તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Cricket
 • The Australian Women Won The 22nd Consecutive ODI, Becoming The First Team In The World To Do So; Broke Ponting's Team's 18 year old Record

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્લ્ડ રેકોર્ડ:ઓસ્ટ્રેલિયન વુમન્સે સતત 22મી વનડે જીતી, આવું કરનાર વિશ્વની પહેલી ટીમ બની; પોન્ટિંગની ટીમનો 18 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રિકી પોન્ટિંગની કપ્તાનીમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 11 જાન્યુઆરીથી 24 મે 2003 દરમિયાન સતત 21 વનડે જીતી હતી
 • અત્યારે મેગ લેનિન્ગ હેઠળ ઓસ્ટ્રેલિયાની વુમન્સ ટીમ 12 માર્ચ 2018થી અજેય છે

ઓસ્ટ્રેલિયાની વુમન્સ ક્રિકેટ ટીમે વનડે ઇતિહાસમાં એવો રેકોર્ડ બનાવ્યો છે, જે હજી સુધી અન્ય કોઈ ટીમ બનાવી શકી નથી. ઓસ્ટ્રેલિયાની વુમન્સ ટીમે સતત 22 વનડે જીતી છે. અગાઉ વનડેમાં સૌથી લાંબી વિનિંગ સ્ટ્રીકનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાની મેન્સ ટીમના નામે હતો. કાંગારુંએ 2003માં રિકી પોન્ટિંગની કપ્તાની હેઠળ સતત 21 વનડે પોતાના નામે કરી હતી. મેગ લેનિન્ગની ટીમે રવિવારે ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવી સતત 22મી વનડે જીતી છે.

3 વર્ષથી વનડેમાં અજેય છે ટીમ
ઓસ્ટ્રેલિયાની વુમન્સ ટીમે 12 માર્ચ 2018ના રોજ ભારત સામેના મુકાબલાથી પોતાની વિનિંગ સ્ટ્રીકની શરૂઆત કરી હતી. તે પછી તેમણે પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડને શ્રેણીમાં માત આપી છે. જો તેઓ કિવિઝ સામેની ચાલુ શ્રેણી જીતે તો સતત આઠમી સીરિઝ પોતાના નામે કરશે.

4 પ્લેયર્સ 22એ વનડેમાં રમ્યા
ઓસ્ટ્રેલિયાની ટીમે જે 22 વનડેની વિનિંગ સ્ટ્રીક બનાવી છે, તેમાં ચાર પ્લેયર્સ એવા છે જે આ 22 એ 22 વનડેમાં રમ્યા છે. તેમાં એલિસા હિલી, બેથ મૂનિ, રેચલ હેયન્સ અને અશ્લે ગાર્ડનરનો સમાવેશ થાય છે.

ન્યૂઝીલેન્ડને હરાવી રેકોર્ડ બનાવ્યો
ઓસ્ટ્રેલિયાની વુમન્સ ટીમ અત્યારે ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. ત્રણ વનડે શ્રેણીની પ્રથમ મેચમાં માઉન્ટ માગનુઈ ખાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરતાં તેમણે કિવિઝને 48.5 ઓવરમાં 212 રનમાં ઓલઆઉટ કર્યું. મેગન સ્કટે 9 ઓવરમાં 32 રન આપીને 4 વિકેટ ઝડપી અને આ બદલ પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ થઈ. નિકોલા કેરીએ પણ 3 શિકાર કર્યા. રનચેઝમાં એલિસા હિલીએ 65, જ્યારે એલિસ પેરીએ 56* અને એશ્લે ગાર્ડનરે 53* રનનું યોગદાન આપ્યું.

એલિસા હિલી, બેથ મૂનિ, રેચલ હેયન્સ અને અશ્લે ગાર્ડનર. આ ચારેય ખેલાડીઓ વિનિંગ સ્ટ્રીકની 22એ મેચમાં ટીમનો ભાગ રહી.
એલિસા હિલી, બેથ મૂનિ, રેચલ હેયન્સ અને અશ્લે ગાર્ડનર. આ ચારેય ખેલાડીઓ વિનિંગ સ્ટ્રીકની 22એ મેચમાં ટીમનો ભાગ રહી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો