તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

WTC ફાઇનલમાં બેટ્સમેનની અગ્નિ પરીક્ષા:2018થી ઓપનિંગ અને મિડલ ઓર્ડર માટે ન્યૂઝીલેન્ડે ભારત કરતા ઓછા બેટ્સમેન મેદાને ઊતાર્યા, કીવી ટીમની એવરેજ પણ પ્રશંસનીય

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • WTC ફાઇનલમાં નંબર 3-4 અને 5માં રસાકસી ભર્યો જંગ જોવા મળવાના એંધાણ
  • ભારતીય ટીમમાં નંબર 6 પર રિષભ પંત મેચ વિનર સાબિત થઈ શકે છે

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ 18થી 22 જૂન સુધી ઈંગ્લેન્ડના સાઉથહેમ્પટનમાં યોજાશે. બંને ટીમોએ છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રશંસનીય પ્રદર્શન દાખવ્યું છે. જોકે, ટોપ-6 ક્રમાંકના બેટ્સમેનની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડની ટીમનું પલડું થોડું ભારે જણાઇ રહ્યું છે.

ન્યૂઝીલેન્ડે ઓછા ફેરફાર કર્યા છે
ન્યૂઝીલેન્ડની ટીમે 1 જાન્યુઆરી 2018થી લઇને અત્યારસુધી 22 ટેસ્ટ મેચ રમ્યા છે. જેમાં 1થી 6 નંબરના બેટ્સમેનમાં માત્ર 12 ખેલાડીઓને તક આપી છે. કીવીની ટીમે નાઇટ વોચમેનને સિવાય પણ ઘણી મહત્ત્વપૂર્ણ મેચમાં અંતિમ ક્રમાંકના બેટ્સમેનનો પ્રયોગ કર્યો હતો. તો બીજી બાજુ ભારતીય ટીમે 32 મેચ રમી છે, જેમાંથી પ્રથમ 6 ક્રમાંક પર તેઓએ 20 ખેલાડીઓનો પ્રયોગ કર્યો છે.

ન્યૂઝીલેન્ડે 2018થી ઓપનિંગમાં 4 ઓપનરને સ્થાન આપ્યું
ન્યૂઝીલેન્ડની ટીમે 2018થી અત્યારસુધી ઓપનિંગ પોઝિશન પર કુલ 4 ખેલાડીઓને તક આપી હતી. જેમાં ટોમ લેથમે 22 મેચ ઓપનર તરીકે રમ્યા હતા. જીત રાવલે 14, થોમસ બ્લંડેલે 7 અને વિલ યંગે 1 જ મેચમાં ઓપનિંગ કરી હતી. ભારતે આનાથી તદ્દન વિરૂદ્ધ 1 જાન્યુઆરી 2018થી અત્યારસુધી કુલ 9 ઓપનરને ટ્રાય કર્યા છે.

મયંક અને રાહુલે 13-13 મેચમાં ઓપનિંગ કરી
મયંક અગ્રવાલ અને કે.એલ.રાહુલે 13-13 મેચમાં ઓપનિંગ કરી હતી. રોહિત શર્માએ 11 મેચમાં ઓપનિંગ કરી છે. શુભમન ગિલે 7, પૃથ્વી શૉએ 5, શિખર ધવને 6, મુરલી વિજયે 8, હનુમા વિહારી અને પાર્થિવ પટેલે 1-1 મેચમાં ઓપનિંગ કરી છે. અત્યારે પણ ભારત તરફથી WTC ફાઇનલમાં ઓપનિંગ કરવા માટે કોણ આવશે એ અંગે સવાલો ઉઠ્યા છે. અત્યારે રોહિત અને શુભમન ગિલને ઓપનિંગમાં ઉતારી શકાશે એવા અનુમાન લગાવાઇ રહ્યા છે.

નંબર 3-4 અને 5માં રસાકસી ભર્યો જંગ
સ્થિરતા અને પ્રદર્શનના દૃષ્ટિકોણથી જોવા જઇએ તો બંને ટીમો માટે નંબર 3 અને 5 મહત્ત્વપૂર્ણ છે. છેલ્લા 3 વર્ષથી ન્યૂઝીલેન્ડ તરફથી નંબર 3 પર કેપ્ટન કેન વિલિયમ્સન, નંબર - 4 પર રોસ ટેલર અને નંબર-5 પર હેનરી નિકોલસે 20થી વધુ મેચ રમી છે. વળી ભારત માટે નંબર 3 પર ચેતેશ્વર પુજારા, નંબર 4 પર કેપ્ટન વિરાટ કોહલી અને નંબર 5 પર અજિંક્ય રહાણે લગભગ બેટિંગ કરી શકે છે. જોકે, વિરાટે નવેમ્બર-2019થી એકપણ સદી ફટકારી નથી.

નંબર 6 પર રિષભ પંત મેચ વિનર સાબિત થઈ શકે છે
બંને ટીમોમાં નંબર 6ની પોઝિશન પર વિકેટ કીપર બેટિંગ કરવા માટે આવે છે. ન્યૂઝીલેન્ડની ટીમ માટે છેલ્લા કેટલાક સમયથી આ નંબર પર બીજે વૉટલિંગ સફળ રહ્યો છે. વળીં, ટીમ ઈન્ડિયા માટે રિષભ પંતે આ પોઝિશન પર ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સારું પ્રદર્શન દાખવ્યું હતું. પંત અત્યારે જે પ્રમાણેની ફોર્મમાં છે, તેનાથી એ મેચ વિનર સાબિત થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...