એશિયા કપ ટી20:શ્રીલંકાના વિરોધ પ્રદર્શન પછી એશિયા કપ બાંગ્લાદેશ શિફ્ટ થઈ શકે છે

દુબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં શ્રીલંકામાં યોજાનારો એશિયા કપ ટી20 હવે બાંગ્લાદેશ શિફ્ટ થઈ શકે છે. સૂત્રો અનુસાર એશિયન ક્રિકેટ કાઉન્સિલે શ્રીલંકામાં વધી રહેલા વિરોધ પ્રદર્શન પછી બાંગ્લાદેશને એશિયા કપ-2022ની યજમાની માટે તૈયાર રહેવા કહ્યું છે.

થોડા દિવસ અગાઉ શ્રીલંકા ક્રિકેટના સચિવ મોહન ડિસલ્વાએ શ્રીલંકાની યજમાનીની તૈયારી અંગે એશિયન ક્રિકેટ કાઉન્સિલને આશ્વાસન આપ્યું હતું, પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. થોડા દિવસ અગાઉ દેખાવકારોએ રાષ્ટ્રપતિ ભવન પર કબ્જો કર્યા પછી વડાપ્રધાનના ઘરને આગ લગાવી દીધી હતી અને રાષ્ટ્રપતિ ગોટાબાયને રાજીનામું આપી દેવું પડ્યું હતું.

કાઉન્સિલ આવા વાતાવરણમાં એક હાઈ પ્રોફાઈલ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન મુશ્કેલ માની રહી છે. રિપોર્ટ્સ અનુસાર આવા વાતાવરણમાં ક્રિકેટરોની સુરક્ષાનો સવાલ ઊભો રહેશે, એટલે ટૂર્નામેન્ટને શ્રીલંકાથી બાંગ્લાદેશ શિફ્ટ કરવાનો નિર્ણય લઈ શકાય છે.

અન્ય સમાચારો પણ છે...