• Gujarati News
  • Sports
  • Cricket
  • The Australian Team Succeeds Because Many Players From The Women's Big Bash; Women's League Has Not Started In India

ભાસ્કર ઓરિજિનલ:ઓસ્ટ્રેલિયન ટીમ સફળ કારણ કે- મહિલા બિગ બેશમાંથી મળે છે ઘણી ખેલાડીઓ; ભારતમાં મહિલા લીગ શરૂ નથી થઈ

મુંબઇ6 મહિનો પહેલાલેખક: ચંદ્રેશ નારાયણન
  • કૉપી લિંક
  • પુરુષ બિગ બેશના પ્રારંભનાં 4 વર્ષ બાદ મહિલા લીગ શરૂ થઈ હતી

મહિલા વન-ડે વર્લ્ડ કપની 12મી સિઝનનો પ્રારંભ શુક્રવારથી ન્યૂઝીલેન્ડમાં થશે. ફાઈનલ મેચ 3 એપ્રિલના રમાશે. ભારતીય ટીમ પોતાના અભિયાનનો પ્રારંભ 6 માર્ચથી પાક,વિરુદ્ધ રમી કરશે. તે પછી ભારત ન્યૂઝીલેન્ડ, વિન્ડીઝ, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ અને દ.આફ્રિકા સામે રમશે. ઓસ્ટ્રેલિયન ટીમ સૌથી સફળ છે, ભારતીય ટીમ ગત વર્લ્ડ કપની રનર અપ છે. ભારતીય ટીમ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે બંને ટીમો વચ્ચે 50મી વન-ડે રહેશે. 1978થી અત્યાર સુધી રમાયેલ 49 વન-ડેમાંથી ભારતે 39 જીતી છે. વર્લ્ડ કપમાં ભારતે ઓસ્ટ્રેલિયાને સેમિફાઈનલમાં હરાવી હતી. બંને ટીમો વચ્ચે ઘણી અસમાનતાઓ છે. ઓસ્ટ્રેલિયન ટીમ ભારત કરતા વધુ સફળ છે તેની પાછળના કારણો....

ઓસ્ટ્રેલિયામાં પુરુષ-મહિલા ક્રિકેટર્સની મેચ ફી સમાન, ભારતમાં મહિલા ક્રિકેટર્સની મેચ ફી નક્કી નથી
ડોમેસ્ટિક ક્રિકેટઃ ઓસ્ટ્રેલિયામાં ડોમેસ્ટિક વન-ડે અને ટી-20 કોમ્પિટિશન યોજાય છે. પરંતુ આ ટૂર્નામેન્ટ્સને વધુ સફળ બનાવે છે મહિલા બિગ બેશ લીગ. અહીં તેની માટે એક અલગ વિન્ડો છે, બિગ બેશ લીગમાં વિશ્વના ઘણા મોટી ખેલાડીઓ રમે છે. તેમાંથી મળતી સેલેરી ઘણી મોટી ટૂર્નામેન્ટની સેલેરી જેટલી હોય છે. ભારતમાં વન-ડે અને ટી-20ના ઘણા ટૂર્મામેન્ટ છે, જેમાંથી એક ચેલેન્જર ટ્રોફી પણ છે. પરંતુ બિગ બેશથી ઓસ્ટ્રેલિયન ક્રિકેટને ઘણું પ્રોત્સાહન મળ્યું છે.

સેલેરીઃ સૌથી મોટું અંતર બંને દેશની સેલેરીમાં છે. ઓસ્ટ્રેલિયામાં મહિલા-પુરુષ બંનેને એકસમાન મેચ ફી મળે છે. વન-ડેની મેચ ફી 15 હજાર ડૉલર (લગભગ 11.3 લાખ રૂપિયા) છે. જોકે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ અલગ હોય છે. ભારતમાં મેચ ફી અને કોન્ટ્રાક્ટમાં ઘણું અંતર છે. ભારતીય પુરુષ ક્રિકેટરને દરેક વન-ડેમાં 6 લાખ મળે છે. સદી અને 5 વિકેટ પર 5-5 લાખ અને બેવડી સદી પર 7 લાખનું બોનસ મળે છે. મહિલા ક્રિકેટમાં ફી નક્કી નથી. જો ટીમ 3 મેચની સીરિઝ રમે તો ખેલાડીને 1 લાખ મળે છે. પુરુષ ક્રિકેટમાં સી કેટેગરી (1 કરોડ)નો કોન્ટ્રાક્ટ મહિલા ક્રિકેટની એ કેટેગરી (50 લાખ) ના કોન્ટ્રાક્ટથી બમણી રકમનો છે.

પાયાના સ્તરે રોકાણઃ ભારતથી વિપરીત ઓસ્ટ્રેલિયામાં પાયાના સ્તરે ક્રિકેટમાં ઘણું રોકાણ કરવામા આવે છે. બિગ બેશ લીગ 2011માં શરૂ થઈ હતી. જોકે મહિલા બિગ બેશ લીગ 4 વર્ષ બાદ 2015માં જ શરૂ થઈ હતી. પ્રારંભિક વર્ષોમાં બિગ બેશ લીગ વિકેન્ડમાં યોજાતી હતી. જોકે ગત 7 વર્ષથી મહિલા બિગ બેશ માટે અલગ વિન્ડો ફાળવવામાં આવે છે. મહિલા બિગ બેશના ખેલાડીઓની સેલેરી પીએસએલ (પાકિસ્તાન) અને ધ હન્ડ્રેડ (ઈંગ્લેન્ડ) કરતા વધુ છે. આ જ કારણે જ ભારત સહિતના દેશોની શ્રેષ્ઠ ખેલાડીઓ લીગમાં રમે છે. IPLને 15 વર્ષ થયા છતાં હજુ મહિલા IPL શરૂ થઈ શકી નથી.

સેટ અપઃ ભારતથી વિપરીત ઓસ્ટ્રેલિયામાં પ્રોફેશનલ સેટ અપ જોવા મળે છે. ભારતમાં રમતનું મેનેજમેન્ટ અધિકારીઓ દ્વારા કરવામા આવે છે, જ્યારે ઓસ્ટ્રેલિયામાં આ માટે પ્રોફેશનલ લોકોને નોકરી પર રખાય છે. ભારતમાં મહિલા ક્રિકેટ માટે જુદો વિભાગ નથી, આ કારણે મહિલા ક્રિકેટ પર અસર જોવા મળે છે. અહીં રમતના તમામ પાસાઓને સમજવા માટે મેનેજમેન્ટમાં પ્રોફેશનલ્સ ટીમ સામેલ નથી.

અન્ય સમાચારો પણ છે...