તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાઉન્ડ રિપોર્ટ:620 કરોડનું નુકસાન વેઠી રહેલા ઓસ્ટ્રેલિયન બોર્ડને 1560 કરોડની કમાણીની અપેક્ષા

મેલબોર્ન8 મહિનો પહેલાલેખક: અમિત ચૌધરી
  • કૉપી લિંક
જસપ્રીત બુમરાહ પાસે ટીપ્સ લેતો કાર્તિક ત્યાગી. - Divya Bhaskar
જસપ્રીત બુમરાહ પાસે ટીપ્સ લેતો કાર્તિક ત્યાગી.
  • ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ ત્રણ વનડે, ત્રણ ટી20 અને ચાર ટેસ્ટ રમાશે, પ્રથમ વનડે આવતીકાલે સિડનીમા
  • સિડનીમાં 50% ટિકિટ વેચાઈ ગઈ, ફેન્સને એક સીટ છોડીને બેસવાની સૂચના

કોરોનાના કારણે મોટું નુકસાન સહન કરી રહેલા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને ભારતીય ટીમના પ્રવાસમાં ઘણી અપેક્ષાઓ છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)ની તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભામાં ચેરમેન અર્લ એડિંગ્સે કહ્યું કે, બોર્ડને અત્યાર સુધી 85 મિલિયન ડોલર (રૂ.620 કરોડ)થી વધુનું નુકસાન થઈ ચૂક્યું છે. જે 2021ના અંત સુધી લગભગ રૂ.890 કરોડ સુધી પહોંચવાની શંકા છે.

કોરોનાને લીધે ઓસ્ટ્રેલિયામાં માર્ચ મહિનાથી કોઈ ઈન્ટરનેશનલ મેચ રમાઈ નથી. એડિંગ્સના અનુસાર, છેલ્લા 12 મહિના સીએ માટે પડકારજનક રહ્યા છે. હવે ડિસેમ્બરથી ફેબ્રુઆરીમાં રમાનારી મેચો પર અપેક્ષા છે. ઓસ્ટ્રેલિયાના બોર્ડને ભારતના પ્રવાસમાંથી લગભગ 211 મિલિયન ડોલર (રૂ.1560 કરોડ)ની કમાણીની અાશા છે.

સાઉથ ઓસ્ટ્રેલિયામાં જ રમાશે પ્રથમ ટેસ્ટ મેચ
સાઉથ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ એસોસિએશને વાર્ષિક રિપોર્ટમાં 3 મિલિયન ડોલર (રૂ.22 કરોડ)નું નુકસાન જણાવ્યું છે. 17 ડિસેમ્બરને યોજાનારી એડિલેડ ટેસ્ટ અંગે એસોસિએશનના અધ્યક્ષ એન્ડ્રૂ સિક્લેયરે કહ્યું કે, આ મેચ રદ નહીં થાય.

સિડનીમાં કુલ ક્ષમતાની અડધી ટિકિટનું વેચાણ
સીરિઝમાં ત્રણ વનડે, ત્રણ ટી20 અને ચાર ટેસ્ટ મરાશે. પ્રથમ વનડે સિડનીમાં રમાશે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં અત્યારે ફૂલ કેપેસિટીની માત્ર 50% ટિકિટ જ વેચવામાં આવી રહી છે. લોકોને એક સીટ છોડીને બેસવાની સુચના અપાઈ છે.

ઘરેલુ બિગ બેશ ટી20 લીગની અસર નહીં
આ સીરિઝથી ઓસ્ટ્રેલિયાની ઘરેલુ બિગ બેશ ટી20 લીગ પણ ટકરાઈ રહી છે. આ લીગ 2 ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે. એડિંગ્સને પુછાયું કે, બિગ બેશ લીગની અસર ભારતીય પ્રવાસમાં રમનારા ઓસ્ટ્રેલિયાના ખેલાડી પર થશે? એડિંગ્સે કહ્યું કે, લીગમાં બીજા દેશોના ખેલાડી પણ ભાગ લઈ રહ્યા છે, એટલે ઓસ્ટ્રેલિયાની મુખ્ય ટીમને કોઈ અસર થશે નહીં.

BCCIએ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને ક્વોરેન્ટાઈન નિયમોમાં છૂટ આપવા વિનંતી કરી
બીસીસીઆઈએ સીએને ક્વોરેન્ટાઈન નિયમોમાં છૂટ આપવા વિનંતી કરી છે, જેથી રોહિત શર્મા અને ઈશાંત શર્મા ટેસ્ટ સીરિઝ રમી શકે. બોર્ડના અધિકારીએ કહ્યું કે, ‘સીએ સાથે ચર્ચા ચાલી રહી છે. સીએના અધિકારી ત્યાંની સરકાર સાથે વાત કરશે.’ જો બંનેને છૂટ મળે છે તો ડિસેમ્બરથી યોજાનારી બીજી ટૂર મેચમાં રમી શકશે. ખેલાડી પ્રથમ વનડેમાં હ્યુઝને શ્રદ્ધાંજલિ આપશે : ખેલાડી 27 નવેમ્બરની પ્રથમ વનડેમાં દિવંગત ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ફિલ હ્યુજને શ્રદ્ધાંજલિ આપશે. હ્યુજનું 27 નવેમ્બર, 2014માં મોત થયું હતું. શેફીલ્ડ શીલ્ડ દરમિયાન હ્યુજને માથામાં બોલ વાગ્યો હતો. ખેલાડી હ્યુજની યાદમાં 63 સેકન્ડ સુધી મૌન રહેશે. એ મેચમાં હ્યુજે નોટઆઉટ 63 રન બનાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...