તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

T20 લીગ:આઈપીએલની નવી ટીમની બેઝ પ્રાઈસ 1500 કરોડ, 2008ની સરખામણીએ 750% વધુ

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2008માં બેઝ પ્રાઈઝ રૂ.200 કરોડ રખાઈ હતી, બે ટીમનું ટેન્ડર એપ્રિલમાં આવશે
  • મુંબઈને બેઝ પ્રાઈઝથી 223% વધુ મળ્યા હતા

આઈપીએલમાં 2022થી બે નવી ટીમો રમશે. બીસીસીઆઈએ આધિકારિક જાહેરાત કરી દીધી છે. એપ્રિલમાં બે ટીમ માટે ટેન્ડર બહાર પડશે. પ્રાપ્ત માહિતી અનુસાર નવી ટીમની બેઝ પ્રાઈઝ 1500 કરોડથી ઓછી નહીં હોય. જે 2008ની સરખામણીએ 750 ટકા હશે. 2008માં દરેક ટીમની બેઝ પ્રાઈઝ 200 કરોડ હતી. 2008માં રિલાયન્સ ગ્રૂપે મુંબઈ ઈન્ડિયન્સની ફ્રેન્ચાઈઝી સૌથી વધુ રૂ.447 કરોડમાં ખરીદી હતી. એટલે બેઝ પ્રાઈઝથી 223% વધુ રકમ મળી હતી. બોર્ડના એક અધિકારીએ કહ્યું કે, ગયા મહિને એજીએમમાં આ અંગે ચર્ચા થઈ હતી. આઈપીએલમાં જોડાવું દરેકના માટે ફાયદાકારક છે, એટલે તેની બેઝ પ્રાઈઝ રૂ.1500 કરોડ રહેશે.

13 વર્ષ પહેલા 8 ટીમ પાસેથી 2900 કરોડ મળ્યા હતા
2008માં 8 ટીમ પાસેથી 2900 કરોડ મળ્યા હતા. આ વખતે માત્ર એક જ ટીમ પાસેથી રૂ.3000 કરોડ મળવાની સંભાવના છે. ડેક્કનના ખસ્યા પછી સન ટીવીએ 2012માં દર વર્ષે રૂ.85.05 કરોડના હિસાબે હૈદરાબાદની ફ્રેન્ચાઈઝી ખરીદી હતી. 2010માં સહારાએ પુણેને 1733 કરોડ, રેનડેવુસે કોચ્ચિને 1533 કરોડમાં ખરીદી હતી., રકમ કરોડ રૂપિયામાં. તમામની બેઝ પ્રાઈઝ 200 કરોડ હતી. ડેક્કન હવે રમતી નથી. 2013થી હૈદરાબાદને સામેલ કરાઈ. બ્રાન્ડ વેલ્યુ 483 કરોડ છે.

મુંબઈ પર સૌથી વધુ બોલી લાગી હતી

ફ્રેન્ચાઈઝીપૈસા મળ્યાવર્તમાન બ્રાન્ડ વેલ્યુ
મુંબઈ ઈન્ડિયન્સ447809
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ446595
ડેક્કન ચાર્જર્સ428--
ચેન્નઈ સુપરકિંગ્સ364732
દિલ્હી કેપિટલ્સ336374
કિંગ્સ ઈલેવન પંજાબ304358
કોલકાતા નાઈટરાઈડર્સ300629
રાજસ્થાન રોયલ્સ268271

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો