• Gujarati News
  • Sports
  • Cricket
  • The African Players Made A Strange Move To Take Virat's Wicket !, Took DRS But Could Not Get Out; There Was Also A Dispute With The Field Umpire

અમ્પાયર્સે કોહલીને બચાવ્યો:વિરાટની વિકેટ લેવા આફ્રિકન પ્લેયર્સે વિચિત્ર દાવ રમ્યો!, DRS લીધો છતા આઉટ ન કરી શક્યા; ફિલ્ડ અમ્પાયર સાથે પણ વિવાદ થયો

9 દિવસ પહેલા
  • પહેલી ઈનિંગમાં વિરાટ કોહલી 201 બોલમાં 79 રન કરી આઉટ થયો હતો

ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીએ શાનદાર કમબેક કર્યું છે. પહેલા દિવસે કેપ્ટન કોહલીએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં ઓપનિંગ અને મિડલ ઓર્ડર ફેલ ગયું હોવા છતા કોહલીએ એક એન્ડ સંભાળી રાખ્યો હતો. આ દરમિયાન દ.આફ્રિકન બોલર્સે ટી બ્રેક પહેલાની ઓવરમાં વિરાટ વિરૂદ્ધ કોટ બિહાઈન્ડની અપિલ કરી હતી. જોકે અમ્પાયરે તેને આઉટ ન આપતા DRS લઈને પણ આ નિર્ણયને પડકાર્યો હતો. છતા કોહલી બચી જતા ગ્રાઉન્ડ પર જોવાજેવું થયું હતું.

52મી ઓવરમાં વિરાટ વિરૂદ્ધ જોરદાર અપિલ
દક્ષિણ આફ્રિકન બોલર ઓલિવિયરે આ ઓવરના પહેલા 3 બોલ આઉટ સાઈડ ઓફ સ્ટમ્પ બહાર નાંખ્યા હતા. ત્યારપછી ચોથા બોલ પર કોહલીએ ફ્લિક શોટ રમ્યો હતો જે કનેક્ટ ન થઈ શકતા તેના થાઈ પેડ પર વાગી વિકેટ કીપરે કેચ પકડ્યો હતો. આ જોઈને ઓલિવિયર અને વિકેટ કીપરે જોરદાર અપીલ કરી હતી. જોકે અમ્પાયરે તેને નોટઆઉટ આપ્યો હતો. આના કારણે દ.આફ્રિકન કેપ્ટન ડીન એલ્ગરે DRS લીધો હતો.

બોલ જ્યારે બેટ પાસેથી પસાર થઈ રહ્યો હોય છે ત્યારે સ્નિકોમીટરમાં નજીવો સ્પાઈક જોવા મળ્યો હતો
બોલ જ્યારે બેટ પાસેથી પસાર થઈ રહ્યો હોય છે ત્યારે સ્નિકોમીટરમાં નજીવો સ્પાઈક જોવા મળ્યો હતો

રિપ્લેમાં નજીવો સ્પાઈક જોવા મળ્યો
વિરાટ કોહલીએ જ્યારે ફ્લિક શોટ રમ્યો ત્યારે તેના બેટ પાસેથી બોલ પસાર થયો એ સમયે સ્નિકોમીટરમાં એક સ્પાઈક જોવા મળ્યો હતો. ત્યારપછી બોલ થાઈ પેડને ટચ કરી વિકેટકીપર પાસે ગયો હતો. જોકે રિપ્લેમાં બેટ અને બોલ દૂર હોવા છતા નજીવો સ્પાઈક જોવા મળતા આફ્રિકન ખેલાડી ઉજવણી કરવા લાગ્યા હતા. પરંતુ થર્ડ અમ્પાયરે રિપ્લે જોઈને વિરાટ કોહલીને નોટઆઉટ આપ્યો હતો.

જોકે બોલ અને બેટ વચ્ચે નજીવું અંતર હોવાથી થર્ડ અમ્પાયરે વિરાટ કોહલીને નોટઆઉટ જાહેર કર્યો હતો
જોકે બોલ અને બેટ વચ્ચે નજીવું અંતર હોવાથી થર્ડ અમ્પાયરે વિરાટ કોહલીને નોટઆઉટ જાહેર કર્યો હતો
કેપ્ટન ડીન એલ્ગરે અમ્પાયર સાથે વિરાટ કોહલીની વિકેટ અંગે ચર્ચા કરી હતી
કેપ્ટન ડીન એલ્ગરે અમ્પાયર સાથે વિરાટ કોહલીની વિકેટ અંગે ચર્ચા કરી હતી

નોટઆઉટ જાહેર થતા અમ્પાયર સાથે વિવાદ
દક્ષિણ આફ્રિકન ખેલાડીએ નોટઆઉટના નિર્ણય આવતા જ ફિલ્ડ અમ્પાયર સાથે ચર્ચા કરવા લાગ્યા હતા. ફિલ્ડ અમ્પાયર્સે પણ તેમણે જણાવ્યું કે આ સ્પાઈક આસપાસના અવાજને પણ કેપ્ચર કરી લે એની છે. બોલ અને બેટ વચ્ચે અંતર હોવાથી કોહલીને નોટઆઉટ આપ્યો છે. ત્યારપછી કોહલી પણ તેમને જવાબ આપતો નજરે પડ્યો હતો.

વિરાટે પણ આ મુદ્દે કેપ્ટન ડીન એલ્ગર સાથે ચર્ચા કરી હતી
વિરાટે પણ આ મુદ્દે કેપ્ટન ડીન એલ્ગર સાથે ચર્ચા કરી હતી

સોશિયલ મીડિયામાં યૂઝર્સે પણ અમ્પાયરના નિર્ણયની પ્રશંસા કરી

કોહલીની વિરાટ ઈનિંગનો અંત
કેપ્ટન કોહલીને 73મી ઓવરના ત્રીજા બોલમાં કગિસો રબાડાએ આઉટ સાઈડ ઓફ સ્ટમ્પની લાઈન પર આઉટ કર્યો હતો. કિંગ કોહલી આ ઈનિંગમાં પણ 71મી સદીથી ચૂકી ગયો છે. જોકે એક એન્ડથી કેપ્ટન કોહલીએ 201 બોલમાં 79 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ દરમિયાન કોહલીએ દરેક બેટર સાથે સારી પાર્ટનરશિપ નોંધાવી હતી.

  • વિરાટ કોહલીએ ચેતેશ્વર પુજારા સાથે 153 બોલમાં 62 રન કર્યા હતા.
  • ત્યારપછી રહાણે સાથે 21 રન, રિષભ પંત સાથે 51 રન, અશ્વિન સાથે 8 રનની પાર્ટનરશિપ કરી હતી.
  • વિરાટ કોહલી અને શાર્દૂલ ઠાકુર વચ્ચે 30 બોલમાં 30 રનની શાનદાર પાર્ટનરશિપ થઈ હતી.
  • શાર્દૂલના આઉટ થયા પછી કોહલીએ બુમરાહ સાથે 5 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. પરંતુ બુમરાહના આઉટ થતા કોહલી પણ પેવેલિયન ભેગો થઈ ગયો હતો.

કેપટાઉનમાં રબાડા V/S કોહલીનો જંગ
વિરાટ કોહલીના કમબેક સાથે જ દક્ષિણ આફ્રિકન બોલર્સનો ગેમ પ્લાન સ્પષ્ટપણે છતો થઈ ગયો છે. વિરાટ બેટિંગ કરવા આવ્યો ત્યારથી જ રબાડા, ઓલિવિયેર, માર્કો અને એન્ગિડી ઓફ સ્ટમ્પ બહારની પાંચમ-છઠ્ઠા સ્ટમ્પની લાઈન પર બોલ ફેંકી રહ્યા છે. આ દરમિયાન કોહલીએ પણ ધીરજ દાખવી હતી અને સતત સ્ટમ્પ્સ અને બોડી લાઈન બહારના બોલને લીવ કર્યા હતા. જોકે આ દરમિયાન તેણે ઘણા બોલ પર કવર ડ્રાઈવ શોટ મારી ચોગ્ગા ફટકાર્યા છે. આ દરમિયાન રબાડાએ સૌથી વધારે આક્રમક બોલિંગ કરતા કોહલીને ઘણા અઘરા સવાલો પણ પૂછ્યા હતા.

કોહલીએ દ્રવિડનો રેકોર્ડ તોડ્યો
આ ઈનિંગમાં 14 રન કરવાની સાથે જ વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકામાં સૌથી વધુ ટેસ્ટ રન કરવાનો રેકોર્ડ પોતાને નામ કરી, આ સિદ્ધિ મેળવનારો બીજો ઈન્ડિયન પ્લેયર બની ગયો છે. તેણે હેડ કોચ રાહુલ દ્રવિડનો 624 રનનો રેકોર્ડ તોડી દીધો છે. આ યાદીમાં સચિન તેંડુલકર 1161 રનનું નામ સૌથી ટોપ પર આવે છે.

અન્ય સમાચારો પણ છે...