તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બદમિજાજ યજમાન:ટીમ ઇન્ડિયા પર વંશીય ટિપ્પણી કરનારને શોધી ન શક્યું ઓસ્ટ્રેલિયન બોર્ડ; ICCને રિપોર્ટ સોંપી

સિડની6 મહિનો પહેલા
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર સિડની ટેસ્ટ દરમિયાન દર્શકો દ્વારા મોહમ્મદ સિરાજ પર વંશીય ટિપ્પણી કરવામાં આવી હતી. તેણે અમ્પાયરને ફરિયાદ કરી હતી. - Divya Bhaskar
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર સિડની ટેસ્ટ દરમિયાન દર્શકો દ્વારા મોહમ્મદ સિરાજ પર વંશીય ટિપ્પણી કરવામાં આવી હતી. તેણે અમ્પાયરને ફરિયાદ કરી હતી.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પરની ટેસ્ટ શ્રેણી દરમિયાન ચાહકોએ ટીમ ઈન્ડિયા પર વંશીય ટિપ્પણી કરી હતી. આ મામલે 14 દિવસની તપાસ બાદ પણ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) ગુનેગારોને પકડવામાં નિષ્ફળ રહ્યું છે. આ કેસમાં ઓસ્ટ્રેલિયન બોર્ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ને તપાસ રિપોર્ટ સોંપ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં રમાયેલી સિડની ટેસ્ટમાં ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પર ફેન્સે વંશીય ટિપ્પણી કરી હતી. આ પહેલા મેલબોર્ન ટેસ્ટમાં પણ સિરાજે આવા જ ખરાબ વર્તનનો સામનો કરવો પડ્યો હતો. ચાહકોએ સિરાજને મંકી, ડોગ કહ્યો હતો.

સ્ટેડિયમમાંથી કઢાયેલા 6 લોકોને ક્લીન ચિટ
ન્યૂઝ વેબસાઇટ ધ એજ અનુસાર સિડની ટેસ્ટ દરમિયાન સિરાજ પર વંશીય ટિપ્પણી કરવા બદલ 6 લોકોને સ્ટેડિયમમાંથી કાઢવામાં આવ્યા હતા. આ બધાને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની તપાસ ટીમ દ્વારા ક્લિનચીટ આપવામાં આવી હતી. જોકે, બોર્ડ ન્યૂ સાઉથ વેલ્સ પોલીસના અંતિમ અહેવાલની રાહ જોઈ રહ્યું છે. પોલીસને પણ એવું લાગે છે કે બહાર કાઢવામાં આવેલા 6 લોકોએ વંશીય ટિપ્પણી કરી નહોતી.

CAએ 14 દિવસમાં રિપોર્ટ સોંપવાનો હતો
ICCએ CAને 14 દિવસની અંદર આ મામલે તપાસ રિપોર્ટ સોંપવાની સૂચના આપી હતી. CAએ પોતાના અહેવાલમાં ટીમ ઈન્ડિયા પર ચાહકો દ્વારા વંશીય ટિપ્પણી કરાઈ હોવાનો સ્વીકાર કર્યો છે. એવું પણ કહ્યું છે કે બોર્ડ ગુનેગારોને શોધી શક્યું નથી. તપાસ દરમિયાન CAએ સ્ટેડિયમ ખાતે હાજર ચાહકો સાથે અનેક ભારતીય ખેલાડીઓ અને ત્યાં પોસ્ટ કરેલા સ્વયંસેવકો સાથે પણ વાત કરી હતી.