તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ:ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને એરલિફ્ટ કરીને સિડની શિફ્ટ કરવામાં આવ્યા, જેથી કોરોનાને લીધે સીરિઝ ખરાબ ન થાય

5 મહિનો પહેલા
ઓસ્ટ્રેલિયન ટેસ્ટ કેપ્ટન ટિમ પેન, મેથ્યુ વેડ, માર્નસ લબુશેન, જો બર્ન્સ સહિત ઘણા ખેલાડીઓને એરલિફ્ટ કરવામાં આવ્યા. - Divya Bhaskar
ઓસ્ટ્રેલિયન ટેસ્ટ કેપ્ટન ટિમ પેન, મેથ્યુ વેડ, માર્નસ લબુશેન, જો બર્ન્સ સહિત ઘણા ખેલાડીઓને એરલિફ્ટ કરવામાં આવ્યા.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા(CA)એ મંગળવારે પોતાના ખેલાડીઓને એરલિફ્ટ કરીને સુરક્ષિત સ્થાને શિફ્ટ કરી દીધા છે. CAએ ભારત સામે થનાર સીરિઝમાં સામેલ ખેલાડીઓને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, તાસ્માનિયા અને ક્વીન્સલેન્ડથી ન્યૂ સાઉથ વેલ્સ (સિડની) શિફ્ટ કર્યા છે. CAએ ઇએસપીએન ક્રિકઇન્ફોને કહ્યું કે, આ નિર્ણય ભારત સામેની સીરિઝમાં કોઈપણ પ્રકારનો વાંધો ન આવે તે માટે લેવામાં આવ્યો છે.

ક્રિકઇન્ફો અનુસાર, ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટિમ પેન, મેથ્યુ વેડ, માર્નસ લબુશેન, જો બર્ન્સ, માઇકલ નાસિર, મિશેલ સ્વેપ્સન, કેમરન ગ્રીન, ટ્રેવિસ હેડ અને કેન રિચાર્ડસન જેવા ખેલાડીઓને એરલિફ્ટ કરવામાં આવ્યા છે. આ તમામ ખેલાડીઓને ન્યૂ સાઉથ વેલ્સ શિફ્ટ કરવામાં આવ્યા છે.

ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને કોફ્સ હાર્બર શિફ્ટ કરાયા
સાઉથ ઓસ્ટ્રેલિયામાં વધી રહેલા કોરોના કેસને કારણે સોમવારે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, તાસ્માનિયા અને ક્વીન્સલેન્ડે તેમની સરહદો સીલ કરી દીધી હતી. બિગ બેશ લીગની ટીમ એડિલેડ સ્ટ્રાઇકર્સ અને સાઉથ ઓસ્ટ્રેલિયા સહિતની અનેક ટીમોના ખેલાડીઓને ન્યૂ સાઉથ વેલ્સના કોફ્સ હાર્બરમાં શિફ્ટ કર્યા.

CAના CEO ખેલાડીઓ અને સ્ટાફનો આભાર માને છે
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના વચગાળાના CEO નિક હોક્લેએ કહ્યું હતું કે, અમે પ્રો-એક્ટિવ અપ્રોચ અપનાવતા 24 કલાકમાં ઘણા લોકોને બીજી જગ્યાએ ખસેડ્યા છે. અમે નથી ઇચ્છતા કે અમારા ડોમેસ્ટિક કે ઇન્ટરનેશનલ શિડ્યુલને કોઈ અસર થાય. હાલની પરિસ્થિતિ સમજવા બદલ હું ખેલાડીઓ અને સ્ટાફનો આભાર માનું છું. ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટને સફળ બનાવવામાં ફાળો આપવા બદલ તેમનો આભાર.

કોઈપણ ખેલાડી હોટ સ્પોર્ટ્સ એરિયામાં ગયો નથી
નિકે કહ્યું કે, ગયા અઠવાડિયે શેફિલ્ડ શિલ્ડ દરમિયાન પણ કોઈપણ ડોમેસ્ટિક પ્લેયર સાઉથ ઓસ્ટ્રેલિયાના હોટ સ્પોટ્સ એરિયામાં ગયો નહોતો. તેમ છતાં બોર્ડે દરેક ખેલાડીને કોરોના ટેસ્ટ કરાવવા કહ્યું છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ડે-નાઇટ ટેસ્ટ કરવા કટિબદ્ધ છે
અગાઉ બોર્ડે કહ્યું હતું કે તેઓ એડિલેડમાં ભારત સામે પિન્ક બોલ પરીક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે. 17 ડિસેમ્બરે આ મેચ ભારતની બીજી ડે-નાઈટ ટેસ્ટ મેચ હશે. CAAએ કહ્યું કે તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને તેમને આશા છે કે ઓસ્ટ્રેલિયા એક સુરક્ષિત સીરિઝની યજમાની કરવામાં સફળ રહેશે.

એડિલેડમાં કોરોનાનો કહેર વધ્યો
એડિલેડમાં કોરોનાને કારણે વેસ્ટ ઓસ્ટ્રેલિયા, તાસ્માનિયા અને નોર્ધર્ન ટેરિટરી જેવા ઘણા રાજ્યોએ પોતપોતાની બોર્ડર સીલ કરી દીધી છે. સાથે જ સોમવારે એડિલેડથી આવનાર તમામ લોકોને 14 દિવસ ક્વોરન્ટીન કરવાનો આદેશ જારી કર્યો છે. એડિલેડમાં રવિવારે કોરોનાના 4 કેસ સામે આવ્યા હતા. જ્યારે, સોમવારે આ આંકડો વધીને 17 સુધી પહોંચી ગયો હતો. તે પછી મંગળવારે વધુ 5 કેસ સામે આવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો