં 9 વેન્યૂને સિલેક્ટ કરાયું હતું, જેનું નિરીક્ષણ ICCએ કરવાનું હતું, પરંતુ તેને એપ્રિલમાં પોતાની ભારત મુલાકાત રદ કરી દીધી હતી.

એપ્રિલ અને મેમાં ભારતમાં કોરોનાની બીજી લહેર પીક પર હતી. હવે શક્યતા છે કે આ વર્ષના અંતમાં ત્રીજી લહેર આવવાની શક્યતા છે. એવામાં ભારતમાં IPL અને ટી-20 વર્લ્ડ કપ રમાશે તે ઘણું જ મુશ્કેલ છે.